________________
આગમોદ્ધારક એટલે શું ?
આગમોદ્ધારક એટલે જૈન શાસનના જીવન રૂપ જવાહરને જગત સમક્ષ જાહેર કરનાર જગમશહુર ઝવેરી યા એક અજોડ પ્રભાવિક પુણ્યાત્મા.
આગમોદ્ધારક એટલે જૈન શાસનના પ્રાણભૂત હસ્ત લિખીત સિદ્ધાંત-સમૂહનો યથાસ્થિત ઉદ્ધાર કરી પૂર્વાચાર્યોની પૂનિત કાર્યવાહીનું સ્મરણ કરાવનાર એક અજોડ પ્રભાવિક પુણ્યાત્મા.
આગમોદ્ધારક એટલે જૈન શાસનનો સંચાલક સાધુ સમુદાય પૂર્વના હસ્ત લિખીત ગહન ગ્રંથોનું અવલોકન કરવાને અશક્ત બન્યો તે જ અરસામાં તે જ ગ્રંથોને તે જ અવસ્થામાં શુદ્ધિ પૂર્વક મુદ્રિત કરી ચતુર્વિધ સંઘ ઉપર મહાન ઉપકાર કરનાર અજોડ પ્રભાવિક પુણ્યાત્મા.
આગમોદ્ધારક એટલે પૂ. ગણધર ભગવંત ગુણ્ડિત આગમના ઊંડાં રહસ્યો સમજાવવા માટે જગત હિતકારી અસ્મલિત અમોઘ વાંચનારૂપ વૃષ્ટિ વરસાવનાર વીર-ધીર એક અજોડ પ્રભાવિક પુણ્યાત્મા.
આગમોદ્ધારક એટલે આગમાધ્ધિમાંથી દેશના રૂપ અમૃતધારાએ મોહથી મૂર્શિત થયેલ પ્રાણીઓને નવજીવન સમર્પક એક અજોડ પ્રભાવિક પુણ્યાત્મા.
આગમોદ્ધારક એટલે જગતભરનું દારિદ્ર મટાડવા માટે અનેકાનેક અમુલ્ય રત્નોથી ભરપૂર દ્વાદશાંગી રૂપ પૂનિત પેટીનું દર્શન કરાવનાર એક અજોડ પ્રભાવિક પુણ્યાત્મા.
• આગમોદ્ધારક એટલે આગમજ્ઞાનથી ઉત્પન્ન થતા આનંદ રૂપ જલથી ભરપૂર સાગરનો સાક્ષાત્કાર કરાવનાર આનંદસાગર યાને એક અજોડ પ્રભાવિક પુણ્યાત્મા.
આગમોદ્ધારક એટલે શેલાણા નરેશને આગમના ઊંડા રહસ્ય સમજાવી જીવદયા પ્રતિપાલક બનાવનાર એક અજોડ પ્રભાવિક પુણ્યાત્મા.
આગમોદ્ધારક એટલે શાસન પર આવતાં અનેક આક્રમણો સામે અભેદી દિવાલ સમાન સ્વભાવ છે જેનો એવા એક અજોડ પ્રભાવિક પુણ્યાત્મા.
ચંદ્રસા.