________________
૧૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ ભાથું, શિવની નિસરણી, ભવોદધિનું પ્રવાહણ અને આત્માની અવ્યાબાધ જ્યોતિને ઝળકાવનાર જૈનધર્મની નિંદા કરવામાં પણ તે અવિવેકી લોકોએ એક સજ્જનતાની ખાતર પણ વિવેકનો છાંટો દેખાડ્યો નહિ.
આવી વખતે પણ ધર્મના સત્યતત્ત્વને પ્રગટ કરવાની વખતે શાસ્ત્રકારોએ ઉન્માર્ગે રહેલો જીવ રોષાયમાન થાય કે ઝેર ખાય તો પણ યથાસ્થિત વસ્તુની નિરૂપણ કરનારે તેની દરકાર નહિ કરતાં વસ્તુના સત્યતત્ત્વની જ દરકાર કરવી એવા શાસ્ત્રીય તત્ત્વને આગળ કરીને કેટલાક અવિવેકીઓ તરફથી કોઈપણ વ્યક્તિના તિરસ્કારને માટે કહેવાતું વચન એ સત્ય હોય તો પણ મૃષાવાદ છે એવી શાસ્ત્રકારોની આજ્ઞાનો અવળો અર્થ કરી જૂઠાને મીઠું બનાવનારા હજારો લોકોની, રાજદરબારી પુરુષોની કે ખુદ પોતાનાજ જનેતા અને પાલનહાર પિતા આદિ કુટુંબની વિરુદ્ધતાની એક અંશે પણ દરકાર તે મયણાસુંદરીએ કરી નહિ. એવી ધર્મથી રંગાયેલી અને ઇતર કારણોને કારણ તરીકે માનવા છતાં પણ તે કારણોની કર્મના ફળને આધીન સ્થિતિ હોવાથી ગૌણતા ગણીને મુખ્ય ફળ દેનાર એવું જે કર્મ તેમજ ચૌદ રાજલોકના જીવો ઉપર જેનો પ્રભાવ પડી રહ્યો છે તેવા તે કર્મને પ્રબળ કારણ તરીકે ગણતી તે મયણાસુંદરી પોતાના પિતાએ ક્રોધથી પણ વરાવેલા વરને કબૂલ કર્યો અને તે કોઢીયા અને કોઢીયાના જ પરિવારથી વીંટાયેલા તેવા શ્રી શ્રીપાલની સખત મનાઈ છતાં પણ કેવળ કર્મવાદની પ્રધાનતાને અવલંબેલી તે રાજપુત્રીએ તે જ વરને જિંદગીને માટે કબુલ ર્યો અને તે જ વરને સાથે લઈને પોતાના પવિત્ર વાદ અને વ્રતને ઝળકાવવા તે રાજકુંવરી કટિબદ્ધ થઈ. જગતમાં જે જીવો કર્મવાદની યથાર્થ પ્રધાનતાને સમજતા નથી તે જીવોને બનવું જોઈએ અને બને છે તેમ ન હઠાવી શકાય તેવી આપત્તિને પ્રસંગે બારે માસ અને ત્રીસ દિવસ કરાતી પણ ધર્મક્રિયા ભૂલી જવાય છે અને તે ધર્મક્રિયાનું ભૂલાવું તે જ સ્પષ્ટ કરી આપે છે કે બારે માસ અને ત્રીસ દિવસ કરાતી ધર્મક્રિયા કર્મવાદની પ્રધાનતાને અંગે નહિ પણ ગતાનુગતિકપણે, કુલાચારપણે, લાજ શરમથી કે પૌગલિક કોઈપણ પદાર્થના લાભની દૃષ્ટિએ માત્ર તે કરાતી હતી, પણ તે કરવામાં શુભ કર્મની કે કર્મના ક્ષયોપશમ આદિની પ્રધાનતા હતી જ નહિ અને કદાચ પરમ શુશ્રુષાના પ્રભાવે સાંભળેલા તત્ત્વમય શાસ્ત્રોથી કોઈક વખત તેવી પ્રધાનતા આવી હોય તો તે પણ આવી આપત્તિને વખતે તો વિખરાઈ ગયેલી જ હોય છે અને તેને લીધે જ જગતના જીવો તત્ત્વદૃષ્ટિથી નિહાળે તો દેખી શકે છે કે કોઈપણ જાતના વ્રત, નિયમ વિગેરે કરનારા મનુષ્યો આપત્તિ વખતે ધર્મની વાસનાને પણ છોડી દેવાના કરારો તે લેતી વખતે સંપૂર્ણપણે કરે છે એટલું જ નહિ પણ આપત્તિની વખતે તેનો પૂરેપૂરો અમલ કરવામાં પણ ચૂકતા નથી, અને આ જ સ્થિતિ દેખીને વિચારનારા મનુષ્યો દુનિયામાં ગણાતા ત્યાગી, વૈરાગી, ધર્મિષ્ઠ કે પૂજા પ્રભાવનામાં પરાયણ એવા પ્રાણીઓના મરણને બગડતી સ્થિતિમાં દેખી તેનું કારણ કર્મવાદ પરાયણતાની ખામીને સ્પષ્ટપણે સમજી શકે તેમ છે.