SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્રી સિદ્ધચક્ર તા. ૬-૧૨-૩૪ . . . . . . . . . . . . . . સંસારસમુદ્રથી તરવાનાં સાધનો બે પ્રકારનાં હોય છે, તેમાં પહેલો અને મુખ્ય પ્રકાર ગણીએ તો તે જંગમતીર્થ નામનો છે તે પ્રકારરૂપ ત્રિલોકનાથ તીર્થંકર મહારાજા જીવાજીવાદિક સકલ તત્ત્વને આરિતા પ્રમાણે યથાવત્ રીતિએ દેખાડનાર પરમ પુરુષપ્રણીત પ્રવચન અને તે પ્રવચનના આધારભૂત ગણધર મહારાજાદિક સકલ સાધુવર્ગ અને સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સર્વ સંસારસમુદ્રથી તરવાનાં સાધનો હોઇ જંગમતીર્થ ગણવામાં આવે છે. જેવી રીતે એ જંગમતીર્થની પવિત્ર યોગત્રિકે કરાતી સેવા સમ્યકત્વને ઉત્પન્ન કરનારી, ટકાવનારી અને વધારનારી છે, તેવી જ રીતે સ્થાવર તીર્થોની સેવા પણ જગતના જીવોને સમ્યગ્રદર્શનને ઉત્પન્ન કરનાર, ટકાવનાર અને વધારનાર છે. આ જ કારણથી સમ્મદર્શનના આભૂષણોને ગણાવતાં પરમ પ્રકૃષ્ટ તરીકે તીર્થસેવા નામનું આભૂષણ શાસ્ત્રકારો જણાવે છે. શાસ્ત્રકારો પણ ભગવાન જિનેશ્વર મહારાજાઓની જન્મભૂમિ, દીક્ષાભૂમિ, કેવળજ્ઞાનભૂમિ, નિર્વાણભૂમિ અને વિહારભૂમિને દેખવાવાળા વિગેરેને આગાઢ દર્શન થવાનું એટલે કે ઘણું જ મજબુત સમ્યગુદર્શન થવાનું જણાવે છે, અર્થાત્ જેમ જંગમતીર્થની સેવા દરેક ભવ્યને સંસારસમુદ્રથી તરવાની બુદ્ધિએ અવશ્ય કરવા લાયક છે તેવી જ રીતે દરેક ભવ્ય જીવોને ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની જન્મભૂમિ આદિ તીર્થોની સેવા પણ જરૂર કરવા લાયક જ છે. આજ કારણથી આદ્ય ગણધર પરમ પ્રવચનના પ્રણેતા ભગવાન પુંડરીકસ્વામીને યુગાદિદેવ શ્રી ઋષભદેવજી ભગવાને પોતાની સાથે વિહારમાં આવવા તૈયાર થયેલાને પણ શ્રીસિદ્ધાચળજી ક્ષેત્રમાં રોકી દીધા, અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તમે મારી સાથે વિહાર નહિ કરો પણ ચૌદ રાજલોકમાં પણ જેનો જોટો નથી, તેમજ આ જંબૂદ્વીપના ભરત સિવાયના બીજાં ચાર ભરતક્ષેત્રો, પાંચે ઐરવતો અને પાંચ મહાવિદેહમાં જે તીર્થોનો સમોવડીઓ નથી એવા આ પરમ પવિત્ર ગિરિરાજ શ્રી સિદ્ધાચલજીમાં તમે સ્થિરતા કરો, કેમકે સકલતીર્થમુકુટ, ત્રિલોકપૂજિત એવા આ તીર્થરાજના પ્રભાવે તમોને અને તમારા સકલ પરિવારને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા સાથે પરમપદ પ્રાપ્ત કરવાનું બનશે, અને પ્રથમ તીર્થકરના પ્રથમ ગણધર શ્રીપુંડરિક સ્વામી જ તે શ્રી ઋષભદેવ ભગવાનના વચનથી સિદ્ધગિરિરાજમાં બિરાજ્યા અને તેમને તથા તેમના પરિવારને તેજ ગિરિરાજના પ્રતાપથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા સાથે પરમપદની પ્રાપ્તિ થઈ. (જુઓ શ્રીઆદીશ્વર ચરિત્ર.) એવીજ રીતે પાંડવાદિક મહાત્માઓએ પણ પરમપદને મેળવવા માટે આ પરમ પવિત્ર ગિરિરાજની છાયાનો આશ્રય કરેલો છે. (જુઓ શ્રીજ્ઞાતાસૂત્ર) ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે સકલ જંતુમાં ઉત્તમ પદને પામેલા મહાપુરુષોને પણ સ્થાવરતીર્થના પ્રભાવથી આત્મકલ્યાણ સાધવાની સ્થિતિ છે એમ નક્કી થાય છે તો પછી અન્ય સામાન્ય જીવોને પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે તેવા પવિત્ર સ્થાવર તીર્થો સેવા કરવાનું જરૂરી હોય તેમાં તો આશ્ચર્ય જ શું ? આવા જ કારણોથી શ્રીસિદ્ધાચલઆદિ તીર્થોની સેવા કરવામાં તત્પર બનેલા અને તે તીર્થસેવાનો અમૂલ્ય લાભ પોતાના આત્માને મેળવવા સાથે અન્ય ભવ્યજીવોને પણ તેવો અમૂલ્ય લાભ મેળવવી પોતાના આત્માને તે દ્વારાએ કૃતાર્થ કરવાને માટે જ તીર્થયાત્રાના સંઘોની જરૂર છે.
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy