SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , , , , , , , , , , , , , , ૮૯ શ્રી સિદ્ધચક્ર તા. ૬-૧૨-૩૪ શુદ્ધિ કરનારાં છે એમ માનનારા હોવાથી કોઇપણ પ્રકારે તે જડવાદીઓના ઝપાટામાં આવતા નથી, પણ હંમેશાં ધર્મશાસ્ત્રકારોએ કહેલા આત્મઉદ્ધારના કાર્યો તરફ કટિબધ્ધ રહે છે. આ દુષમકાળમાં મિથ્યાત્વમાર્ગનો પાર ન હોવાથી જ્યારે કેટલાકો ઉપર જણાવ્યા પ્રમાણે સાક્ષાત્ સંઘયાત્રારૂપી કાર્યને જ સીધી રીતે વખોડવાવાળા હોય છે ત્યારે કેટલાક વિધિના નામે તે કાર્યને વખોડતાં જણાવે છે કે સંઘ કાઢનારાઓ પોતાની નામના માટે સંઘ કાઢે છે, મોટાઈ ગણાવવા માટે સંઘ કાઢે છે, જશ કીર્તિ માટે સંઘ કાઢે છે, એવા એવા અનેક મુદ્દાઓ ઉઠાવી વિધિપૂર્વકના અને આત્માનો ઉદ્ધાર કરનારા એવા સંઘયાત્રાના કાર્યને અવિધિના નામે નિંદે છે. જો કે ધર્મનું કાર્ય કરનારે અવિધિ ટાળવાની અને વિધિને આચરવાની ખાસ જરૂર છે, છતાં અવિધિએ કરાતાં ધર્મકાર્ય કરતાં ધર્મકાર્ય ન કરવું એ સારું છે એ વાક્ય જેમ શાસ્ત્રકારોએ ઇર્ષ્યાખોરોનું ગણાવતાં ૩સુવિધા એમ સ્પષ્ટપણે જણાવ્યું છે, માટે તેમાં નામના, જશ, કીર્તિ, કૃપણતા, શાંતિનો અભાવ વિગેરે દોષો ટાળવા લાયક છતાં પણ કદાચ કર્મની પ્રબળતાને લીધે કોઇકને કદાચિત આવી જાય તો તેટલા માત્રથી તે અવિધિ ટાળવામાત્રનો ઉપદેશ ન દેતાં જેઓ તે ધર્મના કાર્ય તરફ તિરસ્કાર પ્રગટાવે છે તેઓ તરફ જૈનશાસનના પ્રેમીઓએ તો તિરસ્કાર વર્ષાવવાનો થાય છે. વર્તમાનમાં જેમ પૂજા, દીક્ષા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વિગેરેને ઉઠાવવાની દાનતવાળા મનુષ્યો સાક્ષાત્ તે વસ્તુને ઉઠાવવાનું ન બોલતાં તેની પધ્ધતિને વગોવવા દ્વારાએ જ તે વસ્તુને ઉઠાવે છે, તેવી રીતે અહીં પણ પધ્ધતિના નામે કાર્ય તરફ વિરોધ પ્રદર્શિત કરવો તે શાસનનો અંશે પણ રાગ હોય તેને શોભતું નથી. શાસનની મર્યાદાએ તો જેટલી ઉદારતા, ભક્તિ, પ્રભાવના આદિ ધર્મનાં કાર્યો થાય તેમાં અનુમોદનાને સ્થાન છે એમ જણાવે છે, જો કે વિવેક રહિત મનુષ્યો પોતાની કંઇક તેવી ધારણા જે દ્રવ્યપ્રાપ્તિની કે સન્માનપ્રાપ્તિની હોય અને તે ધાર્મિક કાર્ય કરનારા તરફથી પૂર્ણ કરવામાં કદાચિત ન આવે અને તેથી કર્માધીન થઇ ધાર્મિક ઉત્તમ કાર્યને પણ નિરર્થક કે અનુચિત કહેવા તૈયાર થાય પણ તેવા વિવેક રહિત મનુષ્યોના વાક્યોના આધારે વિવેકી પુરુષોને વચનપ્રવાહ વહેવડાવતાં ઘણુંજ વિચારવું જોઇએ. આ કહેવાની મતલબ ધાર્મિક કાર્યો કરનારાઓની અવિધિને પોષવાની નથી, ઉત્તમ એવાં ધાર્મિક કાર્યો કરનારાઓએ અવિધિને ખસેડવા અને વિધિનો આદર કરવા ત્રિકરણયોગે તૈયાર થવું જ જોઈએ, અને એવી રીતિ અવિધિને ખસેડવા અને વિધિને આદરવા તૈયાર થવામાં આવશે તો તેવાઓ તરફથી અવિધિવાળું પણ થતું ધાર્મિક કાર્ય તે ભાવધર્મ તરીકે ગણાશે એમ આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજી ધર્મસંગ્રહમાં જણાવે છે, અને તેની ટીકામાં મલયગિરિજી મહારાજ ખુલાસો કરે છે કે તે અવિધિના તિરસ્કાર અને વિધિના આદરરૂપ ભકિતથી લાગેલો અવિધિનો દોષ તત્કાળ નાશ પામે છે, માટે દરેક ધાર્મિક કાર્યો કરનારાઓને અવિધિને ટાળવા તથા વિધિને આદરવા માટે કટિબધ્ધ થવું જ જોઇએ તેમાં પણ વિધિને જાણવાવાળો મનુષ્ય જ અવિધિને ટાળી શકે અને વિધિને આદરી શકે અને તેથી જ શાસ્ત્રોમાં સ્થાન સ્થાન ઉપર ધાર્મિક કાર્યોની વિધિઓ જ બતાવવામાં આવેલી છે, અને જેવી રીતે લોકોને વિધિરસિક કરવા માટે શાસ્ત્રોમાં ધાર્મિક કાર્યોની વિધિઓ બતાવવામાં આવી છે તેવી જ રીતે સંઘયાત્રાદ્વારા કરાતા તીર્થયાત્રાના કાર્યમાં પણ સંઘની વિધિ શ્રી રત્નશેખરસૂરિજી આ પ્રમાણે બતાવે છે - ૧ યાત્રા કરવા નીકળે ત્યારથી યાત્રા કરીને ઘેર આવે ત્યાં સુધી સંઘવી અને બીજાઓએ (૧) * એકાસણાં (૨) સચિત્તનો ત્યાગ (૩) ભૂમિશપ્યા (૪) બ્રહ્મચર્ય વિગેરેના દૃઢ અભિગ્રહો કરવા જોઇએ.
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy