________________
૧૪૮
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૯-૧-૩૫
શરીરથી અનુષ્ણ પ્રકાશરૂપ મરીચિ (કિરણો) નીકળે તેમાં કુદરતને કારણે માનતાં વિરોધનો અંશ પણ દેખાતો નથી ગમે તેમ, મરીચિ (કિરણો) નો પ્રચાર થયો હોય પણ તે કિરણોના પ્રચારને જ લીધે તે કુંવરનું મરીચિ એવું નામ સ્થાપન કરવામાં આવ્યું એ હકીકત શાસ્ત્રદાને અજાણમાં રહેલી નથી.
પૂર્વે જણાવેલા ગર્ભગૃહમાં જન્મ વખતે કિરણો મૂકવાથી સ્થપાયેલા મરીચિ નામવાળા કુંવરને, પોતાના પિતાની ઋદ્ધિનો ભોગવટો અવ્યાબાધપણે હોવાથી તે કુંવરને પણ પિતાનું ચક્રવર્તીપણું હોવાથી ચક્રવર્તીદ્ધિના ભોક્તા કહેવામાં અડચણ જણાતી નથી. શાસ્ત્રોમાં સંભળાય છે કે સગર ચક્રવર્તીના ભગીરથ વિગેરે પુત્રોએ ચક્રવર્તીના દંડ, રત્નાદિનો ઉપયોગ યથેચ્છપણે કરેલો છે, તે જ પ્રમાણે ભરત ચક્રવર્તીના મરીચિ વિગેરે પુત્રો પણ સેનાની રત્ન, જેમ અશ્વરત્ન વિગેરેનો ઉપયોગ કરે છે તેવી રીતે યથેચ્છપણે ઉપયોગ કરનારો હોઈ મરીચિકુમાર ચક્રવતઋદ્ધિનો યથાર્થ ભોક્તા ગણાય તેમાં આશ્ચર્ય નથી. એ હિસાબે ચૌદ રત્ન, નવ નિધાન અને છ ખંડની ઋદ્ધિનો ભોગ લઈ શકનાર એવો મરીચિકુમાર ભગવાન યુગાદિદેવના સમવસરણમાં આવે છે, અને તેમની તીર્થકરપણાની ઋદ્ધિને દેખે છે, ત્યારે તે મરીચિકુમારને તે ચક્રવર્તીની ઋદ્ધિ અસાર લાગે છે, અને તીર્થંકરપણાની ઋદ્ધિને જ અદ્વિતીયપણે ગણે છે, અને તેવી અદ્વિતીય ઋદ્ધિ ભગવાન યુગાદિદેવની પાસે જ છે, અન્ય કોઈની પણ પાસે નથી, એવી વિચારસરણીમાં વહન કરતો. મરીચિકુમાર ચક્રવર્તીપણાની છ ખંડની ઋદ્ધિના ભોગને જલાંજલિ આપી, તીર્થકરઋદ્ધિના દર્શનમાત્રથી પણ આત્માને કૃતાર્થ થવાનું માનવા લાગ્યો, જો કે યુવકદશાના પરિપક્વ મનોવિજ્ઞાનને પામેલો, સપુરુષોના સમાગમમાં રહેલો યુવક જગતમાં થયેલા અનેક અનુભવો વિગેરેથી યુવાનદશાને વીજળીના ઝબકારા જેવી ચંચળ માને, લક્ષ્મીની લાભદશાની તીવ્રતા હોય તો પણ પવનથી આંદોલતી ધજાની માફક લક્ષ્મીમાત્રને ચપળ માને, મનુષ્યજીવન કે જેની ઉપર સમગ્ર કંચન, કામિની, કુટુંબ અને કાયા વિગેરેનો આધાર છે, તેને નદીના પૂરના પ્રવાહ જેવું ચંચળ માનવા સાથે વ્યાધિની પ્રચુરતા, જરાની અપ્રતિતતતા અને મૃત્યુનું અપ્રતિકાર્યપણું માને તે સ્વાભાવિક જ છે. ભરત મહારાજા જેવા અસ્થિમજ્જામાં ધર્મથી રંગાયેલા અને પરલોકની પ્રધાનતાએ જીવન જીવનારાના વંશમાં જીવનનિર્વાહ કરનાર કુંવરને તેવા અનિત્યાદિકના સંસ્કારો થાય અને તેવા વિચારો આવે તે ઘણું જ સંભવિત છે. કુમારદશામાં રહેલા તે મરીચિને ભગવાન યુગાદિદેવની
તીર્થકરપણાની ઋદ્ધિ દેખીને જરૂર લોકોત્તર માર્ગની મહર્થિક્તા અને ઉત્તમતા સ્પષ્ટપણે સમજાઈ * અને તેથી લૌકિપણામાં મુખ્ય ગણાતી એવી ચક્રવતીપણાની ઋદ્ધિને છોડવા તૈયાર થયો.
શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે ભગવાન યુગાદિદેવનું ઈંક્ષાકલ્યાણક (દીક્ષા) થયા પછી યુગાદિદેવની જનની, માતા મરુદેવી પોતાના પુત્ર યુગાદિદેવની શ્રમણદશામાં રહેલી કષ્ટમય દશાને