________________
૪૩૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૭-૭-૩૩
અમોઘ અમીવૃષ્ટિ !
ગોપીપુરામાં ગણધર ગુલ્ફિત સુધા છંટકાવ ! ! !
| શ્રવણ કરવાની સમર્થ રીતિ.
શ્રુતના બે પ્રવાહ-૧ બંધપ્રવાહ અને ૨ સતપ્રવાહ. વફાદારીને વળગી રહેવા માટે પણ પ્રભુપૂજન કરવું તે ન્યાયયુક્ત છે.
अयंचनादर्हतां (रुहतां) मनःप्रसादस्तस्समाधिश्च॥
- तस्मादपि निःश्रेयस मतो हि तत्पूजनं न्याय्यं ॥ તત્ત્વ=પરમાર્થ.
(શા) ટ્યતત્ત્વોનો અનુપમ સંગ્રહ કરનાર ભગવાન ઉમાસ્વાતિ વાચકજી મહારાજ ભવ્ય
જીવના હિત માટે ઉપદેશ આપતાં પ્રથમ સૂચવી ગયા કે તત્ત્વ એટલે શું? તથ ભાવંત એ માનીએ તો દરેક પદાર્થો તત્વરૂપ થઈ જાય. તદ્ધિતની અપેક્ષાએ ન રાખતાં તત્ત્વ એટલે પરમાર્થ અર્થ રાખીએ તો જ તત્ત્વની યથાર્થતા હાથ આવે.
તત્વ એટલે પરમાર્થ અર્થ કરતાં પહેલાં, પરમાર્થને, પિછાણવાની જરૂર છે.
સ્પર્શ-રસ-ઘાણ અને ચક્ષ એ ચારે ઇંદ્રિયો પૈકી એકે ઇંદ્રિયોનો વિષય નથી કે તે તત્ત્વના પરમાર્થને પીછાણી શકે ! ભલે બીજા પદાર્થો ગમ્ય કરી શકીએ પણ તત્ત્વનો પરમાર્થ તે ઇંદ્રિયદ્વારાએ પરખી શકતા નથી.
સોશ ના કાળ એ પંક્તિનો પરમાર્થ પીછાણવો હોય તો ચાર ઇંદ્રિય માંહેલી કોઈપણ ઇંદ્રિયનો વિષય તે પરમાર્થને પીછાણી શકતો નથી અર્થાત્ કલ્યાણ જેવી ચીજને જાણવામાં ચાર ઈદ્રિયોની ચાલાકી ચાલતી નથી. સમર્થ રીતિ.
શાસ્ત્રકાર ભારપૂર્વક જણાવે છે કે સાંભળનારો કલ્યાણને જાણે, પાપને જાણે, અને ઊભયંપિ અર્થાત્ અંશે કલ્યાણ અને પાપરૂપ ઉભય સ્વરૂપ દેશવિરતિપણું શ્રાવકપણું પણ જાણે એટલે શ્રોબેંદ્રિયનો વિષય તત્ત્વ=પરમાર્થ પિછાણવાનો છે.