SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતું જૈન હૃદય. | હિમાલય કે આલ્સના શિખરો અતિ મનોહર છે. એ શિખરો ઉપરના લીલાંછમ જે જે વૃક્ષોના અનંતરાશી, સંસારી જીવોને માટે તેમની દૃષ્ટિએ પરમ આલ્હાદ આપનારા છે અને જે હૃદયને ઠારનારું છે; પણ એ હૃદયની શાંતીની પાછળ પણ અદેશ્યરૂપે વસેલાં સંકટોના , આ મહાસાગર ઘૂઘવી રહેલા છે. જગતને એ ઘુઘવાટો સાંભળવાની જરૂર નથી પણ એ મહાસાગર Yકરાળ કાળ જેવો એવો ભયંકર છે કે તે બળાત્કારે પણ એ અવાજ જગતને સંભળાવે છે. Y જે શિયાળો પવનની અનુપમ શાંતિને લીધે સારો લાગે છે. પણ એજ શિયાળામાં જે ઉઠતા અખંડ ઠંડીનાં મોજાં અને તેથી ધર્સ આવતા બરફના પર્વતો શિયાળાને કડવો ઝેર બનાવી છે » મૂકે છે. ઉનાળો ફળફળાદિને આપનારા મધુર સ્વાદથી પ્રિય બને છે, પણ એનો અંગારા જેવો » આ તાપ સળગાવી મૂકે છે. ચોમાસું ઋતુની સુંદરતાથી ઓપે છે, પણ બીજી જ પળે કુદરતનાં ગાંડાં આ Y તોફાનો ચોમાસાની મધુરતાને મારી નાંખી શકે છે અને તે સમયે હિમાલય કે આલ્સ જેવા Y જે પર્વતો પણ કડવા ઝેર બને છે !! જે શું ત્યારે એ પર્વતોની ગિરિમાળાની શાંતિથીએ વધારે સુંદર, અખંડ શાંતિથી યુક્ત જે – એવો કોઈ સુંદર ગિરિરાજ છે ? હા. જૈનશાસન એ જગતના સર્વ દુઃખો, સંકટો અને સ્ત્ર યંત્રણાઓથી દૂર એવા મોક્ષસ્થાન રૂપ અતિ સુંદર ગિરિરાજને ચરણે, પ્રત્યેક ભવ્ય આ આત્માને પહોંચાડી શકે છે, પણ એ ગિરિરાજને સર કરવાને માટે ત્રણ પગથીયાં ચઢવાનાં જે છે અને એ જ કઠીન ઘટના છે. જે આ જીવ જેવો પ્રેમ જગતના સર્વ પદાર્થો ઉપર રાખે છે, તેવો જ પ્રેમ નિગ્રંથY જે પ્રવચન અને જૈનશાસન પ્રત્યે રાખવાની ભૂમિકાને જ્યારે પ્રાપ્ત કરે છે, ત્યારે તે એ ગિરિરાજનું જે – એક પગથીયું ચઢી ચૂકે છે. - તે જીવ જગતના સર્વ પદાર્થોને ભલે પ્રિય ગણતો હયો, પણ જગતના સર્વ પદાર્થો » ન કરતાં જૈન શાસનને જે દિવસે અધિક પ્રેમથી છવા માંડે છે, ત્યારે તે એ ગિરિરાજનું બીજું જે પગથીયું ચઢી ચૂકેલો છે. છે અને એ જીવ જ્યારથી જગતના દ્રષ્ટિગોચર અને અદેશ્ય એવા સર્વ પદાર્થોને જે જે મોહરાજાના અનુચરોના જાલીમ જાહ્મગારો માનીને એક શાસનને જ પરમ શાંતિ આપનારું છે અને અત્યંત પ્રિય ગણવા માંડે છે ત્યારે તે એ ગિરિરાજનું ત્રીજું પગથીયું ચઢે છે. એ ત્રણ * પગથીયા જે ચઢે છે તેને માટે મોક્ષગિરિ ઉપર ચઢવાનો મનોહર માર્ગ ખુલ્લો થાય છે અને આ જ જેને એ ત્રણે પગથીયાં ચઢવાની ખરેખરી ભાવના છે, તે જ માણસમાં ઝળહળતું જૈન હૃદયરહેલું છે; અન્યમાં રહેલા હદય, તે હૃદય નથી; પણ માંસના લોચા માત્ર છે. જે ચંદ્રસા. <>
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy