________________
પરોપકારની પ્રકૃષ્ટતા जो परउवयारंपि हु करेइ पुण कहवि पुण्णजोएणं । पत्ता सोहग्गुवरिपि मंजरी तेण पुरिसेण ॥ अत्तुवगारमईडविहु जायइ जम्हा जयम्मि विरलाणं ॥ ते उण विरलयरच्चिय परोवयारे मई जाणं ॥
(શ્રીમલધારીય હેમચંદ્રસૂરિ) ભાવાર્થ - (જે મનુષ્ય જિનધર્મ વિધાનધારા એ આત્માને ઉપકાર કરે છે, તે મનુષ્ય જો કોઇપણ પુણ્યના યોગે અન્ય જીવોને ઉપકાર કરે તો તે મનુષ્ય સૌભાગ્યની ઉપર મંજરી પ્રાપ્ત કરે, અર્થાત્ સુંદર શરીર હોય અને મસ્તકે મંજરી ધારણ કરી હોય તો જેમ શોભે તેમ તે આત્મઉપકાર કરવાવાળો પર ઉપકારથી શોભે છે, કેમકે જગતમાં આત્માનો ઉદ્ધાર કરવો એ રૂપી આત્મઉપકારની બુદ્ધિ પણ થોડાઓને જ હોય છે, પણ તે કરતાં ઘણા થોડા જ જીવો તેવા હોય છે કે જેઓની બુદ્ધિ પરોપકારમાં પરાયણ હોય.
-
:
*