________________
૪૦૦
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨-૬-૩૩
પ્રશ્ન ૪૧૦ - આજે પાશ્ચામાત્ય સંસ્કારમાં અમે કેમ તણાઇ જઇએ છીએ ? અને તેનું કારણ શું ? સમાધાન - પ્રાચીનકાળમાં જીવાદિનવ તત્વ-દેવગુરુ અને ધર્મનું સ્વરૂપ, દર્શન પૂજન, આદિ ક્રિયાથી વાસિત થયા બાદ આર્થિક આદિ શિક્ષણ આપતાં એટલે મોટા પ્રમાણમાં ધાર્મિક જ્ઞાન અને ઘરમાં રાત્રે વડરાઓ ગુરુ સમાગમથી મળેલા જ્ઞાનની ગોઠડી સમસ્ત કુટુંબ આગળ કરતા હતા અને તેથી આખું ઘર ધર્મ રંગથી રંગાયેલું રહેતું હતું અને પછી સંસાર કાર્યમાં પડે તો પણ કુમળી વયમાં જામેલાં સંસ્કારથી કંઈ પણ આત્મિક ગેરલાભ થતોજ નહોતો.
આજે આપણે ત્યાં એ પ્રણાલિકા પ્રાયઃ ઘસાઇ ગઇ છે અને મુસલમાન કોમમાં એ પ્રણાલિકા પગભર છે તેથી પ્રાયઃ કોઇ મુસલમાન મેજિસ્ટ્રેટ થયેલો હોય છતાં ચાલુ કોર્ટે નમાજ પઢયા વગર રહેશે નહિ એટલે બચપણમાં કુરાન ભણ્યા વગરનો કોઇપણ મુસલમાન હશે જ નહિ આ દ્રષ્ટાંતથી એટલો ધડો લેવાનો છે કે વર્તમાનમાં નાના બચ્ચાને ધર્મના વાસ્તવિક જ્ઞાનથી રંગી નાંખવા જોઇએ. અને જો બાળપણમાં ધાર્મિક સંસ્કાર આપવાનું કાર્ય માબાપ ઉપાડી લેતો આજે જૈન સમાજમાં ઉગતી વયના બાળકો ભાવિમાં સાધુ સંસ્થાના પ્રાણભૂત તેમજ શ્રાવક સમાજમાં પણ પરમ શ્રાવક બની જૈન ધર્મને દીપાવી શકે. બચપણમાં સંસ્કાર બિલકુલ બગડવા જ ન જોઇએ તે માટે સંપૂર્ણ કાળજી રાખવાની જરૂર છે.
પ્રશ્ન ૪૧૧ શાસ્ત્રકારોએ ચારિત્ર અવસ્થાની ગણતરી ક્યારથી ગણી છે ?
સમાધાન
-
ઘર-કુટુંબ છોડીને સર્વ સાવધના ત્યાગ અને દર્શનાદિ રત્નત્રયીની આરાધના રૂપ પ્રતિજ્ઞા અંગીકાર કરે ત્યારે. અન્યથા એ વાત સ્વીકારીએ તો પરિણામ ચારિત્રના વર્તે તેને ચારિત્ર આવી ગયું છે એમ માનવું પડે. જેમ ગૃહસ્થાવાસમાં રહેલા પ્રભુ મહાવીર સાધુ વેષ વગર ઉત્તમ સાધુ ચર્ચાને યોગ્ય આચારને પાળતા હતા તે વખત ચારિત્ર માનવું પડશે, અને માનીએતો તે જ વખતે મનઃપર્યવ આવવું જોઇએ પણ મન:પર્યવજ્ઞાન તો તે વખતે આવ્યું નથી. આ ઉપરથી ઉત્કૃષ્ટ કોટિના અધ્યવસાયથી વિભૂષિત થયેલા આત્માઓના ચારિત્ર પર્યાય પણ પ્રભુમાર્ગની પ્રણાલિકાને સ્વીકાર્યા વગર સિદ્ધાંતકાર મંજુર રાખતા નથી.
પ્રશ્ન ૪૧૧ - પુરુષાર્થ એટલે શું ? સમાધાન
પુરુષાળું અર્થ:-પુરુષોની ઇચ્છા તેનું નામ પુરૂષાર્થ એટલે જગતના તમામ જીવોનું ચાર પ્રકારે વર્ગીકરણ થઇ શકે છે અને તે ચાર પ્રકાર ધર્મ-અર્થ કામ અને મોક્ષ અર્થાત કેટલાક જીવો ધર્મની ઇચ્છાવાળા, કેટલાક જીવો અર્થની ઈચ્છાવાળા, કેટલાક જીવો મોક્ષની ઇચ્છાવાળા આથી જગતમાં આ ચાર પ્રકારની ઈચ્છાવાળા જીવો દૃષ્ટિગોચર થશે અને વર્ગીકરણની અપેક્ષાએ આ ચાર પુરુષાર્થ.