________________
(ટાઈટલ પાન ૪નું અનુસંધાન) તાપસપણાની સ્થિતિ અંગીકાર કરી ભગવાનનું ધ્યાન કરતાં ફળફૂલનો આહાર કરી વનવાસ સેવવો પડયો. આવી સ્થિતિ ભવિષ્યના સાધુઓની ન થાય, કિન્તુ સાધુપણાની સ્થિતિ અક્ષયપણે ભવિષ્યના સાધુઓ રાખી શકે એવું પાત્રદાન આ દિવસે જ પ્રવત્યું. શ્રેયાંસકુમારે જો કે સાધુપણું, સાધુઓનું દાન કે તેની રીતિ તે અયોધ્યામાં કે બીજી કોઇપણ જગા જોયાં કે જાણ્યાં ન હતાં પણ તેને જાતિસ્મરણથી જ પોતાનો અને ભગવાનનો ઘણા ભવનો સંબંધ જાણ્યો અને તે જ સંબંધ આ અક્ષયતૃતીયાને દિવસે દાન દઇ, તેના પ્રભાવે ભવિષ્યમાં આત્માને ઉન્નત કરી અવ્યાબાધપદ મેળવતાં ભગવાનની સાથેનો સંબંધ અક્ષય થવાનો નક્કી કરી અક્ષયતૃતીયાપણું સ્થાપ્યું. જગતમાં પહેલા પરમેશ્વર ભગવાન ઋષભદેવજી તેમનું પહેલું પારણું, જગતમાં પ્રથમ દાતાર શ્રેયાંસકુમારજી. તેમના દાનનો દિવસ. ઉત્તમ દેવવસ્તુ તરીકે ગણાયેલો શેરડીનો રસ. તેના દાનનો દિવસ તે અક્ષયતૃતીયાનો દિવસ.
આ આખી ચોવીસીમાં વસુધારાદિક પાંચ દિવ્યને પહેલ વહેલાં પ્રગટ થવાનો દિવસ તે અક્ષયતૃતીયા. ૬ સૌથી પહેલા એવા રાજા ભગવાન ઋષભદેવજી હોવાથી પ્રથમ રાજર્ષિના પ્રથમ પારણાનો દિવસ
તે અક્ષયતૃતીયા. ૭ વ્યવહારમાં આવેલા તે વખતના સકળ દેશોના રાજાઓના પિતાના પહેલા પારણાનો દિવસ તે
અક્ષયતૃતીયા. ૮ પ્રભુના અનાહારપણાને લીધે સંતપ્ત થયેલા સફળ દેશના પ્રજાજનોને સાંત્વન આપનાર
અક્ષયતૃતીયાનો દિવસ. ૯ શુદ્ધ દેય વસ્તુનો તીર્થંકર મહારાજ જેવા શુદ્ધતમ પાત્રમાં શ્રેયાંસકુમાર સરખા શુદ્ધ ભાવવાળાને
હાથે દાન થવાનો દિવસ તે અક્ષયતૃતીયા. ૧૦ અક્ષય ફળને દેનાર એવા સુપાત્ર દાનને પ્રવર્તાવનાર દિવસ તે અક્ષયતૃતીયા. ૧૧ સુર, અસુર દાનવ અને નરેન્દ્રોને પણ દાનથી પહેલ વહેલાં આનંદિત કરનારો દિવસ તે
અક્ષયતૃતીયા. ૧૨ પહેલા ભગવાન, પહેલું દાન, પહેલો દાતાર અને પહેલ વહેલાં દેયનો સુપાત્રમાં ઉપયોગ થવાનું
જે દિવસે થયું તે દિવસનું નામ અક્ષયતૃતીયા.
આવી રીતે ઉત્તમોત્તમ તરીકે ગણાયેલા અક્ષયતૃતીયાના દિવસનો પારણાને અંગે લાભ લેવા વર્ષીતપ કરનારા અને તેના સંબંધીઓ જ્યાં જ્યાં ભગવાન ઋષભદેવજીનું શ્રી સિદ્ધાચલજી, શ્રી કેશરીયાજી, શ્રી અયોધ્યાજી વિગેરે સ્થાને તીર્થ છે ત્યાં ત્યાં જાય છે, અને તે અક્ષયતૃતીયાને દિવસે ચૈત્ર વદિ ચૌદશને દિવસે ઉપવાસ લેવાથી કેટલાક તપસ્વીઓને ચાર ઉપવાસ ચાલુ વર્ષીતપમાં પણ કરવાના થાય છે, અને તે પારણામાં પણ માત્ર શેરડીનો રસ અગર તેની દુર્લભતા હોય તો માત્ર સાકરના પાણીથી જ પારણું કરવામાં આવે છે. આવી તપસ્યાની, છેલ્લા ઉપવાસોની અને પારણાની સ્થિતિ દેખીને સર્વ ભાગ્યશાળી જીવો તો અંતઃકરણથી તે પર્વની અને તે તપસ્વી વિગેરેની અનુમોદના જ કરે, અને તે અનુમોદનાદ્વારાએ તથા તપસ્વીઓની ભક્તિ, ત્રિલોકનાથ તીર્થંકરની પૂજા, ભક્તિ અને સાધર્મિક વાત્સલ્ય કરવા સાથે અક્ષયતૃતીયાના દિવસે આત્માને અક્ષયફળ મેળવવા માટે લાયક બનાવે.