________________
•••••••••••••••••
પ૩૪ શ્રી સિદ્ધચક્ર
તા.૪-૯-૩૩ ભક્તિમાં જરૂરિયાતનો પ્રશ્ન જ નથી.
અને આજે? આજે તો ભક્તિમાં જ ફક્ત જરૂરિયાત જોવાય છે ! સ્ત્રીપુત્રાદિને ઘરેણાં વસ્ત્રો લાવવા હોય તો ત્યાં જરૂરિયાતનો સવાલ નથી ! ખાલી સુકા ખાખરા ખાવાથી શું મનુષ્ય મરી જાય છે? નહિ જ ! તો પછી ઘી દૂધ શા માટે જોઈએ છે વારું ? સ્ત્રીને સાદી સાડીથી ચાલે કે ન ચાલે? છતાં તેને માટે પાંચસોનો શાળુ જરૂર વેચાતો લેવાય જ ! ત્યાં જરૂરિયાતનો સવાલ જ નથી, પરંતુ શાસનસેવામાં પૈસો નાંખવાનો આવ્યો તો તરત જ ડાહ્યા થનારાઓ મળી આવશે અને કહેશે કે આ ખર્ચ બિન જરૂરિયાત છે ! વિચાર પલટો થયો નથી !
કોઈ સ્થળે જરૂરિયાત જોવાતી નથી પણ અહીં જ જરૂરિયાત જોવાય એનું કારણ શું? એ જ કારણ છે કે હજી વિચારોનો જેવો પલટો થવો જોઈએ તેવો થયો નથી ! ધર્મ કરનારાઓ ધર્મ કરે છે, શાસનની સેવા કરે છે, સાધર્મિકોની ભક્તિ કરે છે તે છતાં મોઢે બીજા જ બગાડે છે કે જેઓ એમાંનું કાંઈ જ કરતા નથી આ દ્રષ્ટાંત સાથે નીચેનું ઉદાહરણ મેળવોઃ
એક બીબી પોતાના માલીકને પૂછે છેઃકા ગાંઠેસે ગીર પડયા ? કા કોહી કુદીધ, પ્રિયા પૂછે કંકુ મોઢા ક્યું હિ મલીન ?
મિયા ઉત્તર આપે છે ના ગાંઠસે ગીર પડયા, ના કોઈકું દીધ,
દેતાં દેખ્યા ઓરકું મોંઢા હુઆ મલીન. સાધર્મિકોની ભક્તિ કરનારો ભક્તિ કરે છતાં બીજા મોટું બગાડે તો એમાં કોનો દોષ ! એનો જ દોષ ! ભક્તિ કરો પણ વિભક્તિ ન કરો !
જેઓ સાધર્મિકોની ભક્તિને સમ્યકત્વનું, ઘરેણું માને છે તેમને સાધર્મિક ભક્તિ કરી શાસનની સેવા કરી તે નિષ્ફળ જશે એમ કદી લાગતું નથી ! પણ એ ભક્તિ કરતાએ સંભાળવવાનું છે તે ભુલાવું ન જોઈએ ! ભક્તિ કરતા વિભક્તિ ન થઇ જાય તે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. એક કથામાં આવું કથન છે કે એક રાજાની રાણીએ ૬ મહિનાના ઉપવાસ કર્યા, અપવાસ પૂરા થયા ત્યારે બહુ ધામધુમથી પારણું કરવામાં આવ્યું! પણ પારણામાં શું કર્યું તે જાણો છો? હજારો મૃગેલાને મારીને ઉજાણી કરી ગામ જમાડ્યું? આવી ભયાનક ભક્તિ શ્રાવક ન કરી શકે. બક્ષીસ કરોડોની પણ હિસાબમાં કોડીએ ન જવી જોઈએ તે જ પ્રમાણે ભક્તિમાં કરોડો જાય તેનો વાંધો નથી પરંતુ વિભક્તિમાં કોડી પણ ન જવી જોઈએ. ? આવી ભક્તિ ક્યારે થાય કે જૈન શાસનમાં સંપૂર્ણ નિપુણતા હોય ત્યારે! સમ્યકત્વને શોભાવનારું આ પણ આભૂષણ છે.