SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , ૪૫૫ શ્રી સિદ્ધચક્ર તા.૨૨-૭-૩૩ તમારું ભવ્યપણું તમે જાણી શકો છો? તેને તેના જીવનું ભવ્ય અભવ્યપણું કોણે કહ્યું? માનો કે તેને કોઈ બીજા કેવળીએ કેવળ જ્ઞાનપૂર્વે “તું ભવ્ય છે” એમ કહ્યું હોય. તો એ બીજા કેવળીને “તું ભવ્ય છે” એમ કોણે કહ્યું? અને આ વિચારશ્રેણી આગળ લંબાવી જુઓ. પરિણામ એ આવે છે કે તીર્થંકરનું થવું, તીર્થની શરૂઆત એ સઘળું જ ઊડી જાય છે. કેવળીપણું ધર્મપ્રવૃત્તિએ કેવળી વગર સંભવે નહિ. કેવળીની પાછળ કોઈ કેવળી હાજર હોવો જ જોઇએ. આ વસ્તુમાં વિચ્છેદવાળું કેવળીપણું ન ચાલે. કેવળીનો કોઈ કાળે વિચ્છેદ ન માનવો અને માન્યો તો ધર્મ ઊડી ગયો. કેવળજ્ઞાનીની સતત્ સત્તા માનવી પડે અને તે ન હોય તો ધર્મનો છેડો છે. આત્માના ભવ્ય અભવ્યપણાના વિભાગ પાડ્યા, પણ છતાં આ ભવ્ય અને આ અભવ્ય એવો કેવળી સિવાય નિર્ણય મળે નહિ અને નિર્ણય મળે નહિ ત્યાં સુધી ધર્મપ્રવૃતિ કરવી એ આંધળે બહેરું કુટાવા જેવું નકામું છે. એટલે ખલાસ ! સઘળી ધર્મપ્રવૃત્તિ અને મોક્ષમાર્ગ જ બંધ થઈ જાય ! ત્યારે હવે માર્ગ શો ? અહીં જ સમજવાનું છે. જૈનદર્શન કહે છે કે જીવમાં રહેલું ભવ્યાભવ્યપણું કેવળી સિવાય નહિ જાણી શકાય એ વાત તદન સાચી, પરંતુ પરજીવોનું ભવ્યાભવ્યપણે માત્ર કેવળી જ જાણી શકે છે, પોતપોતાના આત્મામાં ભવ્યપણું છે કે નહિ એ તો દરેક માણસ પોતે સમજી જ શકે છે. જે મોક્ષ ઇચ્છે છે તે ભવ્ય. ૫. . . જેને મોક્ષની ઈચ્છા છે તે સઘળા જીવો ભવ્ય છે પણ એ મોક્ષ તે કયો? એકલો તમોએ માની લીધેલો ગમે તે મોક્ષ ઈચ્છવો જોઈએ તેમ નહિ, અનંત કલ્યાણરૂપ અને સંસારની ઉપાધિ વિનાનો જે મોક્ષ-તે મોક્ષ જે ઇચ્છે છે, તે પણ ભવ્ય જીવ છે. બનાવટી સોનૈયો હોય તો પણ તેની માગણી કોણ કરે ? અર્થી ! અર્થી એની માંગણી કરે, પણ એ બિચારાનું આગળ નસીબ નથી, કારણ કે તે જે સોનૈયો માંગે છે તે બનાવટી છે. તે જ પ્રમાણે સાચો મોક્ષ જૈન શાસનમાં જ હોય તો પણ અન્ય દર્શનમાં રહેલો ખોટો મોક્ષ તેને પણ ઇચ્છે કોણ ? અર્થ ! અન્યમતની અપેક્ષામાં પણ મોક્ષ માનનારા ભવ્યપણે નિશ્ચિત થવામાં અડચણ નથી. માર્ગાનુસારી જીવો દરેક પોતપોતાના મતમાં જુદા જુદા રૂપમાં મોક્ષમાં માનનારા હોય છે અને જુદી જુદી ક્રિયાઓ કરે છે. ઉપદેશ-રત્નાકરમાં ખુલ્લું કહ્યું છે કે ચાહે જૈનમતમાં હો ચાહે અર્જનમતમાં હો પણ જેઓ મોક્ષની ઈચ્છાવાળા છે તેઓ સઘળા જ ભવ્ય જીવો છે. “ચરમ-પુદગલપરાવર્તી એટલે શું?” જે કોઈ પણ મતમાં રહેલો જીવ સંસારને અસાર માને અને મોક્ષ પરમ કલ્યાણકારક ચીજ છે, એમ માને-અલબત્ત એ મોક્ષ કેવો છે, તેનું સ્વરૂપ કેવું છે, તેની ચર્ચામાં ન ઊતરે તો તે જીવ જરૂર ભવ્ય છે. આ સ્થિતિને અંગે શાસ્ત્રકારોએ ભવ્ય કરતા ચઢીયાતો ઈલ્કાબ યોજ્યો છે. આ પુદ્ગલપરાવર્ત સંસાર કહીએ છીએ આ જીવે અનંતા પુદગલપરાવર્ત કર્યા છે. પણ જેને હવે એક જ-એક જ પુદગલપરાવર્તમાં મોક્ષે જવાનું છે, તે “ચરમપુદગલપરાવતી” છે. જેને મોક્ષની ઈચ્છા થઈ તેને એક
SR No.520951
Book TitleSiddhachakra Varsh 01 - Pakshik From 1932 to 1933
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages744
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy