________________
(ટાઇટલ પાન ૩નું અનુસંધાન) કાળના પર્યાયના સમૂહસમય દ્રવ્ય છે અને વાસ્તવિક દ્રવ્ય અને પર્યાયની શ્રદ્ધાને ઉત્પન્ન
કરે છે. આ આદેશમાં વાપરેલો અસ્તિ શબ્દ પોતાના વિપક્ષનો આક્ષેપ કરવા લારાએ સ્વતંત્ર રીતે અસ્તિ ૧,
નાસ્તિ ૨, અસ્તિનાસ્તિ ૩, અવક્તવ્ય ૪, અતિ અવક્તવ્ય ૫, નાસ્તિ અવકતવ્ય ૬,
- અને અસ્તિનાસ્તિ અવક્તવ્ય ૭, એવી સપ્તભંગવાળી સપ્તભંગીને સ્પષ્ટપણે સૂચન કરે છે. આ આદેશમાં વાપરેલ અસ્તિ શબ્દ વર્તમાનકાલીન ઈન્દ્રિયસંનિકર્ષના જ્ઞાનને જણાવનાર હોઈ આત્મા
અને તેના પપાતિકપણાનો અધિગમ કરવા પ્રમાણનો પડદો ખુલ્લો કરે છે. આ આદેશમાં આત્માના અનન્તા ગુણો અને અનન્તા પર્યાયોમાં માત્ર વર્તમાન અને અસ્તિતા માત્ર
જણાવી એ વાતની અસ્તિતારૂપ એક ધર્મ વિશિષ્ટતા જણાવી આત્માનું વચનનય અને
જ્ઞાનનયથી સમધિગમ્યપણું જણાવી નયથી આત્માનો અધિગમ થવાનું વર્ણવે છે. આ આદેશમાં અનેક પ્રકારે અનેક પદાર્થોનો સ્યાદ્વાદ સમજાવી શકાય તેવું છતાં જે આત્માના
ઔપપાતિકધારા જે સ્યાદ્વાદ સમજાવ્યો છે તે ખરેખર સમજદારોને સુજ્ઞતાનો માર્ગ સમજાવે છે, અર્થાત્ જગતના જીવ માત્ર મરણથી તો ડરે છે, પણ વાસ્તવિક રીતિએ વીતરાગ મહારાજે જાહેર કરેલા મોક્ષમાર્ગમાં હાલનારા તો જન્મની અસ્તિતાનેજ
ભયંકર સમજે. આ આદેશમાં જન્મને અંગે ભયંકરતા સમજાવી સાફ સમજાવે છે કે જન્મ પામનારા કોઈ પણ
મરણના પંજાથી છૂટનારા હોય નહિ. અર્થાત્ “નાતી હિ ધ્રુવો મૃત્યુઃ' એ વાક્ય નિયમિત સત્ય અર્થાત્ નગ્ન સત્ય છે, એમ જાહેર કરે છે, અને સાથે જ જાહેર કરેલ છે કે “કૃતી નનન ઘુવં" એ વાક્ય ભવભ્રમણના ભયંકર આવર્તમાં અટવાતા જીવો માટે સત્ય હોય તો પણ સર્વ જીવો માટે એ વાક્ય અવિતથ નહિ હોવાથી અર્ધસત્ય જ છે. અવ્યાબાધપદને માનનાર શુકલ પાક્ષિક અને અન્ય પુદગલ પરાવર્ત જેટલા સંસારવાળા જ જીવો આ મૃતચ૦ વાક્યની અર્ધ અસત્યતા જાણે ને માને, પણ અભવ્ય જેવા જીવો માટે મૃત એ વાક્ય નગ્ન સત્ય તરીકે હોય. આ સર્વ હકીકત સમજાવવા માટે જ ઔપપાતિકતા એટલે માત્ર ચારે ગતિની જન્મદશાના જ્ઞાનને જ જ્ઞાનસંજ્ઞાના રૂપમાં રજુ કરે છે.
(અપૂર્ણ)
આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.