________________
४०
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૧૧-૩૪
છે
.
,
,
,
,
,
,
માતાપિતાના જીવન સુધી દીક્ષા નહિ અંગીકાર કરવાનું નિયમિત કરનાર શ્રમણ ભગવાન મહાવીર. બાલ્યાવસ્થામાં પણ ભયંકર કાળા નાગના પ્રસંગે તથા તાડ જેવા ઊંચા વેતાલે ઉઠાવી લેવાના
પ્રસંગે ધેર્ય રાખનાર હોય તો તે શ્રમણ ભગવાન મહાવીર. ૮. પૂર્વ ભવથી અપ્રતિપાતી નિર્મળ, શુદ્ધ એવા મતિ, શ્રુત અને અવધિજ્ઞાનને સાથે લાવેલા હોઇ સર્વ
સામાન્ય પદાર્થોને જાણવાવાળા છતાં પાઠશાળામાં પંડિત પાસે ભણવા મેલવાના પ્રસંગ સુધી
ગાંભીર્ય ધરાવનાર શ્રમણ ભગવાન મહાવીર. ૯. દીક્ષિત થયાં છતાં પિતાના મિત્ર વિપ્રની દયા લાવી દેવદુષ્ય કે જેની કિંમત લાખ સોનૈયાની થાય
છે તેમાંથી અર્ધ આપનાર શ્રમણ ભગવાન મહાવીર. ૧૦. કાંટામાં પડી ગયેલા શેષ અર્ધ દેવદુષ્યની દરકાર નહિ કરનાર શ્રમણ ભગવાન મહાવીર. ૧૧. ગોવાળીયા, જોષી, ચોર, વ્યંતરના ઉપસર્ગો શૂલપાણિ યક્ષ અને સંગમદેવના ઉપસર્ગો, ક્રોધ વગર
ક્ષમાથી નિશ્ચલપણે સહન કરનારા શ્રમણ ભગવાન મહાવીર. ૧૨. સિદ્ધાર્થ અને ત્રિશલા રાણીના કલ્પાંતથી, દેવાંગનાઓના નાટ્યારંભથી અને સંગમ દેવતાના
વિભ્રમ ઉપજાવનારા વાક્યોથી ચલાયમાન નહિ થનાર શ્રમણ ભગવાન મહાવીર. ૧૩. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચારે પ્રકારના પ્રતિબંધોથી દૂર રહી ઇર્યાસમિતિ આદિ સાધુ
આચારમાં સાવધાન થઈ છ મહિનાના ઉપવાસે દાસી થયેલી રાજપુત્રીના હાથે અડદના બાકળાથી
પારણું થવાવાળા અભિગ્રહને કરનાર શ્રમણ ભગવાન મહાવીર. ૧૪. વાસુદેવના ભવમાં અને પછીના બીજા દેવલોકાદિક ભવોમાં ગૌતમસ્વામીજીના જીવની સાથે સ્નેહ
સંબંધે જોડાયેલો જીવ તે શ્રમણ ભગવાન મહાવીર. ૧૫. અહંકારવાળાને ગણધરપદ આપનાર, રાગે રંગાયેલાને ગુરુ ભક્તની પદવીએ પહોંચાડનાર અને
વિખવાદના વમળમાં વહેતા ગૌતમને વિમળ કેવળાલોક અર્પણ કરનાર શ્રમણ ભગવાન મહાવીર. ૧૬. જેમના નિર્વાણને દિવસે ચેડા મહારાજાના સામંત એવા અઢાર ગણરાજાઓએ પૌષધોપવાસ કર્યો
હતો તે શ્રમણ ભગવાન મહાવીર. ૧૭. જેમના નિર્વાણના દિવસને સમસ્ત જગતે દીપાલિકા પર્વ તરીકે આરાધ્યું, આરાધે છે અને આરાધશે.
તે શ્રમણ ભગવાન મહાવીર.
આ વિગેરે અનેક નવનવા વૃત્તાંતોથી જેમનું જીવન ભરપૂર હતું એવા અનંત જ્ઞાનાદિ ગુણોએ યુક્ત શ્રમણ ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ દિવસરૂપી દીપાલિકાપર્વનું આરાધન કરતાં દરેક ભવ્ય આત્માઓને પોતાના જીવનને કૃતાર્થ ગણી જન્મને સફળ ગણવો જોઇએ.
તા. કર, મહાવીર મહારાજના જીવનની ગર્ભાપહાર, મેરુચલન વિગેર હકીકતોને કર્મવીર કૃષ્ણના લેખકે જે અનુકરણ તરીકે જણાવી છે તે ભાગવતનું ઘણા જ પાછલા સમયમાં બનવું અને મહાભારતમાં સમય સમય પર જુદા જુદા વધારા થવા એ વિગેરે હકીકત ખ્યાલમાં લીધા સિવાય જૈન આગમ અને જૈનશાસ્ત્રોને અન્યાય કરનારું લખાણ થયું છે તે કોઇપણ ભવ્યો ખમી શકે નહિ તેવું છે.