________________
૪૬૭
શ્રી સિદ્ધચક્ર
તા.૨૨-૭-૩૩ પ્રશ્ન ૪૮૬- પ્રવચન સારોદ્ધારમાં બાળને દીક્ષા ન આપી શકાય તેમ જણાવેલ છે, તો અહીં બાળનો
અર્થ શો ? સમાધાન- પ્રવચન સારોદ્ધાર મૂળની અંદર અઢાર દોષો જણાવ્યા છે, તેમાં ટીકાકારે બાળની
વ્યાખ્યા કરતા પણ જષને ગર્ભષયનું માન જણાવ્યું છે. ન્યાયશાસ્ત્રને દોષ માટે બાળ કોણ કહી શકાય ? વ્યાકરણમાં નિષ્ણાત હોય, પણ ન્યાયની એક લીટી પણ ભણ્યો ન હોય; તે ન્યાયશાસ્ત્રને માટે બાળક છે. ભાષાનો ધુરંધર પંડિત હોય, પણ જૈનશાસ્ત્રો જાણતો ન હોય; તો તે જૈનશાસ્ત્રોના અધ્યયન માટે બાળક છે. તે જ પ્રમાણે પ્રવચન સારોદ્વારમાં દીક્ષા માટે આઠ વર્ષથી ઓછી ઉંમર હોય તેમજ ગર્ભથી સાત પુરાં ન
થયાં હોય ત્યાં સુધી બાળક ન ગણી અયોગ્ય ગણેલો છે. પ્રશ્ન ૪૮૭- એ આઠ વર્ષ તે ગર્ભથી કે જન્મથી. સમાધાન- અહીં આઠ વર્ષ જન્મથી કહેલ છે, કેમકે તેની નીચે સર્વવિરતિ કે દેશવિરતિની પ્રાપ્તિ
પ્રાયઃ હોતી નથી. સાથે જ જણાવ્યું છે કે ગર્ભથી સાત પૂરાં થઈને આઠમું લાગે નહિ ત્યાં સુધી તેને દીક્ષાને અયોગ્ય ગણાય તેથી જન્મથી આઠ વર્ષે ગર્ભથી આઠમું લાગે
ત્યારે તે બાળદોષમાં ગણાય નહિ. પ્રશ્ન ૪૮૮- જાવસાહુ પન્જાવાસમિ એવો પાઠ શ્રાવક સામાયિક કરતાં સર્વ સ્થાને બોલી શકે કે
કોઈ નિયત સ્થાને બોલી શકે ? સમાધાન- ઉપાશ્રયે કે કોઈ પણ સ્થાને જ્યાં સાધુમહારાજની વિદ્યમાનતા હોય ત્યાં વ્યાખ્યાદિમાં
તે પાઠ બોલવાનું શાસ્ત્રીય વિધાન છે; પ્રશ્ન ૪૮૯- શ્રાવકને સ્નાનનું વિધાન કયા શાસ્ત્રમાં છે ? સમાધાન- શ્રાધ્ધદિનકૃત્યમાં છે. તે આ પ્રમાણે-તું નીરેvi or mતિથ-સ્નાન માટે,
પ્રાસુક એવા પાણીથી અગર તે ન મળતાં ગળેલા પાણીથી સ્નાન કરવાનો વિધિ જણાવે છે. ગૃહસ્થ પોતાના જ્ઞાનમાં જેમ બને તેમ ઓછું જળ વાપરવાવાળો હોવાથી ત્યાં આગળ પ્રાસુકતાના અન્વેષણને સ્થાન છે. પણ અભિષેકમાં જળની અલ્પતા ઉપર
ખ્યાલ નહીં રાખવાનો હોવાથી પ્રાસુકતાના અન્વેષણને સ્થાન નથી. પ્રશ્ન ૪૯૦- અપ્રાવરણના અભિગ્રહથી શું સમજવું? સમાધાન- વસ્ત્ર કે કામળી કંઈપણ ઓઢવા પહેરવાને ન રાખતાં, તે ન રાખવાનો કે તે ન વાપરવાનો
• અભિગ્રહ કરે; તેનું નામ અપાવરણ અભિગ્રહ કહેવાય છે.