________________
શાસ્ત્રકારો આત્મા અને સંજમની વિરાધના તેમજ જ્ઞાનાદિકની વિરાધના કરનારા તરીકે ગણાવે છે આવશ્યકવૃત્તિ-હારિભદ્રિ પા. ૭૩૧.
પ્રશ્ન-સૂર્ય કે ચંદ્ર ગ્રહણની અસઝાય જો શાસ્ત્રોક્ત છે તો પછી શ્રાવણ વદ ૦)) એ કલ્પસૂત્ર વાંચતમાં અસઝાય કેમ ન ગણવી ?
સમાધાન-ભાદરવા સુદ ૪ની સંવત્સરી નિયમિત કરી અને તેના પહેલાં, “માથે પંપત્તિજકૂિળ એ વચનથી પાંચ દિવસો કલ્પ કથનના નિયમિત રાખ્યા તે ઉપરથી સ્પષ્ટ જણાય છે કે એ કલ્પકથન નિયમિત છે અને તેથી તેમાં અસ્વાધ્યાયનો બાધ ગણવો નહિ.
કારણ કે શ્રાવણ વદ ૦)) અમાવાશ્યાએ ગ્રહણ ન જ હોય એવું આચરણ કરનાર આચાર્યથી નિયમિત થઈ શકે જ નહિ અને તે આચરણા થયા પછી પણ કલ્પનું કથન સંવચ્છરી પહેલાં પાંચ દિવસે કરવું તે હકીકત શાસ્ત્રમાં અનેક સ્થાને જણાવવામાં આવી છે, આ ઉપરથી કાળગ્રહણ વિગેરેની વિધિ કરીને કલ્પસૂત્ર વાંચનારાઓને જો અસ્વાધ્યાયની ઉપેક્ષા કરવાની જરૂર ગણાય તો પછી સભા સમક્ષ વાંચનારાઓને ગ્રહણની અસ્વાધ્યાય કલ્પકથનમાં કેમ વિઘભૂત થાય.
સેન પ્રશ્નકારે તેથી જ કલ્પસૂત્રનું અવશ્ય વાંચનીયપણું જણાવ્યું છે.
જો કે પૂ. વિજય સેનસૂરીશ્વરજી મહારાજ પોતે જ કલ્પવાંચન વખતે અસક્ઝાય ટાળવાનું તો સ્પષ્ટ અક્ષરોમાં જણાવે છે, માટે ગ્રહણ થવા પહેલાં તે દિવસના વ્યાખ્યાનો સમાપ્ત કરે તો તે વધારે વ્યાજબી છે.
સેનપ્રશ્ન. ૩ ઉલ્લાસ. ૧૮૬ પ્રશ્ન कल्पसूत्रे वाच्यमाने पार्श्वेऽस्वाध्यायो भवेत्दपनयनं च कर्तुं न शक्यते तदा तद्वाचनं शुद्धयति भवेतिति-? प्रश्नोत्तरम् - पार्श्वेऽस्वाध्यायो भवति तथाप्पवश्यकरणीयत्वात्तु कल्पसूत्रवाचनं शुद्धयतीति।
સેનપ્રશ્ન-ઉલ્લાસ અ. ૧૮૯ કલ્પસૂત્ર વંચાતું હોય અને બાજુમાં અસ્વાધ્યાય થાય અને તે દૂર કરવાને સમર્થ ન હોઈએ ત્યારે કલ્પસૂત્રનું વાચન શુદ્ધ છે કે નહિ? એ પ્રશ્નના સમાધાનમાં જણાવે છે કે
અસ્વાધ્યાય છે તો પણ અવશ્ય કરણપણું હોવાથી કલ્પસૂત્ર વાચન શુદ્ધ થાય છે.
ત્રીજનો ક્ષય કરનારને ગ્રહણમાં કલ્પધર નહિં કરવું પડે અને સંક્ષેપથી વાંચીને ગ્રહણ પહેલાં ત્રીજું ચોથું વ્યાખ્યાન પૂરું કરી શકાશે. અને સ્વપ્નાના ઘી વિગેરેમાં અસક્ઝાય હશે તો તેની અડચણ રહેશે નહિ.
નોંધ-તા. ૨૨-૭-૩૩ના રોજ કાઢેલા હેન્ડબીલને અંગે મેં પૂછેલા પ્રશ્નોના અંગે કેટલાક સમાધાન શાસન પ્રભાવક પૂજ્યપાદું આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદ સૂરીશ્વરજી પાસેથી મેળવ્યા છે, તે જૈનજનતાના જાણ માટે જાહેર કર્યા છે, કોઈપણ મનુષ્યની આ બાબતમાં વધારે જિજ્ઞાસા હોય તો તેઓએ પણ પૂજ્યપાદશ્રી આચાર્યદેવ પાસે આવી ખુલાસો કરવાની જરૂર છે એમ હું માનું છું.
શાસ્ત્ર અને નીતિ પ્રમાણે ઉપરની હકીકત છતાં, અજ્ઞાનીઓના કલેશને નિવારવા ખાતર કુવૃષ્ઠિ ન્યાયને કોઈ અનુસરે તો તેમાં કંઈ આશ્ચર્ય સમજવું નહિ.
શ્રાવણ પૂર્ણિમા પ્રકાશક