________________
શ્રી સિદ્ધચક્ર
૫૨૭
એ પ્રમાણે કરતાં કરતાં પંદર વીસ વર્ષ વહી ગયાં અને શેઠજી તો એજ મોજશોખમાં ટેવાઇ ગયા કે દુનિયા તેમને આધારરૂપ ભાસતી નહોતી પરંતુ આ શેઠાઇ તેજ તેમને આધારરૂપ ભાસવા લાગી. માત્ર ટેવને લીધે જ ! :
શેઠનો રંગરાગ આમ ચાલ્યો જાય છે અપૂર્વ સુખ અને સાહ્યબીમાં શેઠજી મજા કરે છે અને મોજ ઉડાવે છે એવામાં એવું બન્યું કે શેઠજીનું નસીબ પલટાયું. વેપારમાં જબરી ખોટ ગઇ અને શેઠજી ભુખડીબારસ બની ગયા. શેઠજીનું કિસ્મત આ પ્રમાણે પલટાયું હતું પરંતુ તેથી
શેઠજીની ટેવ થોડી જ પલટાઇ હતી ? શેઠજીને પગચંપી કરાવવાની એવી ટેવ પડી હતી કે વાત ન પૂછો. શરીરની ચંપી થાય ત્યારે જ તેમને ઉંઘ આવે ! પણ હવે ગરીબાઇએ ઘર કર્યું હતું પાસે એક દોકડો રહ્યો ન હતો અને નોકરચાકરો નાસી ગયા હતા. શેઠને ચંપાયા છુંદાયા વિના તે ચેન ન પડે ! એટલે હવે શેઠજીએ એક નવો જ ઉપાય શોધી કાઢયો. તેમણે પાપડ ખાંડવાનું સાંબેલું હોય તેવો એક મોગર બનાવરાવ્યો અને પોતાને હાથે જ પોતાના શરીરની ચંપી કરવા માંડી ! મહાનુભાવો ! હવે વિચાર કરો કે આ શેઠજીને પોતાને હાથે જ આ અવદશા શા માટે વહોરી લેવી પડી હતી ? કારણ એક જ કે ટેવને લીધે !!
: વિષયસુખોનું પરિણામ દુઃખ
શેઠીયાને ચંપી પ્રિય હતી. ચંપી રૂપી ઇષ્ટ વિષય તેને મળ્યો હતો પરંતુ તે એ ઇષ્ટ વિષયમાં લુબ્ધ થયો તેનું પરિણામ એ આવ્યું કે બિચારાને મોગરની નીચે ખંડાવું-દબાવું-છુંદાવું પડ્યું ! શેઠજીને પહેલાં તો મોજ હતી પરંતુ પાછળથી મોજે તો
તા. ૨૮-૮-૧૯૩૫
મુસીબત આણી નાખી હતી. એ જ પ્રમાણે આપણે પણ જો ઇષ્ટ વિષયોમાં ફસાઇ પડયા તો આપણી પણ એ જ દશા થાય છે કે ઇષ્ટ વિષયો સીધા ન મળે તો પછી તે લૂંટીને ચોરીને પણ લેવાની આપણને ફરજ પડે છે ! રાજા મહારાજાઓને ઇષ્ટ વિષયો પૂરેપૂરા મળેલા છે છતાં તેમને પણ એ જ વસ્તુઓને અંગે ભયંકર ચિંતા પેઠેલી હોય છે. ચોર ચળકતા રૂપિયા ચોરવા આવે છે પરંતુ એ ચોરીની પાછળ ચાવડી રહેલી છે તે એ ચોર બિચારો દેખતો નથી ! તેમ આપણે પણ વિષયોના
સુખો દેખીએ છીએ પરંતુ એ વિષયોના સુખોની પાછળ કેવાં દુ:ખો રહેલાં છે તે આપણે દેખી શકતા નથી. હવે શાસ્ત્રની સ્થિતિ જોઇએ તો તે તો એનાથી એ જુદી જ છે. શાસ્ત્ર તો કહે છે કે “પાપનું મૂળ જ સુખ છે.” : સભ્યદ્રષ્ટિની દ્રષ્ટિએ
પાપનું મૂળ સુખ એ શાસ્ત્રની વાત સોએ સો દરજ્જે સાચી છે એની તમે પણ ખાતરી કરી શકો છો અમુક વસ્તુ સારી લાગે એટલે તે મેળવવા માટે આપણે આરંભસમારંભમાં પડીએ છીએ અને આરંભસમારંભ એ જ સઘળા પાપનું મૂળ છે. વળી અમુક વસ્તુ મેળવવાની ઇચ્છા થાય એટલે તે મેળવવાને માટે ન્યાય અન્યાય યોગ્ય અયોગ્ય પાપ કે પુણ્યનો વિચાર ન કરતાં આપણે તે વસ્તુ મેળવવાને માટે ફાંફાં મારીએ છીએ. યોગ્યાયોગ્ય કે ન્યાયાન્યાયનો વિચાર ઇષ્ટ વસ્તુઓ આપણને આવવા દેતીજ નથી. મિથ્યાર્દષ્ટિ આ વાતો સત્ય હોવા છતાં માનતા ન હોવાથી તેમને કોરાણે મૂકીએ અને હવે સમ્યગ્દષ્ટિ અને