________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ કરાવે છે. એ હુકમની આપણે કબુલાત કરીએ છીએ. મીઠું, તીખું વિગેરે જેવું ખાવાની ઇચ્છા થાય એટલે કે જીભ જે હુકમ કરે તેનો અમલ કરીએ છીએ અર્થાત્ તેવું ખાઈએ છીએ. જડ ક્યાં ? આત્મામાં એની જડ નથી. એની જડ ઇંદ્રિયોમાં છે, તેથી ઈદ્રિયોના હુકમ અનુસાર આત્મા વર્તે છે. દુનિયાના ગુલામોને પોતાની દશા ધ્યાન બહાર નથી. ગુલામીમાં આવેલો મનુષ્ય પોતાના નુકશાનને દેખે છે, થયેલો ફાયદો જવાનો દેખે તો પણ ગુલામી કરવાની ઇચ્છા એ કરતો નથી. હજુ દુનિયામાં એટલી ગુલામી નથી કે જેમાં વિચાર ગીરો (ઘરેણે) મેલવા પડે. ચાહે અત્યારના કેદી અગર પ્રાચીન કાલના ગુલામો તરફ જુઓ તો એ વાત સમજાશે. સાધ્ય ચૂકાય ત્યાં બધે નુકશાન છે. મુનિલિંગની મહત્તા!
મુનિપણામાં સાધ્ય કર્યું ? અનંતર સાધ્ય પાપથી દૂર રહેવું એ છે. પોલીસના પટાથી ડરો છો એ વાત ખરી પણ સાચા પટાથી; કોઈ બનાવટી પટો (વેષ) પહેરીને આવે તો ડરો ખરા ? મુનિ પણ જયણામાં ઉપયોગી હોય ત્યારે એ વેષ (પટો) સાચો ગણાય. એ
સાચા પટાથી કર્મ, દુર્ગતિ ડરે છે પણ જુદા પટાથી ડરે ? નહિ! સાચા પટાથી તો દુર્ગતિ જ કશે, ડરશે ને ડરશે. અજ્ઞાનપણે, અનિચ્છાએ કે વિરુદ્ધ ઇચ્છાએ પણ આ પટો સાચો હશે " તો એનાથી દુર્ગતિ જરૂર ડરશે. જેમ વૃક્ષનું સાધ્ય ફળ છે, છતાં ફળ ન થાય તે વૃક્ષ પણ
છાયા, પાંદડાં વગરનું નહિ થાય. લાકડું, પાંદડાં આપવામાંથી જવાનું નથી; તેમ આ વૃક્ષ (મુનિપણું) પણ મોક્ષનું ફળ આપે છે. જો તે ન મળે તો સદ્ગતિ, સુકુળ, લાંબું આયુષ્ય, દેવલોક વિગેરે આપ્યા વગર રહે નહિ. ક મને મળેલો પણ પટો પોલીસનો ! એવી રીતે એક વખત આ જુઠું હોય તો પણ લિંગ મોક્ષનું ! આદરવામાં નિયમ, ઉપેક્ષામાં ભજના, આ બે વાત યાદ રાખજો. આ લિંગને મોક્ષનું લિંગ કહી શાસ્ત્રકારે જણાવ્યું શું ? સ્વલિંગ એટલે? મોક્ષનું ચિહ્ન લેવામાં ગુણ જોવાપણું રહેતું નથી, એની ઉપેક્ષામાં અવગુણ જુઓ. બીજાઓ શું કહે છે ? ગુણ જુઓ તો લો ! શાસ્ત્રકાર કહે છે કે લેવામાં ગુણનો નિયમ છોડવામાં અવગુણ દેખો તો છોડો. આ વેષ છે એટલે ગુણ તો માની લેવા. અવગુણ દેખાય તો છોડો એ વાત ખરી. સાધુ ચાહે તો વિહારમાં કે મકાનમાં હોય અને બીજા સાધુ મળ્યા તો શું કરવું ? સાધુ બે પ્રકારના, એક પરિચયવાળા અને બીજા પરિચય વગરના. પરિચયવાળા સાધુના ગુણ જાણેલા હોવાથી તેને અનુસાર સત્કાર સન્માન કરવા. ગુણ જાણીને આદર કરવો એમાં એકે પક્ષને વાંધો નથી. પણ પરિચય ન હોય, ઓળખાણ ન હોય તો, ગુણ અવગુણ એકે ન જણાય ત્યાં શું કરવું ? “મીએણ વંદામિ' કહી સત્કાર કરવો. દુનિયાદારીની દૃષ્ટિએ વાણીયાને શાહુકાર માની લેવાય પણ વર્તન સામાન્ય થાય-વ્યવહાર સામાન્ય કરાય. એ લાખની હુંડી