________________
૯૧
,
,
,
,
,
,
,
,
,
,
,
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧ ૨-૩૪ ૭ જે ગામમાંથી જે વખતે સંઘ નીકળવાનો હોય તે વખતે તે ગામમાં અમારિપડતો વગડાવવો
જોઇએ. (કસાઇખાનાં વિગેરે હત્યાના સ્થાનો બંધ કરાવવાં જોઇએ. મહારાજા શ્રેણિકની વખતે
રાજગૃહીમાં અમારિપડહો વગડાવ્યાની હકીકત શ્રી ઉપાકદશાંગસૂત્રમાં સ્પષ્ટપણે જણાવેલી છે.) ૮ જે ગામથી સંઘયાત્રા શરૂ થવાની હોય તે ગામમાં તે વખતે ચૈત્ય વિગેરેમાં અઠ્ઠાઇ મહોત્સવ
વિગેરે મોટી પૂજાઓ કરાવવી જોઈએ. ૯ સંઘમાં આવનાર તૈયાર થનાર યાત્રિકોને ભાથું ન હોય તો ભાથાની, વાહન ન હોય તો વાહનની
અને આધાર ન હોય તો શાંત વચન અને પૈસા આદિક આધારની સગવડ સંઘપતિએ કરવી જોઇએ. ૧૦ જેને જે મદદ જોઈશે તે દેવાની ટેક પાળવાપૂર્વક જે લોકોના મન જાત્રામાં ઉત્સાહ વગરનાં હોય
તેઓને પણ અત્યંત ઉત્સાહવાળા કરે. (સાર્થવાહ જેમ પોતાના સાથે લઇ જનારને માટે કરે છે તેમ.) ૧૧ આડંબરપૂર્વક મોટા સમીઆના, કણાદો, રાવઠી, તંબુ, માંડવા, મોટી સાદડીઓ વિગેરે તથા
પાણીને માટે મોટી કોઠીઓ અને કઢઈઓ તૈયાર કરે. ૧૨ ગાડાં, પાલખી, રથ, માના, પોઠીયા, ઊંટ અને ઘોડા વિગેરેને તૈયાર કરે. ૧૩ શ્રીસંઘની રક્ષાને માટે અત્યંત શૂરવીર એવા ઘણા સુભટોને તેડાવે અને તેઓને અનેક બખ્તરો,
આંગીયા વિગેરે ઉપકરણો આપીને તેઓનું સન્માન કરે. ૧૪ ગાયન, નાટક અને વાજિંત્ર વિગેરેની સમગ્ર સામગ્રી તૈયાર કરાવે. ૧૫ પૂર્વે જણાવેલી ચૌદ વસ્તુ કરીને શુભ મુહૂત, સારા શકુન અને નિમિત્તાદિથી ઉત્સાહિત થયેલો
શ્રીસંઘ પ્રસ્થાનમંગળ કરે. (શહેરની બહાર પડેલો પડાવ કરે અને ત્યાં પડાવ કર્યા પછી શું શું કરવું જોઈએ તે પણ આગળ જણાવે છે.) પોતાના સ્થાનથી બહાર જ્યાં પડાવ કર્યો હોય ત્યાં બધા સમુદાયને એકઠો કરે અને સારાં સારાં ભોજનો કરાવી તાંબુલાદિકથી સત્કાર કરે, પંચાંગ આભૂષણ અને દુકુલાદિ કિંમતી વસ્ત્રોથી સર્વની પહેરામણી કરે, પછી સારા પ્રતિષ્ઠિત, ધર્મિષ્ઠ, પૂજવા યોગ્ય અને અત્યંત ભાગ્યશાળી પુરુષો પાસે સંઘપતિપણાનું તિલક કરાવે, અને તે સંઘપતિપણાના તિલકને અંગે શ્રીચતુર્વિધ સંઘપૂજા વિગેરેનો મોટો મહોત્સવ કરે. જેવી રીતે સંઘપતિ પોતાને સંઘપતિપણાનું તિલક કરાવે તેવી જ રીતે પોતાના કુટુંબના જે જે સંઘપતિપણા આદિકના તિલકો કરાવી તેનો પણ ઉચિતતાપૂર્વક મહોત્સવ કરે. સંઘનું પ્રયાણ થવા પહેલાં સર્વ અધિકારવાળો એક મહાધર અને સંઘની આગળની વ્યવસ્થા કરનારો અગ્રેસર તથા સંઘની પાછળથી અને પડાવ ઉપડયા પછીની જગ્યાએ પડ્યા આખડ્યાની સંભાળ કરવા કે પાછળ રહી ગયેલાની સંભાળ કરવા પૃષ્ઠિરક્ષ તેમજ તમામ સંઘને જે કાંઇ વિનંતિ કે ફરિયાદ કરવી હોય તેવા
સંઘાધ્યક્ષ વિગેરેની સ્થાપના સર્વ સંઘસમુદાયને માલમ પડે તેવી રીતે કરે. ૧૭ સંઘને કરવાની મુસાફરી, ઉતરવાનાં સ્થાનો, સ્થિરતા કરવાની મર્યાદા વગેરે બધી સંકેતની
વ્યવસ્થા કરી તેને જાહેર કરે.
૧
૬