________________
૧૧૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૦-૧૨-૩૪
solossessesses
પ્રશ્નફાર: ચતુવિદ્ય-સંઘ.
#માધાનછાટ. ક્ષકશાસ્ત્ર પાટિંગત ગમોધ્યક
શ્રીસાગરાનંદસૂરીશ્વરજી મ.
પ્રશ્ન-૭૩૩ પોષહ લઈને દેવવંદન થયા બાદ મન્ડ જિણાણંની સઝાય સાધુ પાસે કીધી હોય તો શું
વ્યાખ્યાન ઉડ્યા પછી ઈરિયાવહી કહી પેલી સજઝાય કહી લેવી કે રાઇમુહપત્તિના માટે કહેલા ઈરિયાવહી અને રાઈમુહપત્તિની ક્રિયા કર્યા બાદ સજઝાયનો આદેશ માગી
સજઝાય કહેવી આમાં કાંઈ ફેર છે? સમાધાન- સ્વાધ્યાયનું મુખ્ય સ્થાન પડિલેહણ કર્યા પછી છે અને તેથી ત્યાં સજઝાય કરવી જોઈએ,
પણ જેઓએ ગુરુ સમક્ષ પૌષધ લીધો ન હોય અને રાઈમુહપત્તિ પડિલેહવા પહેલાં જેઓ ગુરુ સમક્ષ પૌષધ ઉચ્ચરે તેઓ પૌષધ ઉચ્ચર્યા પછી પૌષધના આદેશની માફક પડિલેહણના આદેશ પણ ગુરુ મહારાજ પાસે માગે છે તેથી તેઓને ત્યાં ફરી સજઝાય કરવાની જરૂર
રહે છે. પ્રશ્ન ૭૩૪-દહેરાસરમાં પૂજન માટેની નિર્જીવ સામગ્રી જેવી કે - રકાબી, વાટકી, કલશ વિગેરેની
પ્રભાવના કરવાથી દોષ લાગે ખરો ? સમાધાન- પ્રભાવના એ બાળજીવોને ધર્મમાં જોડવા માટેનું સાધન હોઈ તેમાં બાળજીવોને ખેંચનારી
જ વસ્તુઓ હોવી જોઈએ. પૂજા, સામાયિક, પૌષધ વિગેરેના સાધનો થપણંદ દાન તરીકે દેવાં તેમાં હરકત નથી, પણ તેવી પ્રભાવનામાં વણિકબુદ્ધિ ધારીને જે લાભની તીવ્રતા મનાય છે તે ઉચિત નથી. પ્રભાવનાનો મુદ્દો તો બીજાઓને ધર્મશ્રવણ અને ધર્મક્રિયામાં આકર્ષવાનો
છે, માટે બાળજીવો આકર્ષાય તેવી વસ્તુ વહેંચવી તેજ પ્રભાવનાને અંગે વ્યાજબી છે. પ્રશ્ર ૭૩પ-એકલી આજ્ઞાને માન્ય કરીને અને મોટા પુરુષોનું અનુકરણ ન કરીએ એમ કહેનારા શું
સાચાં છે ? સમાધાન- ત્રિલોકનાથ તીર્થકરની આજ્ઞા કોઈપણ માર્ગાનુસારી સુધ્ધાં અમાન્ય કરી શકે જ નહિ, પણ
મોટા પુરુષોનું અનુકરણ હોય જ નહિ એવું કહેનારા ભૂલે છે. અનુકરણને માટે શ્રી સિધ્ધચક્ર પુસ્તક બીજું અંક ૧ લો જુઓ.
(અનુસંધાન જુઓ પાનું ૧૨૦)