SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સિાગર સમાધાન) પ્રશ્ન ૭૨૬-નવકારશીના પચ્ચખાણવાળો સેવાપૂજા કરીને પચ્ચખાણ પારે તેમાં લાભે છે કે નવકારશીનું પચ્ચખાણ પારીને સેવાપૂજા કરે તેમાં લાભ ? સમાધાન- પચ્ચખાણ એ વિરતિરૂપ હોવાથી ભાવપૂજાનું અંગ છે, અને તેમાં પણ નવકારશી પચ્ચખ્ખાણ તો રાત્રિભોજન વિરમણવ્રતના કાંઠારૂપ છે, માટે તેને દ્રવ્યપૂજા કરતાં ન્યૂન ગણાય જ નહિ અને દ્રવ્યપૂજાનું કાર્ય પણ ધર્મરૂપ હોવાથી તેમાં વિલંબ જાણી જોઇને કરવો તે ઉચિત નથી એમ સમજી દ્રવ્યપૂજામાં નવકરાશી પારવાની જરૂર છે એમ માનવું નહિ, છતાં કોઇને જો મુખમાંથી તેવી વાત નીકળતી હોય અને તેથી નવકારશીનું પચ્ચખાણ પારીને પૂજા કરવાનો વિચાર થાય તો તે પણ અયોગ્ય નથી, પણ વધારે લાભ પચ્ચખાણ સહિતની વહેલી થયેલી પૂજામાં છે એ સમજવું જોઈએ. પ્રશ્ન ૭૨૭- કેટલાક અણું આયંબિલ કરે છે તો આયંબિલમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા કેટલા અને કયા પ્રકારો છે ? સમાધાન- આયંબિલમાં અનાજમાં નાખેલું કે જુદું અચિત્ત એવું લવણ ખપતું નથી એવું ધારીને જેઓ અણુ આયંબિલ કરતા હોય તેઓ તો શાસ્ત્રથી વિપરીત શ્રદ્ધાવાળા છે, શાસ્ત્રોમાં દત્તિના અધિકારમાં નોમિયમ એવો ચોખ્ખો લેખ છે અને કોઈપણ સ્થાને આયંબિલમાં લવણ ન લેવાય એવો લેખ નથી. આયંબિલમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાંગા ધાન્ય અને તેના ઓસામણની અપેક્ષાએ કહેલા છે. પ્રશ્ન ૭૨૮-સ્ટીમર દરિયાના કિનારે ઉભેલી હોય તો સાધુથી તે સ્ટીમર પર ચઢીને જોવા જવાય ? શ્રાવક જાય તો તેને અતિચાર લાગે ખરો ? સમાધાન- સાધુને કોઇપણ બાહ્ય પદાર્થના રૂપે દેખવા જવું એ કલ્પતું જ નથી તો પછી જલમાં રહેલી સ્ટીમરનો જોવા જવી તે કલ્પે જ શાનું ? કોઇપણ પ્રકારના વાહનમાં સાધુને ચઢવાની મનાઇ છે. નદીમાં પણ ચકાવો ખાવા છતાં પણ ઉતરી ન શકાય તો ક્ષેત્રાંતરે થતો સંયમનિર્વાહ અને ધર્મનો ઉદ્યોત ધ્યાનમાં રાખીને જ બેસવાનું હોય છે. શ્રાવકને પણ તેવી રીતે જોવા જવું તે અનર્થદંડરૂપ જ છે. પ્રશ્ન ૭૨૯-ગઈ દિવાળીમાં કેટલાકે તેરસ તથા ચૌદશનો છઠ કર્યો તથા કેટલાક ચૌદશ તથા અમાવસ્યાનો છઠ કર્યો તો તેમાં તાત્પર્ય શું ? સમાધાન- ગઇ દિવાળી લોકોએ ચૌદશની કરેલી છે અને દિવાળીનું પર્વ લોક કરે તેને અનુસારે જ કરવું એમ શ્રી વીરજ્ઞાનનિવાઈ અર્થ નોલનુૌરપિ એ વચનને અનુસારે દિવાળીનું પર્વ લોકોને અનુસારે થાય છે, અર્થાત્ બીજા તીર્થકરોના તથા ભગવાન મહાવીરના કલ્યાણકો નક્ષત્રને અનુસારે થતાં નથી પણ કેવળ તિથિને ઉદેશીને જ થાય છે તેમ ભગવાન મહાવીર મહારાજનું નિર્વાણકલ્યાણક અમાવસ્યારૂપ તિથિને પણ ઉદેશીને નહિ કરતાં લોકો જે તિથિએ દિવાળી કરે તે તિથિએ દિવાળી કરવી અને દિવાળીને દિવસે છઠનો બીજો ઉપવાસ અને નિર્વાણ કલ્યાણક વખતે છઠ અને સોળ પહોરના પૌષધની સંપૂર્ણતાનો વખત આવવો જોઇએ કેમકે તે છઠ અને સોળ પહોરી પૌષધ મહાવીર મહારાજના નિર્વાણ કલ્યાણકને જ ઉદેશીને છે, માટે તેરસ ચૌદશે છઠ થયા તે વ્યાજબી છે. પ્રશ્ન ૭૩૦- સાધુથી જ્ઞાનની પૂજા વાસક્ષેપથી કરાય કે કેમ ? (અનુસંધાન ટાઇટલ પા. બીજું)
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy