SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ જાહેર ખબર સાહિત્ય રસિક વર્ગ વર્ષો થયાં જેને માટે તરસી રહ્યો હતો અને મૂળ કિંમતથી ચાર ચાર અને છ છ ગુણી કિંમતે પણ જેને મેળવી શકતો ન હતો તે સર્વ આગમો અને અંગોમાં પ્રથમ સ્થાન તરીકે ગણાતો, આચાર્યોના મૂળ સ્થાન તરીકે ભગવાન નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જેને ગણાવ્યો છે એવો બ્રહ્મચર્યશ્રુતસ્કંધના નામે પંચાંગીમાં પ્રસિદ્ધિ પામેલો ધર્મ કથાદિક અનુયોગોના ફળ અને સાધ્યરૂપ જે ચરણકરણાનુયોગ તેને સવિસ્તર નિરૂપણ કરનાર, જેના અધ્યયન સિવાય બીજા અંગોના અધ્યયનમાં સૂત્રકાર મહર્ષિઓએ પ્રાયશ્ચિત નિરૂપણ કરેલું છે એવા શ્રી આચારાંગ અંગનું પ્રકાશન આ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિ દ્વારાએ સુરત નિવાસી શેઠ છગનલાલ ફૂલચંદ હજારની આર્થિક મદદથી કરવામાં આવેલું છે. હર્ટફોડેશિયર લેજર જાતના ઉંચા બ્યુ કાગળમાં નિર્ણયસાગર પ્રેસના ટાઈપમાં શ્રી આરામોદય સમિતિએ છપાવેલા આ સૂત્રની કોપી ટુ કોપી તરીકે સારી રીતે સુધારીને કરેલું છે. સાહિત્ય રસિકો અમૂલ્ય વખત ચૂકશો નહિ. શ્રી આચારાંગસૂત્રમ્ (પ્રથમ ઃ સ્કંધ :) શ્રી ભદ્રબાહુસ્વામીકૃત નિર્યુક્તિયુતમ્ શ્રી શીલાંકાચાર્યવૃત વિવરણ સમેતમ્ લેજર પેપર ઉપર છપાયેલાની | કિંમત રૂા. ૫-૦-૦ લેજર પેપરનું તોલ વધવાથી ટપાલમાં મંગાવવી, મોકલવી ઓછી ફાવે છે તથા વિહારમાં વાંચવા માટે સાથે રાખી શકાતી નથી એવી કેટલાક સુજ્ઞ મહાશયોની ફરિયાદ દૂર કરવા જામનગર નિવાસી શેઠ પોપટભાઇ ધારશીભાઇ તરફથી તેમની પત્ની અ. સૌ. ઉજમબાઇના ઉજમણા નિમિત્તે છપાવેલી ચાલુ કાગળની પ્રતો જેવી માત્ર પચાસજ નકલો વેચાણમાં રાખી છે, જેની કિંમત રૂા. ૩-૮-૦ છે. પ્રાપ્તિસ્થાન : જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત. તા.ક. - ડિપોઝીટ ભરનારાઓએ પોતાની બ્યુ કાગળ ઉપરની નકલ મંગાવી લેવી. આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy