________________
આ તો હજી પહેલો જ ભાગ છે. યોજના મુજબ કુલ અઢાર ભાગ જ્યારે આપણી સમક્ષ આવશે. ત્યારે પ્રભુ આગમનો વિશાળ જ્ઞાન રાશિના એક સાથે આસ્વાદ, આચમનને આ કંઠ પાનનો લ્હાવો મળશે. એમ કહેવાનું મન થાય કે એ અઢાર ભાગમાં કશું બાકી રહ્યું નહીં હોય. શંકા અને સમાધાન વિભાગમાં કેટલાંય પ્રશ્નોનું નિરસન કે નિરાકરણ આપણને એક જ સ્થાને આપણને મળી રહે છે. નહીંતર આપણે એ બધાં ગ્રન્થોમાં છુપાયેલા એ રહસ્યોને ક્યાં જોવા-જાણવા જવાના હતા.
બહુજ મોટો ઉપકાર કર્યો છે પૂજ્યપાદ આગમોધ્ધારક આનંદસાગર સુરીશ્વરજી મહારાજે અને ઉપકારમાનીએ તેમના શિષ્ય રત્નો આચાર્યશ્રી ચન્દ્રસાગરસૂરિ મહારાજ, આચાર્યશ્રી હેમસાગરસૂરિ મહારાજ વગેરેનો કે તેઓએ પૂજ્યશ્રીના પ્રવચનોને દોડતી કલમે કાગળ ઉપર ઝીલી લીધાં એથી એ વાંચતાં આપણને લાગે કે આપણે તેઓની અમીરસથી ભરેલી વાણી અત્યારેજ સાંભળી રહ્યા છીએ અને વારંવાર સ્વાધ્યાય કરી શકાય તેવી સ્થિતિમાં-પુનર્જન્મ રુપે આપણી પાસે આ રસથાળ મુકનાર આચાર્ય શ્રી અશોકસાગરસૂરિમહારાજનો પણ ઉપકાર માનવો જોઈએ. નવી પેઢીને આ સામગ્રી સુલભ થઈ છે તો આજના પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ, જિજ્ઞાસુ શ્રાવકશ્રાવિકાઓનો ભરપૂર લાભ ઉઠાવે અને માત્ર બુધ્ધિવાદના આ જમાનામાં ધર્મ વિષેની શ્રધ્ધાને સ્થિર દઢ અને આમરણ પર્યવસાયી બનાવે. તેજ આનું ફળ ગણવું જોઈએ અને તે ફળને પામનારા આપણે બનીએ એજ અત્તરની શુભ કામના પ્રકટ કરી વિરમું છું.
Mાગ- બદિ:
તા)• વદિ 21મી,
{ M છે.
ની
!
ળ ૧૫h - Apn- દેલ- ૨૧૬ થી (શશ ખરું) Q R
આ તર) તા /