________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૧૦-૩૪ જન્મથી ઉત્તમતા. તલાટીપણાની સ્થિતિ.
હવે તે નયસારના ભવમાં સમ્યકત્વ પામવા પહેલાં પણ તે આત્મા કેવો પરોપકાર દૃષ્ટિવાળો છે તે વિચારીએઃ- જો કે શાસ્ત્રકારો ચોખ્ખા શબ્દોમાં વરઘોધિત મા... પરાર્થોદ્યત પત્ર હિ એવા અષ્ટકજીના વચનથી તેમજ લલિતવિસ્તરામાં જણાવેલા પાર્થવ્યસનિનઃ ૩૫ર્નની તસ્વીથ એ વિગેરે જણાવેલા વચનોથી બોધિલાભ થયા પછી તો જરૂર દરેક તીર્થકરો પરાર્થ એટલે પરહિત કરવાના વ્યસનવાળા જ એટલે તે વગર ચેન જ પડે નહિ એવી સ્થિતિવાળા અને સ્વાર્થને ગૌણ કરવાવાળા જ હોય છે, પણ ભગવાન મહાવીર મહારાજ તો સમ્યકત્વ પામવા પહેલાં પણ પરાર્થના વ્યસનવાળા હતા એમ નયસારના ભવમાં તેઓશ્રીને સમ્યકત્વ પ્રાપ્ત થવાની પહેલાંની અવસ્થા વિચારતાં સ્પષ્ટ માલમ પડી આવે છે, કેમકે શાસ્ત્રને જાણનાર અને ભગવાન મહાવીર મહારાજના ચારિત્રને સાંભળનાર દરેક મનુષ્યને એ યાદ હશે કે તે નયસાર એક ગામના તલાટી હતા, અને તે તલાટીપણું છતાં તેઓ પરોપકારમાં પ્રવૃત્ત થાય તે જ નવાઈ જેવું છે, કેમકે જેઓને ગામડાઓના તલાટીઓની દશાનો અનુભવ હશે તેઓ સ્પષ્ટપણે સમજી શકશે કે ગામડાના અજ્ઞાન અને મજૂરવર્ગની સાથે સતત વ્યવહાર કરવાનો હોવાથી તેમજ દરેક સ્થાને રાજાની આવકને જ વધારવાની લેહ લાગેલી હોવાથી અને સાથે ગરીબવર્ગ પાસેથી પણ પોતાની નિર્વાહ માટેની આજીવિકા કાઢવાની હોવાથી તે તલાટીના મગજની કેવી ચક્રમદશા હોય અને તેના વચનોમાં કેવી ઉદ્ધતાઈ હોય એ અનુભવ કરનારાઓને સહેજે માલમ પડે તેમ છે, તો એવી દશામાં જે પદવી રહેલી છે તેવી પદવીએ ભગવાન મહાવીર મહારાજા નયસારના ભવમાન રહ્યા હતા અને તેવી પદવીમાં આગળ જણાવીશું તે પ્રમાણે પરોપકારની બુદ્ધિ થવી તો અસંભવિત નહિ તો દુઃસંભવિત તો જરૂર માનીએ, છતાં તે આત્માની સ્વાભાવિક ઉત્તમતા હોવાને લીધે તેવી પદવીમાં પણ પરોપકાર કરવાની વૃત્તિ થઈ છે તે તેમના પરાર્થ વ્યસનીપણાના સ્વભાવને જ આભારી છે, અને પરાર્થ વ્યસનીપણું તેમજ સ્વાર્થનું ગૌણપણું હોવાથી જ તેવી તલાટીની પદવીમાં રહેલો પણ તે નયસાર લાકડાં સરખી ચીજ પણ ગરીબો ઉપર ત્રાસ કે વેઠરૂપે નહિ લેતાં પોતે જ પોતાના લાકડાં માટે જંગલમાં પ્રવાસ કરે છે. ઉપલક દૃષ્ટિએ વર્તમાન જમાનાના ગામડાના તલાટીઓને દેખનારા મનુષ્યોને આશ્ચર્ય થાય છે કે ગામના તલાટી થઈને લાકડાં લેવા માટે બહાર કેમ જાય? પણ તીર્થકરના આત્માઓના સ્વભાવને સમજનારા મનુષ્યો સ્પષ્ટપણે સમજી શકશે કે બાળવાને જોઈતા લાકડાં જેવી ચીજ પણ તે નયસાર તલાટી તીર્થકરનો જીવ હોવાથી ગરીબોના લોહીથી ખરડાયેલી લેવા માગતો ન હતો. યાદ રાખવું કે ભક્તિભાવથી કે ઉલ્લાસથી અપાતી ચીજો એ લોહીથી ખરડાયેલી નથી, પણ જે ચીજો ગરીબ