________________
૧૧૭
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪ ૧૧ જે મુનિરાજ આઠ વર્ષની લઘુવયે માતાને પૂછયા સિવાય છાનામાના શહેરમાંથી નાસીને કઈ
કોશ દૂર રહેલા શહેરની બહાર અચાનક શ્રમણ બનેલા પિતાને જ મળે તેવી અનુકૂળ
સામગ્રીવાળા મુનિરાજ મનકને મનાક્ કેમ કહેવાય ? ૧૨ જે મુનિરાજ લઘુ ઉંમરમાં નહિ ઓળખેલા એવા પણ શહેરની બહાર મળેલા શ્રમણ ભગવંત
થયેલા પિતાને વંદન કરવાને ભાગ્યશાળી થાય તે મુનિરાજ મનક મના કેમ કહેવાય ? ૧૩ જે મુનિરાજની જિજ્ઞાસા પોતાના શ્રમણ ભગવંત એવા પિતાને મળવાની હોવાથી વાસ્તવિક રીતે
પિતા છતાં પણ તેમને પિતા તરીકે નહિ જાણવાથી મારા પિતાને તમે ઓળખો છો ? એવો પ્રશ્ન કરી પિતાની પાસે જ પિતાના પ્રશ્નને પૂછવાની હિંમત ધરાવનાર મુનિરાજ મનક મના કેમ
કહેવાય? ૧૪ જે મુનિરાજ લઘુવયના હોવાથી તેમને તેમના પિતાજ પોતાની પિતા તરીકેની ખબર દેતા નથી,
પણ શરીર અને જીવનું જુદાપણું આગળ કરી શય્યભવને આત્મા તરીકે ગણાવતા બોલનાર એવા શરીરની વકત્તાપણાની પરિણતિને આગળ કરી તે તારા શäભવ પિતા મારા એક અભિન્ન મિત્ર
છે એમ જણાવવામાં આવ્યું તે મુનિરાજ મનક મનાક્ કેમ કહેવાય ? ૧૫ જે મુનિરાજ લઘુવયના છતાં પિતા પણ નહિ ઓળખાયેલા ખુદું શäભવ આચાર્યે પિતાને મળવાનું
પ્રયોજન પૂછયું ત્યારે સ્વતંત્રપણે દીક્ષા લેવાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો એ મુનિરાજ મનક મના કેમ
કહેવાય ? ૧૬ જે મુનિરાજને પિતા તરીકે નહિ ઓળખાએલા એવા શäભવ આચાર્યે પોતાની પાસે દીક્ષા લેવાનું
જણાવ્યું તે વખતે પિતાની પાસે દીક્ષા લેવાનો આગ્રહ નહિ રાખતાં તે શઠંભવ આચાર્યની પાસે
દીક્ષા લેવાનું કબૂલ કર્યું તે મુનિરાજ મનક મનાકું કેમ કહેવાય ? ૧૭ જે મુનિરાજ લઘુવયના અને પિતાની પાસે દીક્ષા લેવાના અભિપ્રાયવાળા છતાં પણ અજાણ્યા એવા
શથંભવ આચાર્યની સાથે દીક્ષા લેવા ઉપાશ્રયે આવે છે તે મુનિરાજ મનક મનાકું કેમ કહેવાય? ૧૮ જે મુનિરાજ લઘુવયમાં પણ અજાણ્યા એવા શäભવ આચાર્યની સાથે ઉપાશ્રયે આવી પિતાની
ખોળને ભૂલી જઈ માત્ર શ્રમણપણાને જ વધાવી લે છે તે મુનિરાજ મનક મનાકું કેમ કહેવાય?
(અપૂર્ણ)