________________
ચાર ભાવના
(૪) માધ્યસ્થ ભાવના ગુણવંતા મન ધારજો રે માધ્યસ્થ ગુણ મણિ ખાણ. કરૂણા મુદિતા મિરાતા રે હોવે તબ સુખઠાણ રે
ભવિકા ધરજો મધ્યસ્થભાવ જેથી શિવપુર દાવ રે ભ૦ કાલ અનાદિથી આતમા રે કર્મબલે ગુણ હીન, પામ્યો ના સમકિત ઠાણને રે રખડયો ચઉગતિદીન રે ભવિકા ર સંયમી વિણ વીતરાગતા રે નહિ સ્વપ્ન પણ સિધ્ધ, કર્મપ્રભાવ તે ધારતો રે ગુણી માધ્યસ્થ લીધે રે-ભવિકા ૩ જિનવર સરખો સારથી રે પામ્યો વાર અનંત, કર્મ વિવર નવિ પામીઓ રે જીવ ન લહ્યો ગુણવંત રે-ભવિકાસ નિજ ગુણ માને નાશતો રે છોડે ભાવ મધ્યસ્થ, પરપરિમવકર બોલતો રે વચન અવાગ્યે અસ્વસ્થ રે-ભવિકા ૫ કળ્યો વીર જિને શ્વ રે રે ભવ મરીચિ નવવેષ,
ઋષભ પ્રભુ નવિ વારી રે જાણી કર્મનો વેશ રે-ભવિકા ૬ વચનપદે ગુણ ધારીને રે સંતત ભાવ પ્રસન્ન, દેખી જિન ગુણ શૂન્યતા રે થાય મધ્યસ્થ પ્રપન્ન રે-ભવિકા ૭ કેવલીપણું નિજ ભાષતો રે વીરને કહે છવસ્થ, ગૌતમ પ્રશ્ન ન છોડવે રે જમાલી અસ્વસ્થરે-ભવિકા ૮ લબ્ધિ ધરા દેવદેવીઓ રે વળી જિનવર શુભ દીખ, મધ્યસ્થ ભાવ વિમલ ધરી રે ન દે તેહને શીખ રે-ભવિકા ૯ ગોશાલે મુનિ યુમને રે બાળી જિનપર તેજ, નાંખ્યું જેહથી વીરજી રે ખટ માસે લોહી રેજ રે-ભવિકા ૧૦ વીર જીનેશ્વર સાહિબો રે સહિ સુર નર ઉપસર્ગ, કર્મ બંધન થતું દેખીને રે અનુપાય રહે મધ્યસ્થ રે-ભવિકા ૧૧ જગનાશન રક્ષાણ સમો રે બલ ધરતો મહાવીર, ધારે મધ્યસ્થ ભાવને રે કોણ અવર જીવ ધીર રે-ભવિકા ૧૨ સનકુમાર નરેશ્વરૂ રે ધરતો ભાવ મધ્યસ્થ, વિધવિધ વેદના વેદતો રે નહિ ઔષધ ઉત્કંઠ રે-ભવિકા ૧૩ જીવ જુદા કર્મ જુજુ આ રે સજીવ જીવ વૃત્તાંત, દેખી ભવિ મન ધારજો રે ભાવમધ્યસ્થ એકાંત રે-ભવિકા ૧૪ સુખદુઃખકારી સમાગમે રે નવિ મનમાં રતિ રોષ, ધરિયે વરિયે સામ્યને રે જેહથી આનંદ પોષ રે-ભવિકા ૧૫