________________
૨૩૫
શ્રી સિદ્ધચક્ર
તા.૪-૩-૩૫ ................................................ ••••••••••••••••••••••••••••••••••••••••••••••••• કોઈ પણ પ્રકારે જરૂર જ નથી. લક્ષણાના જહલ્લક્ષણા વિગેરે વિભાગો કરી પૂર્વ મહર્ષિઓએ અન્ય જિંદગીમાં દૂર કરનાર તથા સુખને પ્રાપ્ત કરાવનાર તરીકે જણાવેલો વાચ્યાર્થ નહિ છોડતાં
ભ્યો તથ રસ્યતાનું એ વાક્યમાં જેમ દહીંને ખાઈ જનાર કાગડાથી દહીંનું રક્ષણ કરવાનું છે, અને બીજા પણ કૂતરા, બિલાડા વિગેરે જે દહીંને ખાઈ જનારા છે, તેથી પણ દહીંનું રક્ષણ કરવાનું છે એવું તત્વ હોવાથી અહલ્લક્ષણા નામની લક્ષણો જણાવી લક્ષ્યાર્થ જણાવાય છે, તેવી રીતે અહીં અન્ય જિંદગીમાં થતો દુઃખથી બચાવ અને સુખની પ્રાપ્તિરૂપ ધર્મ શબ્દનો મુખ્યાર્થ સાબીત રાખી જો આ જિંદગીના દુઃખના બચાવ અને સુખના સાધનોને પણ ધર્મ શબ્દના અર્થમાં ગોઠવી જેમ શો વાળા વાક્યમાં દધિને નાશ કરનારા માત્રનો અર્થ લેવામાં આવે છે, તેવી રીતે ધર્મ શબ્દના અર્થમાં પણ અન્ય જિંદગીના દુઃખોને દૂર કરવાના અને સુખોને મેળવવાનું સાધન ધર્મ છે એમ માનવા સાથે આ જિંદગીના દુઃખોને દૂર કરવાનું અને સુખોને પ્રાપ્ત કરવાનું સાધન ધર્મ છે એમ અજહલ્લક્ષણાથી માનવામાં આવે તો કોઈપણ જાતની અડચણ નથી, પણ તેવી રીતે અજહલ્લક્ષણાથી લક્ષ્યાર્થને માનનારો મનુષ્ય કેવળ સત્તાધીશોની સત્તાના દુરૂપયોગ અને અનુપયોગના નિવારણ માટે જ ધર્મનો વાગ્યાર્થ છોડી દઈ માત્ર લક્ષ્યાર્થ માટે જ ઉપયોગ થયેલો છે એમ માનવા તૈયાર થાય જ નહિ. અર્થાત્ આ જિંદગી અને અન્ય જિંદગીમાં રાજા કે રંક, પંડિત કે મૂર્ખ, શ્રીમાન્ કે દરિદ્ર, રોગી કે નિરોગી, મનુષ્ય કે જાનવર દરેકને દુઃખથી બચાવનાર અને સુખ પ્રાપ્ત કરાવનાર જો કોઈ ચીજ હોય તો તે માત્ર ધર્મ જ છે એમ અજહલ્લક્ષણાધારાએ કહી શકાય, પણ સિદ્ધાર્થ શાસ્ત્રમર્થવદ્ મવતિા એ ન્યાયે આ ભવમાં દુઃખોને દૂર કરવાને અને સુખોને પ્રાપ્ત કરવાના સાધનભૂત ધર્મ એ સિદ્ધ થયેલી વસ્તુ છે, એને કોઈપણ પ્રકારે સાધ્યદશામાં મેલી શકીએ તેમ નથી, પણ અન્ય જિંદગીમાં દુઃખોને દૂર કરવા અને સુખોને પ્રાપ્ત કરવાના સાધનરૂપ ધર્મ એ બહુલતાએ સાધ્યદશામાં જ છે, અને તેવા સાધ્યરૂપ રહેલા ધર્મને અસિદ્ધ ગણી તેને માટે શાસ્ત્રકારો ઉપદેશ આપે અને આવતી જિંદગીના દુઃખને નિવારણ કરવા અને સુખને પ્રાપ્ત કરવાના અર્થને જ ધર્મ શબ્દના અર્થ તરીકે જણાવે તો તે સર્વ પ્રકારે યોગ્ય જ છે. આ હકીકત વિચારનારા મનુષ્યને ધર્મના વ્યુત્પત્તિ અર્થમાં અન્ય જિંદગીના દુઃખોને દૂર કરવા અને સુખોને પ્રાપ્ત કરવા એટલે દુર્ગતિ રોકવી અને સદ્ગતિ મેળવવી એ જ અર્થ ધર્મશબ્દના અર્થ તરીકે લીધો તે વિધેયની અપેક્ષાએ છે અને ધર્મસ્યાખ્યાતા નામની છેલ્લી બારમી ભાવનામાં આ જિંદગીના દુઃખોને નિવારવા અને સુખને પ્રાપ્ત કરવાનાં સાધનો મેળવી