SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૫ શ્રી સિદ્ધચક્ર તા.૨૨-૭-૩૩ શકવાના નથી, જ્યારે ખારવાનો પાંચ વર્ષનો છોકરો પણ તરતાં જાણે છે તેનું શું ? જૈનકુળમાં સંસ્કાર જ એવા હોય છે કે તે બાળક હોય તો પણ એમ સમજી શકે છે કે મારાથી દીક્ષા લીધા પછી માતાપિતા પાસે નહિ જવાય, નાટક સિનેમા નહિ જોવાય, કાચા પાણીને નહિ અડાય. આ વસ્તુ સઘળા બાળકો જાણે છે અને એ જાણીને જેઓ તેને ત્યાગે છે તેનામાં વાસ્તવિક ત્યાગ નથી એમ કેમ કહેવાય ? પ્રશ્ન ૪૭૮- આ બધો જે ત્યાગ છે તે હાર્દિક ત્યાગ તો નથી જ ને? તે માત્ર ગાડરીયા પ્રવાહ જેવો છે. એમ શું નથી લાગતું? સમાધાન- આ સઘળો ત્યાગ બાળક સમજે છે, એટલે તે હાર્દિક ત્યાગ જરૂર હોઈ શકે ! સમજપૂર્વકના ત્યાગને તે હાર્દિક નથી એમ કહેવાનું કાંઈ કારણ જ નથી. પ્રશ્ન ૪૭૯- બાળકને માબાપ દીક્ષા લેવાની રજા આપે બાળક દીક્ષા લેવાની હા કહે, આટલા ઉપરથી શું તે બાળકને દીક્ષા આપી દેવી અને તે હાર્દિક ત્યાગ માનવો એ શું યોગ્ય છે? સમાધાન- પાંચસો છોકરાને ભેગા કરો અને પછી તેમાંથી સઘળાને પૂછો કે તમારે દીક્ષા લેવી છે? ઘણા મોટા ભાગના છોકરાઓનો જવાબ એ મળશે કે “ના.” ત્યાગમાં છોકરાઓ સમજતા ન હોય તો પછી મોટા ભાગના છોકરા ના શાથી કહે છે વારું? જો તેમનામાં સમજપણું ન હોય તો તેઓ ના ન કહે. જો ના કહેનારા મોટા ભાગના છોકરાઓનું ના કહેવાપણું કબુલ હોય, તો એનો અર્થ એ છે કે એવા છોકરાઓને પણ સમજણ છે. તો પછી તેમાંથી બેચાર છોકરા સમજણપૂર્વક ત્યાગ લેવાને તૈયાર થાય તેને એમ શી રીતે કહી શકાય કે તેનામાં સમજણ નથી ? એટલે ઉપર જણાવ્યા પ્રમાણેની દીક્ષા તે શાસ્ત્રોક્ત દીક્ષા છે. પ્રશ્ન ૪૮૦- પણ બાળક-છોકરો લાલચ ખાતર હા પાડી દે તો શું ? સમાધાન- જો લાલચ હોય તો પેલા પાંચસોએ પાંચસો સઘળા શા માટે હા ન પાડે ? અને સાધુપણામાં તો લાલચ નથી, તેમાં તો તમારા હિસાબે સંકટ છે-આચાર વિચારો પાળવાનાં છે એ વાત એકે એક જૈન બાળક જાણે છે. પ્રશ્ન ૪૮૧- બાળક બધું હા કહેશે, પણ પંચમહાવ્રતની પ્રતિજ્ઞા લે તે સમયનું શું? સ્ત્રી શું છે ? સંસારીઓને માટે સ્ત્રીનું સુખ એ શી વસ્તુ છે એ જાણ્યા વિના બાળક તે સંબંધીનું વ્રત ઉચારે એ યોગ્ય છે ? સમાધાન- એ તો ઊલટું વિશેષ સારું છે. બાળક જે બાબત સમજતો જ નથી, તે બાબતનો ત્યાગ; એ તો તેને આનંદ છે. તેથી તો ઉલટું તે ચારિત્ર વધારે સારી રીતે પાળી શકશે. ત્યાજય વસ્તુઓનો અનુભવ કરવો જ જોઈએ એવો નિયમ છે જ નહિ. પ્રશ્ન ૪૮૨- છ વર્ષનો નાનો બાળક જે સ્ત્રી પુરુષના વ્યવહાર સમજતો નથી, તેને પરસ્ત્રીના ત્યાગની બાધા આપી શકાય ?
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy