SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ બદલ્યા. અમોએ જ આ કાર્ય છેલ્લા પ્રૂફનું હાથમાં લીધું ચાતુર્માસની અનેક કાર્યવ્યસ્તતા છતાં સંતોષકારક કાર્ય થવા લાગ્યું. જોકે મારા પૂ. ગુરુદેવશ્રી મઝાકમાં કયારેક કહેતા કે “ઈન્થિયા પુલ્વિયા કભી ન શુધ્ધિયા'' નાં ન્યાય મુજબ વધુને વધુ સમય આપવા છતાં, પ્રૂફરીડરો બદલવા છતાં ક્ષતિઓ તો આવી જ છે જે વાંચકો ક્ષમ્ય ગણશે. એક વાર તો એક ફર્મો છપાયા બાદ છેલ્લા ૧૦ પાનામાં ઘણી ભૂલો હતી. આ ફર્મો અમારા ચેકીંગમાં રહી ગયેલ જેથી છપાઈ ગયેલાં એ તમામ પાના કેન્સલ કરી તે ફર્મો પુન:છાપ્યો છતાં એક મહામૂલો આગમનો ખજાનો નષ્ટભ્રષ્ટ થતાં બચ્યો એક સૂચન એ પણ આવ્યું કે પૂ. આગમોદ્ધારકશ્રીની ભાષા જ્યાં ક્લીષ્ટ છે તથા ગામઠી કહેવતો છે ત્યાં આજની ભાષામાં સરળ બનાવવી. પણ તેમ કરતાં દેશનાકારશ્રીનો ભાવ જ બદલાઈ જવાનો ભયે તે સાહસ ન ક્યું અને જેમ હતું તેમ જ રાખી છપાવ્યું. જો કે એક બે વાર શાંતિથી થોડું વાંચન ચાલુ રખાય તો આપોઆપ ગેડ બેસતી જાય અને આગમીક રહસ્યોની મઝા મનાતી જાય, “શુભેયથાશક્તિ યતનીયમના ન્યાયનો પરમ આનંદ આજે મારા આત્મામાં લહેરાઈ રહ્યો છે. - પ્રફને જોવાના બહાને મને પણ નવા નવા કેટલાય મુદ્દા, નવીન તર્કો, નવાશાસ્ત્ર પાઠો, નવા દ્રષ્ટાંતો, નવીનવી કહેવતો વિ. પ્રાપ્ત થઈ જે સમ્યગુ જ્ઞાનની પ્રાપ્તિની તથા વચનશુદ્ધિ અને ભાષા સમિતિની શુદ્ધિનું કારણ બન્યું. વિદ્વાનું શ્રાદ્ધરત્ન પંડીત શ્રી છબીલભાઈની પ્રસ્તાવના પૂજયપાદ આગમોધ્ધારકશ્રીની અણમોલ વાણીને ઝળકાવનારી તથા અંતરંગ બહુમાન પ્રગટ કરાવે તેવી છે. અમે આ સિધ્ધચક્રનાં અંકોનાં ટાઈટલ પણ જેવા રંગનાં હતાં તેવાજ રાખ્યા છે. મારા આ કાર્યમાં મુનિ સૌમ્યચંદ્રસાગર તથા મુનિ વિવેકચંદ્રસાગર અનેક કાર્યવ્યસ્તતા હોવા છતાં સારા સહભાગી બન્યા છે. લગભગ દરેક આ ગ્રંથમાં પૂ. આગમોદ્ધારકશ્રીની વિષયવાર જીવનપ્રભાની જ્યોત મૂકવામાં આવશે. તથા પ્રથમથીજ તંત્રી તરીકે સેવા આપનાર ઝવેરી પાનાચંદ રુપચંદ (સૂરત) તથા ચીમનલાલ સવાઈચંદ સંઘવી (સૂરત)ની અનુમોદના કરીયે છીયે. અત્તે ભગવતિ શ્રુતદેવી શાસનદેવતા અને પૂ. ગુરુદેવશ્રીની અસીમ કૃપાને વિનંતી કે આ કાર્ય ઝડપી સંપૂર્ણ બને અને જિજ્ઞાસુઓ આગમનાં રહસ્યોને પામી. જીવનમાં ઉતારી પરમપદને પ્રાપ્ત કરે એજ મંગળ કામના. સાબરમતી જૈન ઉપાશ્રય રામનગર, સાબરમતી. સં. ૨૦૫૭ અ.વ.૧૧ અભયગુરુપાદપક્વસેવી અશોકસાગરસૂરિ
SR No.520953
Book TitleSiddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages696
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy