________________
૮૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૬-૧ ૨-૩૪
કાળ, ભાવના નામથી ઘણી વાતો પલટાવવાનું કરે છે જ્યારે જુનો વર્ગ એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ ચારેને માને છે, ફેરફાર (પલટો) પણ એને કબુલ છે પણ એનો મુદો ધર્મના રક્ષણનો હોવો જોઇએ, ધર્મના નાશનો મુદ્દો હોવો જોઇએ નહિ. મહાવ્રત ઉચ્ચરાવતી વખતે, ધર્મની અનુકૂળતા હોય તો વિગેરે રીતિએ જીવોના પ્રાણનો વિયોગ ન કરવો, જુઠું ન બોલવું વિગેરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ચારે પ્રકારે છે ને! નવો વર્ગ કાળ બદલાયાના બહાને પલટો કરવાનું કહે છે. પ્રતિજ્ઞા ક્યારે પલટવાની ? ધર્મની રક્ષા વખતે? પહેલાંના કાળનો મજુર પોતાના દેશની પણ વસ્તુ દુઃખે પામે, જ્યારે આજે ચાર આના કમાતો મજુર અમેરિકામાં પાકેલી નવી ચીજ ખાઇ શકે છે. આટલી છૂટની વખતે ત્યાગ કરવાવાળા વધારે ધન્યવાદને પાત્ર નથી ? છે જ ! પહેલાં અંકુશ વધારે હતો, આજે એવો અંકુશ નથી, પહેલાં બાપ બેઠેલ હોય તો બીડી પીવાતી નહિ જ્યારે આજે અંકુશ ન જોઇએ, એવું દાંડી પીટીને બોલાય છે. જે વખતે અંકુશનું નામનિશાન નથી તે વખતે રાજીખુશીથી મન, વચન, કાયા પર અંકુશ કબુલ કરનારા શું કમ ધન્યવાદને પાત્ર છે ? સાધુ થનારે પાણી પીવા માટે પણ ગુરુની આજ્ઞા લેવી પડે છે. અંકુશની કાંઈ હદ ! આ વાત સાધુપણાને હલકું પાડવા માટે નથી. જે અંકુશ ગુલામીમાં નથી, તિર્યંચને નથી તે અહીં છે. ચંડિલ, માત્ર કરવા પણ પૂછીને જ જવાનું, એ કેટલો અંકુશ ! તદ્દન નિરંકુશ સ્થિતિમાંથી નીકળીને આટલા બધા અંકુશવાળી સ્થિતિમાં રહેવું, જીવનભરને માટે આવી સ્થિતિ સ્વીકારવી એ જેવી તેવી વાત છે? સહેલું છે ? પહેલાંના કાળમાં નાટક તો રાજા જ દેખે. નાટક જોનારનાં નામો લખાતાં અને જોનારે શું ઇનામ આપ્યું તે લખાતું. જ્યારે આજે નાટક સિનેમા જોવાં એ તો સર્વસામાન્ય થયેલ છે. એવા વખતમાં દીક્ષા લેવી, ધર્મને જીવન અર્પણ કરવું એ શા ઉપર ? ફક્ત શાસ્ત્રના વાક્યો ઉપર! શ્રી તીર્થકરદેવના વચનો ઉપર ! આ કેવી જાતનો ભરોસો ! કેવી શ્રદ્ધા ! આ અપેક્ષાએ પાંચમા આરાના સાધુનું જીવન ઉંચું દેખી શકયા. અહીં તીર્થકર ભગવાનના, કેવળજ્ઞાનીના વખતના સાધુને હલકા નથી પાડયા. જેને વસ્તુ ન સમજવામાં આવે તેને સાચી વાત પણ જુઠી જ લાગે છે. પડેલાને જોઈ ધર્મીએ તો વધારે મજબૂત થવું જોઇએ.
એ જ રીતે જ્ઞાન, ચારિત્ર, દર્શન નાશ પામે છે છતાં ધર્મ નાશ પામતો નથી આ વાતને નહિ વિચારનારો જુદી સમજે એ બનવા જોગ છે. તત્કાલના સ્વરૂપ તરીકે ત્રણે ચીજો નાશ પામે છે, ચાલુ વિષયરૂપે, વર્તનરૂપે, ફાયદારૂપે ત્રણેનો નાશ થાય છે પણ અહીં નાશ ન થાય તે કહેવામાં આવે છે તે કાળાંતર ફલોની અપેક્ષાએ સમજવું. સમ્યગ્દર્શન વિગેરેના કાળાંતર ફળો થયા વિના રહેતાં જ નથી. એક