________________
કૌમુદીની કલ્યાણ કોટિ
કાર્તિકી પૂર્ણિમા અને શ્રી સિદ્ધક્ષેત્ર. જૈન જનતા તેમજ જૈનેતરો પણ ધર્મની અપેક્ષાએ કાર્તિકી પૂર્ણિમાને જેમ પવિત્ર માને I છે, તેવી જ રીતે પૂર્વકાળમાં સમગ્ર લોકો પણ તે દિવસને ઘણા મોટા તહેવાર તરીકે માનતા IF હતા અને તેથી કાર્તિકી પૂર્ણિમાના તહેવારને કૌમુદી મહોત્સવ કહેતા હતા. જેમાં સામાન્ય પE
લોકો રંક કે રાજા, દરિદ્ર કે શ્રીમાન તે કૌમુદીના દિવસને એક મહોત્સવના દિન તરીકે - - માનતા હતા તેમ તે લોકોને મહોત્સવ તરીકે માનવાના મૂળભૂત ભગવાન આદીશ્વરના IP વખતથી જૈનોમાં કાર્તિકી પૂર્ણિમાનો દિવસ મહાપર્વ તરીકે મનાતો આવેલો છે. એ કાર્તિકી પર પૂર્ણિમા જેમ ચાતુર્માસિક પ્રતિક્રમણને અંગે પંચાચારની પવિત્રતા કરાવનારી છે તેવી જ
રીતે એજ કાર્તિકી પૂર્ણિમાનો દિવસ ભવ્યજીવોના ભાવિ ભદ્રને ભેટાવનાર એવા T સિદ્ધાચલગિરિજીની યાત્રાનો દિવસ હોઈ ભરતક્ષેત્રને માટે તીર્થયાત્રાનો આદિ દિવસ અને - પરમ દિવસ છે. આદિ દિવસ એટલા માટે કહેવામાં આવે છે કે શ્રાવકપણાના સામાન્ય
ધર્મને ઉદેશીને અષાઢ શુક્લ પૂર્ણિમા પછીના વર્ષાઋતુના ચોમાસાના દિવસોમાં ગ્રામાંતર કરવાનું હોય નહિ અને સામાન્ય લોકોને પણ વર્ષાઋતુમાં શ્રાવકની માફક દયાને લીધે નહિ તો પણ મુસાફરીની અગવડની ખાતર પણ ગ્રામાંતર જવાનું હોતું નથી, અને તેથી આ કાર્તિકી પૂર્ણિમાને દિવસે વર્ષ ચાતુર્માસનો અંત આવતો હોઈ જે યાત્રા કરવામાં આવે તે વર્ષની અપેક્ષાએ આદિ તીર્થયાત્રા જ કહેવાય.
આજ કારણથી જૈનોની સારી વસતિવાળા દરેક સ્થાનોમાં શ્રી સિદ્ધગિરિ ક્ષેત્રથી દૂર TE હોવાને લીધે સાક્ષાત્ તે ગિરિરાજની યાત્રા ન થઈ શકે તો પણ તે આદિ તીર્થયાત્રા અને
સિદ્ધાચલ ગિરિરાજના દર્શનનો લાભ લેવાય તે માટે તે ગિરિરાજના પટો ગિરિરાજની આ દિશાએ ગામ બહાર બંધાવીને પોતાના સુકૃતનું સિંચન કરે છે. સર્વ જૈનોને અંગે આવો જ આ એક જ અપૂર્વ દિવસ છે કે જે દિવસે સર્વ ભાવિક જૈનોથી આદિ તીર્થયાત્રાને અંગે
અને તેમાં વળી શ્રી સિદ્ધગિરિ જેવા ઐરવતાદિ ચૌદ ક્ષેત્રોમાં ન મળી શકે તેવા અપૂર્વ તીર્થને » અંગે ગામ બહાર જઈ પટના દર્શન કરી તીર્થયાત્રાનો અપૂર્વ લાભ મેળવાતો હોય.
(અનુસંધાન માટે જુઓ ટાઈટલ પા. બીજું)