SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ભાવન) મૈત્રી. દુહા મૈત્રી મનમાં જે ધરે બાંધે કરમ ન ધોર ! પરહિત બુદ્ધી ધારતાં રાગદ્વેષ નહિં થોર ના જે જગહિત મન ચિંતવે તસ મન રાગ ન રોષ ! ઈર્ષાવન દાવાનલો હોવે ગુણ ગણ પોષ મારા પ્રભાત રાગ મૈત્રી મન ભાવતો વૈરદવ સામતો, પામતો કરમફલથી અચંબો, ક્રોધ વશ જે કર્યાં હનન જુઠ ને ભર્યા પારકાં કનક મણિરત્ન લંબો; પરતણી કામિની પાપધન સામિણી પેખતાં ચિત્તમાં પ્રબલ મોહો, લોભ વશ ધમધમ્યો શુદ્ધગુણ નવિ રમ્યો વૈરની અગ્નિમાં સમિધ દોહો. ૧ જનક દુહિતા હરી વંશ નિજ ક્ષય કરી રાવણે નરકમાં વાસ કીધો. રામ ભ્રાતા હરી દેખી ત્યાં થરહરી, વારતો ઈદ્ર શમવાસ દીધો; પૂર્વ ભવ રાણીને દોષ કોઈ જાણીને વીર જીવે શયન વાસ વાર્યો, વંતરી ભવ લહી દોષ શત સંગ્રહી વેદના તીવ્રતર વીર ધાયો. ૨ વાવીયો વૈરનો વૃક્ષ ગુરૂ સ્વરનો છેદ પામે ન જમે અને તે, એક વૈર હોય વ્યાપતું સકલ જો ય બીજ અંકુર ન્યાયે વધું તે; હરિ ભવે ફાડિયો સિંહ દરી કહાડીઓ બોળતો વીર ભવ નાવ દેખો, કંબલા શું બલા દેવ દો અતિભલા વીરને કીધ ગતબાધ પેખો. ૩ પૂર્વ ભવ વૈરથી મોક્ષગતિસારથી હલિક તે પેખીને જાય ભાગી, ગૌતમે બુઝવ્યો મોક્ષ પંથે ઠવ્યો વાર જો વૈરનાં બીજ જાગી; વીર અવસાનમાં બોધ દેવશર્મમાં થાપવા મોકલ્યા ઈદ્રભૂતિ, સિંહભવ શાનિતનો લાભ શુભભાંતિનો બોધિને અર્પતા આત્મભૂતિ. ૪ જીવ સમ્યક ત્વમાં સર્વ શુભ તત્ત્વમાં દેખતો વૈર જાલા નિવારે, ક્રોધ કંડૂતિએ ધર્મ નવિ સુખ દીએ વારતો વિરહ સૂરિ ગ્રંથ સારે; પાંચ લક્ષણ વર્યો જીવ સંમતિ ભર્યો આદિમાં શમ ભર્યો સમય સારે, શમ નવિ જો ધરે વૈર મનમાં ભરે સાધુ તપસી ભમે ભવ અસારે. ૫ કુરૂટ ઉભુરુટ પણ સાધુ બે તપ રટણ વૈરથી નરકમાં વાસ વેઠે, શાનિત ગુણ સાયરૂ વીર રયણાગરૂ દૃષ્ટિવિષ સાપ પણ હોડ વેઠે; નણય અર્મી સીંચીયો વૈર દવ મીંચીયો કીટિકા સહસનું દુ:ખ હેતો, શાન્તિ ધરી પક્ષમાં વીરજિન લક્ષમાં દેવભવ આઠમે જીવન લહે તો. ૬ ધર્મનું સાર એ સુજન ચિ ધાર એ ભાવના મૈત્રીની મોક્ષદાઈ, જિન કહે કાલદો પડિકમે તે પદો સર્વ જીવ મૈત્રી નહિ વૈર કાંઈ; વિશ્વ નથી વાલો શર વા જે લો સર્વ સંસારમાં હોય ત્યે વો, મિત્ર પતિ પુત્રમાં પત્નિ સખિ ભ્રાતમાં નવનવો રંગ છે તે જ લેવો. ૭ થાય અરિ મિત્ર પણ જઈ જીવો રાજ્યપણ વૈરથી કર્મ બાંધે નકામા, વૈર મન ધારતાં જીવ હિત વારતાં ભવભવ અધમતા લે સકામા; જીવ ! શિખ સાંભળી વૈર દઈ આંબલી આપ ભાવે સદા મગ્ન થાજે, બોધ સમતા રશી ચરણે ગુણ ઉલ્લશી, શાશ્વતાનંદ ૨સગાન ગાજે. ૮
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy