SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ શ્રી સિદ્ધચક્ર તા. ૨૦-૩-૩૫ વિચાર કરતાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની સ્નાત્રાદિકકારાએ પૂજન કરતાં તે મહાપુરુષોનું પરોપકાર નિરતપણું ચિંતવવાપૂર્વક કરાતું પૂજન પણ દ્રવ્યપૂજન તરીકે વિચારતાં વર્તમાન શાસનના માલિક ભગવાન મહાવીર મહારાજનું પહેલાના ભાવોમાં પ્રવર્તેલું પરોપકારિપણું વિચારતાં મરીચિન ભવમાં પરિવ્રાજકપણું લીધા પછી પણ તેઓ કેટલા બધા જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા માર્ગની તરફ અભિરૂચિવાળા હતા અને તે દ્વારા જ પરિવ્રાજક્ષણામાં પણ અન્ય જીવોને ઉપકાર કરવામાં તત્પર થયેલા હતા, કેમકે સામાન્ય રીતે જિનેશ્વર મહારાજના માર્ગના વેષને ધારણ કરનારા જીવો પણ જ્યારે પાસત્થા, ઓસન્નાદિ કગુરુપણાની સ્થિતિમાં જઈ પડે છે ત્યારે તેઓને અન્ય સંવિગ્ન આચારવાળા અપ્રતિબદ્ધ વિહારીઓનું સન્માન સહન થવું મુશ્કેલ પડે છે અને ઈર્ષાના આવેશમાં તેઓ સંવેગીના આચારને શાસ્ત્રથી વિરુદ્ધપણે જણાવવા કે લોકોને આચરવા યોગ્ય નથી અગર માયાચાર છે વિગેરે કહી સન્માર્ગની નિંદા કરે છે, અને પોતાની પાસે સન્માર્ગ શ્રવણ કરવાની બુદ્ધિએ આવેલા મુમુક્ષુ જીવોને તે સંવેગીઓના સન્માર્ગથી દૂર રાખવાના જ સતત પ્રપંચો કરે છે, એટલું જ નહિ પણ પોતાના અંગીકાર કરેલા અનાચારો શાસ્ત્રથી વિરુદ્ધ અને ભવોદધિમાં ડુબાડનારા છતાં તે અનાચારોને સદાચાર તરીકે ગણાવવા તનતોડ મહેનત કરે છે. આવી વેષધારી પાસત્કાદિકોની સ્થિતિને જાણનારો અને વિચારનારો મનુષ્ય મરીચિકુમાર પરિવ્રાજક થયો છતાં પણ જે સન્માર્ગની જ મહત્તા પોતાના શ્રોતા આગળ સ્પષ્ટપણે જાહેર કરે છે અને શ્રોતા શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિવાળો થઈને જ્યારે ઉચ્ચત્તમ માર્ગે આવવા માટે તૈયાર થાય અને તે મરીચિ પરિવ્રાજકની પાસે જ ત્યાગમાર્ગ ગ્રહણ કરવા માગે તે વખતે જો આ મરીચિ યથાર્થ પ્રરૂપણા અને પરોપકારની પરમ કોટિએ ન પહોંચેલો હોત તો જે સ્થિતિ મરીચિએ જાળવી તે સ્વપ્ન પણ બીજાથી જાળવી શકાત નહિ. પ્રાચીનકાળની હકીકતનો તો આ લેખક કે વાચકોને એક્ટને અનુભવ ન હોય તે સ્વાભાવિક છે, પણ વર્તમાનનો વર્તાવ જોતાં કોઈપણ સ્થાન એવા વર્તાવવાળું જોવામાં આવ્યું નથી કે આવવાનો સંભવ પણ નથી કે જે મનુષ્ય ત્યાગી થયા પછી ત્યાગમાર્ગને યથાર્થ રીતે ન પાળી શક્યો હોય અને પોતાની અશક્તિના કે પતિત પરિણામના કારણથી સાધુપણાના શુદ્ધ આચારોને ન પાળતાં હીનઆચારપણાને પાળતો હોય, છતાં શાસ્ત્રમાં કહેલા સંવિગ્નપાક્ષિકોની માફક શુદ્ધમાર્ગની જ પ્રરૂપણા કરે એટલું જ નહિ પણ અંગુલિનિર્દેશ કરી અન્ય મહાપુરુષોને જ મહાપુરુષો તરીકે ઓળખાવે. ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ઉપદેશકોએ સર્વધર્મવર્તનનો કે ઉત્કૃષ્ટ ધર્મવર્તનનો પોતામાં જ ઈજારો રહેલો માનવો એ સંવિગ્નપાક્ષિકોને પણ ન શોભે તેવો વર્તાવ છે. સામાન્ય રીતે આત્મ પ્રશંસા એ સજજનોને ઉચિત નથી, ભવાંતરને માટે પણ આત્મ પ્રશંસા તે પ્રશંસકના આત્માને અધમગતિમાં લઈ જનાર હોવાથી કેવળ અહિત કરનારી છે, તો પછી આત્મ પ્રશંસાની સાથે જો પરનિંદાનો પ્રસંગ ઉપદેશક તરીકે ગણાતા આચાર્યો, ઉપાધ્યાયો, પંન્યાસો, ગણિઓ કે મુનિમહારાજાઓ તરફથી હોય તો
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy