________________
૩૭૬
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩
આ કુતરાના પહેલા ભવે એટલે મારા મિત્રપણામાં આ વિભાવસુ પુરોહિત પુત્ર હતો ને તે જાતિ કુલ ઐશ્વર્ય ગર્વ ઇત્યાદી મદથી ભરપૂર હતો, તે એક દિવસ વસંતઋતુમાં ક્રીડા કરવા સકળ પરિજન સાથે ઉદ્યાનમાં ગયો તે દિવસે આખાએ નગરના લોકો પોત પોતાના પરિજન સાથે લઈ ઉદ્યાનમાં આવી ક્રીડા કરતા હતા. તેવામાં જે સ્થાને વિભાવસુ પોતાના પરિજન સાથે ક્રીડા કરે છે તેની નજીક એક ધોબી લોકની ટોળી રમવા આવી હતી. વિભાવસુ અભિમાનમાં આવી બોલ્યો........ નીચ લોકો તમે અમારી નજીક કેમ આવ્યા ? એમ કહી માનમાં આવી જઇ તેણે તે લોકોને ખુબ માર્યા અને તેનો મુખ્ય નાયક જે ઉષદત્ત તેને પકડી કેદમાં નાખ્યો પછી લોકોના ઘણું કહેવાથી તેને છોડી મૂક્યો ત્યાં આગળ તારા મિત્રે. નીચ ગોત્ર બાંધવા સાથે તિર્યંચગતિ તિર્યંચ આયુને તિર્યંચ આનુયર્વા એ ચાર કર્મનો બંધ કર્યો.
આઠ મદનું વિશેષ સ્વરૂપ.
અત્ર મદનું સ્વરૂપ વિચારવા જેવું છે મદ આઠ પ્રકાર થાય છે તેથી આત્મા. અશુભ કર્મ બાંધે છે તે આઠ મદના નામ આ પ્રમાણે ૧ જાતિ મદ. ૨ કુલમદ ૩ બલ મદ. ૪ ઋદ્ધિમદ ૫ વિદ્યામદ ૬ લોભમદ. ૭ તપ મદ. ૮ રૂપ મદ. એ મદથી આત્મા કેવા પ્રકારે દુર્મતીમાં પડે છે તે જાણવા હવે પછીનો અંક જુઓ.