________________
૧૬ ૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫ કે મળેલું તે બધું મેલવાનું જ છે, અને જ્યારે આ જીવનમાં મેળવેલી કે મળેલી બધી વસ્તુ મેલી જ દેવાની છે, તો પછી ભવિષ્યના ભવનું સુંદર જીવન અને તેના નિર્વાહના સાધનો મેળવવાની ચિંતા પરભવની હયાતી માનનારા હરકોઈ મનુષ્યને પણ થાય તે સ્વાભાવિક જ છે. હિંદુ શબ્દની વ્યુત્પત્તિ,
જો કે પરભવની ધ્યાતી માનવામાં જગતમાં જાણીતા થયેલા વર્તમાન જનોમાં બે ભેદો પડે છે. એક ભેદ એવો છે કે જેઓ વર્તમાન જીવનમાં આચરેલાં કર્તવ્યોના ફળ તરીકે કયામત કે ન્યાયને દિવસે મળતી બહેરૂ (સ્વર્ગ) કે દોઝખ (નરકની)ની ગતિ થવી માને છે પણ તે બહસ્ત કે દોઝખના જીવન પછી અન્ય જીવનો માનવા માટે તેઓ તેઓના ધર્મશાસ્ત્રો તેઓના ધર્મપ્રરૂપકો સર્વથા ચુપકીદી ધારણ કરી રહેલા છે, એટલું જ નહિ પણ માનમાં અંધ બનેલો આંધળો રૂપરંગની વાત કરનાર ઉપર જ રોષ કરે તેવી રીતે તે કેવળ બહેરૂ અને દોઝખને માનનારાઓ પોતાના મતમાં અંધ થઈ જીવનું અનેક ભવમાં હિંડવું (ભટકવું) માનવાવાળા હિંદુઓ તરફ અત્યંત તિરસ્કારની નજરથી જુએ છે, અને તે હિંદુ શબ્દ તરફ ધિક્કાર વરસાવવા માટે તે હિંદુશબ્દનો અર્થ જ કાફર એવો કરવા લાગ્યા. એક વર્ગ જ્યારે આવી રીતે કેવળ એક ભવ માનવામાં લીન થયેલો છે ત્યારે બીજો વર્ગ કે જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે આત્માને એક ભવથી બીજે ભવે હિંડવાવાળો (ભટકવાવાળો) માની આત્માને હિંદુ નામથી ઓળખે છે (જાઓ ભગવતીજી સૂત્ર શતક ૨. ઉ. ૨) અને તેવા હિંદુ આત્માને માનવાવાળા જનો પોતે જ હિંદુ તરીકે ઓળખાવા લાગ્યા આ જ કારણથી જૈન, શૈવ, વૈષ્ણવ, બૌદ્ધ વિગેરે સમગ્ર અનેક ભવ માનવાવાળો સમુદાય હિંદુ તરીકે ઓળખવા લાગ્યો અને તે જ કારણથી આ હિંદુસ્તાનમાં રહેવાવાળા મનુષ્યો અનેક ભિન્ન ભિન્ન મતવાળા છતાં પણ એક હિંદુ કોમ તરીકે ઓળખાવા લાગ્યા. જો કે વર્તમાનમાં કેટલાકોની કલ્પના સિંધુ નદી સિંધુસ્થાન શબ્દ મૂળમાં લઈ હિંદુસ્તાન એવો શબ્દ બનાવે છે. જો કે એવી રીતે સિંધુ નામથી ગોઠવણ કરી લેષની માત્રા ઘટાડવા માટે ઐદંયુગિનોએ પ્રયત્ન કર્યો છે, પણ સિંધુ નદી સિવાય બીજા દ્વારાએ પૂર્વપશ્ચિમ કે ઉત્તરદક્ષિણમાં હિંદુઓ કે ઇતરોની જાવડઆવડ ન હતી એમ માની શકાય તેમ નથી અને તેવું માનવાનો પુરાવો પણ નથી. હિંદુસ્તાનની બહાર ચારે બાજુ રહેવાવાળી વસતિ આત્માના અનેક ભવોને માનવાવાળી ન હતી અને માત્ર હિંદુસ્તાનમાં રહેવાવાળી વસતિ જ આત્માના અનેક ભવાંતરોને માનવાવાળી હતી અને છે. આ બધું કહેવાનું તત્વ એટલું જ છે કે વર્તમાન જગતમાં વર્તતો જનસમુદાય આ જિંદગી સિવાયની અન્ય જિંદગીની હયાતિ તો માને જ છે, અને ભવિષ્યની જિંદગીની એકલી હયાતિ જ માને છે, તેમ નહિ પણ ભવિષ્યની જિંદગીની સુંદરતા અને અસુંદરતા પણ માને જ છે. જ્યારે વર્તમાન જનસમુદાય ભવિષ્યની સુંદર અને અસુંદર બે પ્રકારની સ્થિતિ માને છે, ત્યારે પરમાત્માના માર્ગની શ્રધ્ધાવાળા જનસમુદાયની માફક, વર્તમાન જગતનો સમગ્ર જનસમુદાય પણ ભાવિ પોતાની જિંદગી અસુંદર ન થતાં સુંદર થાય એવું ઇચ્છે તે દ્વાભાવિક છે, પણ તે ભવિષ્યની જિંદગી સુંદર મળે અને અસુંદર ન મળે તે તેના આ ભવના કર્તવ્ય ઉપર જ આધાર રાખે છે, અને તે સુંદર જિંદગીને મેળવી આપનાર કે અસુંદર જિંદગીને દૂર કરનાર