________________
"
,
*
માં
*
2
ચારભાવના
(૩) કારૂય ભાવના કરૂણા ધારજોરે કરૂણા સકલ ગુણોની ખાણ કરૂણા આદ્યમહાવ્રત છાજે આદ્ય અનુવ્રત થાન; -
કરૂણ વિણ હિંસકપણું પામે દુર્ગતિ દુઃખ નિદાન - કરૂણા ૦ ૧ ઇર્યાસમિતિ યોગે ચાલે નહિ, મુની પેખી શુભ ઠાણ;
જીવો આવે પગતલ હેઠે, જાયે સઘલા પ્રાણ - કરૂણા ૦ ૨ શુભ ઉપયોગી મુનીવરને નહિ, બંધ દુરિત અવસાન;
કરૂણા બુદ્ધિ પ્રતિ રોમે હોય, કર્મ નિર્જરા ખાણ - કરૂણા ૦ ૩ શ્રાવક પણ કરૂણા ધરતો જે, વૃક્ષ વધે પચ્ચખાણ;
માટી ખોદે મૂલ વધે પણ, નહિ હિંસાલવવાન - કરૂણા ૦ ૪ કરૂણા રહિત પ્રવૃત્તિ કરતાં, કોઈ મરે નહિ જાન;
તો પણ તે હિંસકમાં ગણીઓ, નહિ કરૂણા બલવાન - કરૂણા ૦ ૫ અપરાધિ જનમાં ઘર કરૂણા, જે સમકિત અહિઠાણ;
વીર પ્રભુ સંગમ કરૂણાએ, અશ્રુ નેત્ર મિલાણ - કરૂણા ૦ ૬ દીન હીન જનને જે દેખી, નવિ કરૂણા દિલભાન;
તેહના ઘટમાં કર્મ વસ્યો નથી, ભાખ્યો જીન ભગવાન - કરૂણા ૦ ૭ અધમ ઉદ્ધારણ તનમન વર્તે, ધન ખરચે અસમાન;
- કુમાર નૃપ જગડુ પરદેશી, સંભવ વૃત્ત સુવાન - કરૂણા ૦ ૮ સંપ્રતિરાજ કરે પ્રતિગામે, દીન અનાથ વિહાણ;
દેશ અનારય જીવઘર કરતો, કરૂણા ભાવ સુભાણ - કરૂણા ૦ ૯ શ્રુત શિક્ષા ધરિ મનમાં સુયણાં, કરજો અભયનું દાન;
અનુકંપા ધરજો ભવિ કરજો, ધર્મે દઢતા ભાન - કરૂણા ૦ ૧૦ મેઘરથે પારેવો રાખ્યો, ગોશાલો જીન ભાણ;
વૈશ્યાયન તેજોલેશ્યાથી, ધરી કરૂણા અમિલાણ - કરૂણા ૦ ૧૧ બ્રહ્મદત્ત સુભાદિક નરપતિ, કરૂણાવિણ દુઃખખાણ;
પેખી આત્મ સમાપર જીવો, ધારો કરૂણા શાન - કરૂણા ૦ ૧૨ દ્રવ્ય ભાવ અનુકંપા ધરતા, ભવ ભવ સુખનું નિધાન;
સર્વસાર બલરિદ્ધિ પામી, લો આનદ અમાન - કરૂણા ૦ ૧૩
-
- -
-
-
-
-
-