________________
(ટાઇલ માના ચોથાનું અનુસંધાન) અનુમોદના સિવાય બીજું હોય નહિ. શાસ્ત્રકારોના કથન મુજબ સમ્યગદર્શનવાળો તે જ જીવ હોઈ શકે કે જે જીવ હિંસા વિગેરે પાંચે આશ્રવરૂપ પાપસ્થાનોને ત્રિવિધ ત્રિવિધ કોટિએ વર્જવા લાયક જ ગણે અને સંસારભરમાં રહેલા સર્વ જીવો એ હિંસાદિ પાપસ્થાનોથી ત્રિવિધ ત્રિવિધ દૂર રહે એવી શ્રદ્ધા અને મૈત્રી ભાવનાવાળો હોય, અર્થાત્ જગતમાં બ્રધરહુડનો પડદો વગાડવા તેજ તૈયાર થયેલો કહેવાય કે જે મનુષ્ય જગતના સર્વ જીવોને હિંસાદિક પાપસ્થાનકોથી વિરમવાનું સર્વદા ચાહે. આટલા જ માટે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી શ્રી યોગશાસ્ત્રમાં મૈત્રી ભાવનાને અંગે વિશ્વહિતની સ્થિતિ જણાવતાં સ્પષ્ટપણે જણાવે છે કે મા વાર્ષીત લોપિનિ xxx ત્રિી નિનાદ અર્થાત્ ચૌદ રાજલોકમાં રહેલો કોઈપણ જીવ પાપ (હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીગમન અને પરિગ્રહ વિગેરે) કરે નહિ એવી જે બુદ્ધિ તેનું નામ જ મૈત્રીભાવના છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે હિંસાદિક પાપસ્થાનકોને વર્જવારૂપ દીક્ષાની વિરૂદ્ધ થવાવાળા કે હલકી ઉપમાઓ આપી દીક્ષાને નિંદનારા અથવા દીક્ષાના દેનાર અને લેનારને યેનકેન પ્રકારે નિંદનારા લોકો જગજીવોના મિત્ર બની શકતા નથી, પણ વાસ્તવિક રીતે તેઓ ત્રિલોકનાથ તીર્થંકરની આજ્ઞાને ઉથાપનાર થવા સાથે શ્રમણકુલ, ગણ અને સંઘની નિંદાદ્વારાએ પ્રત્યનીકતા ધારણ કરવાવાળા હોઈ પોતાના આત્માના શત્રુ બનવા સાથે પરમાર્થની જગતભરના જીવોના શત્રુ બને છે, અને તેથી તેઓ સ્વહિત, પરહિત કે વિશ્વહિત એ ત્રણ હિતોમાંથી કોઈપણ પ્રકારના હિતને સાધી શકતા નથી, છતાં તેવા શાસનના પ્રત્યેનીકો અને તત્ત્વથી વિશ્વના વૈરીઓ પ્રત્યે પણ સર્વજ્ઞ ભગવાનના શાસનને અનુસરનારા જીવોએ તો. તેઓને સર્વજ્ઞ ભગવાનના શાસનનો રસિક બનાવવા અને તેમ ન બને તો તે માધ્યસ્થભાવના લાર્વી ઉપેક્ષા રાખવી તે જ યોગ્ય છે. યાદ રાખવાની જરૂર છે કે દ્રવ્યથી કે ભાવથી અગર દ્રવ્ય, ભાવ ઉભય પ્રકારે પણ હિંસાદિક પાપસ્થાનોનો ત્યાગ કરવો એ જ જીવોને માટે હિતકારી માર્ગ છે.