________________
૨૪૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૩-૩૫ શ્રોતાને ભવોદધિથી તારવારૂપી પરોપકાર માટે કેવળ કટિબદ્ધ રહેવું એ કેટલું બધું મુશ્કેલ છે એ તો દરેક વાચક સહેજે સમજી શકે તેમ છે. સામાન્ય રીતે સામાન્ય શ્રોતાજનોને ઉત્તમ માર્ગ ઉપર ચાલનારા મુનિઓની પ્રશંસા કરી, ઉત્તમ મુનિઓની સેવામાં દોરવા અને પોતાની ઉતરતી સ્થિતિ શ્રોતાની પૃચ્છા વગર પણ જાહેર કરી, પોતાની સ્થિતિથી વિમુખ કરવા તત્પર રહેવું એ મુશ્કેલ છે, તો પછી રાજકુમારાદિ જેવા મહદ્ધિક અને શાસનને શોભાવવા સાથે તેના ગુરુને અને તેના મતને શોભાવનાર પુરુષો શ્રોતા તરીકે આવ્યા હોય અને તેવા રાજકુમારાદિ મહદ્ધિકો જ્યારે પોતાના મતમાં દાખલ થવા માગતા હોય ત્યારે અન્ય ઉત્તમ માર્ગે ચાલનારા મુનિઓની પ્રશંસા કરીતે મહદ્ધિક રાજકુમારાદિકને હંમેશને માટે પોતાથી સંબંધ વગરના કરી, તે ઉત્તમ માર્ગે ચાલનારા મુનિઓની પાસે મોકલવા તે પરોપકારને માટે કેટલો સ્વાર્થનો ભોગ છે તે સમજવું મુશ્કેલ નથી.
વળી મહદ્ધિક એવો રાજકુમાર દેશનાથી ઉત્તમ માર્ગે જવાને માટે તૈયાર થયો હોય તેને તીર્થકર મહારાજે પ્રરૂપેલા સાચા માર્ગે ચાલનારા મહાપુરુષોની જ ઉત્તમતા છે એમ જણાવવા સાથે પોતાના માર્ગમાં કોઇપણ પ્રકારે ઉત્તમતા નથી પણ અધમતા જ છે અને તેથી આ મારો માર્ગ, મારા જેવા પાપી આત્માને માટે જ લાયક છે એમ સૂચવી મહાપુરુષો પાસે ઉત્તમ માર્ગ ગ્રહણ કરવાને માટે મોકલે, છતાં તે રાજકુમારની કોઈ તેવી જ ભવિતવ્યતા હોવાને જ લીધે તે રાજકુમારને તે ઉત્તમ માર્ગ જેમ કાગડાને દ્રાક્ષ રૂચે નહિ તેવી રીતે રૂચે નહિ, અને તે જ પાછો અધમમાર્ગમાં પ્રવર્તેલા ઉપદેશક પાસે આવે, અને ભગવાન તીર્થકર મહારાજે નિરૂપણ કરેલો અને ભવભીરૂ સંવિગ્ન મહાત્માઓએ આચરેલો જે માર્ગ તમે જણાવ્યો છે તે મને રૂચતો નથી એમ સ્પષ્ટપણે જાહેર કરી તે અધમમાર્ગે રહેલા ઉપદેશકનો શિષ્ય થવા પોતાની ઈચ્છા જાહેર કરે, તે વખતે તેવા રાજકુમારની ઇચ્છાને ન અનુસરવું અને લોભ તથા માનની ઇચ્છામાં ન તણાવવું પરંતુ ફરી પણ સ્પષ્ટપણે તે ઉત્તમ માર્ગને લેવા માટે તૈયાર કરેલા રાજકુમાર જેવા શ્રોતાની આગળ તે તીર્થકર ભગવાનના માર્ગની અને તેને અનુસરનારા મહામનિઓની જ ઉત્તમતા જાહેર કરવાપૂર્વક પોતાની અધમતા સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી તે રાજકુમાર શ્રોતાને તેની મરજી વિરુદ્ધ પણ ઉત્તમ માર્ગનું આચરણ કરવા ઉત્તમ મુનિઓ પાસે મોકલવો એ એક અસંભવિત નહિ તો દુઃસંભવિત તો જરૂર જ છે.
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે કેટલાક ગ્રંથકારોના કહેવા પ્રમાણે આ કપિલ નામના રાજકુંવરનું ઉપર જણાવેલું વૃત્તાંત ભગવાન શ્રી ઋષભદેવજીની હયાતિમાં બનેલું છે, અર્થાત્ એ વચન પ્રમાણે એમ કહી શકાય કે તે મરીચિ પરિવ્રાજકનો ઉપદેશકપણાનો પ્રભાવ એટલો બધો વિચિત્ર હતો કે જે પ્રભાવમાં અંજાયેલો કપિલ નામનો રાજકુમાર સાક્ષાત્ તીર્થકર ભગવાન ઋષભદેવજી અને તેમના