________________
૧૫૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
તીર્થકર ઋદ્ધિની મહત્તા મરીચિકુમારે ધારી હતી એ સંબંધી સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી એમ પણ કહી શકાય કે ચક્રવર્તીપણાની ઋદ્ધિ જે જગત જનોમાં પરમ ઉત્કૃષ્ટ ઋદ્ધિપણે ગણાય છે તે ઋદ્ધિના ભોગવનારને જો કે સંતોષ આપનારી છે પણ તે ચક્રવર્તી જેવી ઋદ્ધિનો મહાન ભોગવટો અન્યને કોઇપણ અંશે ઉપકારક થતો નથી. અર્થાત્ ચક્રવર્તીની ઋદ્ધિનો ભોગવટો કરનાર જીવ માત્ર પોતાના આત્માને મહાન ઋદ્ધિનો ભોક્તા માને છે પણ તે ઋદ્ધિ એક અંશે પણ જગતના જીવોને ઉપયોગી થતી નથી. ત્યારે આ તીર્થકરપણાની ઋદ્ધિ ભોગવનાર મહાપુરુષ સામાન્ય વ્યંતર, ભવનપતિ કે જોતિષ્ક જ નહિ પણ વૈમાનિક સરખા સર્વોત્કૃષ્ટ દેવતાઓ પોતાના નાયકો સાથે હજારો વખત સેવામાં હાજર થાય, તો પણ તે ત્રિલોકનાથ ભગવાન તીર્થકરોના એક રૂંવાડામાં પણ તે ચારે નિકાયના દેવતાઓ અને તેમના ઇંદ્રોની સેવાના ભોગવટાનો આનંદ કે અભિમાન હોતો નથી. ચક્રવર્તીઓને પોતાની ઋદ્ધિના ભોગવટાનો કેવો આનંદ અને અભિમાન હોય છે તે સમજવાની ઇચ્છાવાળાએ સ્નાન માટે તૈયાર થયેલા સનતકુમાર ચક્રવર્તીના બે દેવતા પ્રત્યે કહેલા રાજસભામાં આવીને રૂપ ઋદ્ધિ જોવાના વચનો યાદ કરવા. આવી રીતે જ્યારે ચક્રવર્તીપણાની ઋદ્ધિ માત્ર ઉદરંભરિપણાના દૂષણથી દૂષિત છે, ત્યારે ત્રિલોકનાથ તીર્થકરની ઋદ્ધિ એક અંશે પણ ઉદરંભરિપણાના દોષવાળી નથી. શાસ્ત્રદૃષ્ટિએ જોનારા શાસ્ત્રચક્ષુઓને એ વાત સ્પષ્ટ માલમ હશે કે તે તીર્થંકરપણાની ઋદ્ધિ આત્મભરિઓને મળતી જ નથી, પરંતુ જેઓ જગતના જીવોને નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિ કરાવવાના વિચારોમાં ઓતપ્રોત થયેલા હોય તેવા જ ભાગ્યશાળી જીવોને જ જગતના જીવોને તે નિગ્રંથ પ્રવચનના શ્રદ્ધા, પ્રતીતિ અને અભિરૂચિના હેતુ તરીકે તે ઋદ્ધિ મળે છે, અને તેથી જ શાસ્ત્રકાર મહારાજાઓ અરિહંત નામકર્મનું ફળ સ્વાગત શ્રમને વિચાર્યા વગર ધર્મદેશના દેવા આદિ દ્વારા જણાવે છે. અર્થાત્ દેવદાનવ વગેરે ત્રિલોક તરફથી થતી પૂજા અને માન્યતા એ તીર્થંકર નામકર્મને લીધે છે છતાં પણ તે પૂજાને આદિ શબ્દથીઃ ગણપદમાં રાખી મુખ્યસ્થાન નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ સમગ્ર જગતના જીવોને કરાવે એવી અર્ધમાગધી ભાષા દ્વારા એ કરાતી પ્રતિદિન આત્યંત પ્રહરની ધર્મદેશના જ પામે છે, એટલું જ નહિ પણ શ્રી દશાશ્રુત સ્કંધ અને પંચાલકજીના જણાવ્યા પ્રમાણે દેવદાનવ આદિ ત્રિજગજનની પૂજાની મહત્તાને ગણી તેને મેળવવાની ઈચ્છાવાળો થયેલો મનુષ્ય અરિહંતાદિક વીશ સ્થાનકોની તપદ્વારા એ જગત માત્રના જીવોના ઉદ્ધાર માટે આરાધના કરે તો પણ તીર્થંકર નામકર્મ બાંધી શકે નહિ કે તીર્થંકરપણે મેળવી શકે નહિ. આટલા જ માટે તીર્થંકરપણાની દેવપૂજાદિક ઋદ્ધિની અભિલાષાને શાસ્ત્રકારોએ નિયાણા તરીકે ગણેલી છે. અર્થાત્ પૂર્વાપર વિચાર કરનારા મનુષ્યો સ્પષ્ટપણે જોઈ શકશે કે તીર્થકરપણાની ઋદ્ધિના કારણભૂત જિન