________________
પર્યુષણ પર્વ પ્રશંસા.
-: સવૈયા - સકલ જીવનના પાપ કર્મને ક્ષણમાં ભસ્મિભૂત કરવા, વિકલ બંધનો નિજ આત્માના પ્રલયકાળ સમ પરિહરવા, ચિત્ત વિષે સ્થિરતા શાંતીને સદગુણનો ઉદધી ભરવા, ક્રમે ક્રમે દૂર્ગુણ દૂર કરતા પુણ્ય ધામ પથ સંચરવા, જો પ્રતિવર્ષે પરમ કૃપામય પર્વ પર્યુષણ આવે છે; જૈન હૃદયમાં દીવ્ય ભાવના તે નિશદીન પ્રકટાવે છે.
આ સંસાર ગહન દુઃખવાડી ગાઢી ઝાડી ત્યાં મોહતણી, ગહન ગિરિ ને ઘોર ગુહાવત દળ દૂર્ગુણના દેહ ભણી, ધાન્ય અને ધન સુખ સંતતિના મેળવવા મન યત્ન કરે, એ યને યત્ન જન જડ થઈ પાપ પંકમાં ડૂબી મરે, એ દુઃખડાં દૂર કરવા માટે પર્વ પર્યુષણ આવે છે;
જૈન હૃદયમાં દિવ્ય ભાવના તે નિશદીન પ્રકટાવે છે. કર્મ તણો ક્ષય કરવા માટે ધર્મ સદા દિલડે ધરવા, મર્મ મુક્તિનો મેળવવાને આત્મ તે જ તનમાં ભરવા, પ્રબળ હૃદયથી કરો પ્રતિજ્ઞા જીવનતણા દોષો શોધો, કયા રોગથી માર્ગ રૂંધાતો એ રોગોને અવરોધો, એવા પવિતર કાર્ય સાધવા પર્વ પર્યુષણ આવે છે; જૈન હૃદયમાં દીવ્યા ભાવના તે નિશદીન પ્રકટાવે છે.
જ્યાં પ્રભુ વીરતણા કાના સૂર ધીમે સાદે ગાજે, ત્યાં આ પર્વતણી ભક્તિના છતાં, ગુંજનો જો છાજે, ભવ્ય જીવનને આ અવસર છે દીવ્ય દિવાળીથી સારો, એના પુણ્ય પ્રકાશે નાસે દેહ દોષના અભિહારો, નવયુગના નવકિરણો સીંચતા પર્વ પર્યુષણ આવે છે;
જૈન હૃદયમાં દીવ્ય ભાવના તે નિશદીન પ્રકટાવે છે. લે. શ્રી અશોક.