________________
૩૭૩
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩
ત્યારે કહ્યાણક નામના પુરુષે સર્વ ગુણોથી વિભુષિત એવા વિજયસેન નામના કે જે પૂર્વાવસ્થામાં ગંધાર નગરના રાજા સમરસેનના પૌત્ર હતા તે સૂરિને મેં આજે જ અશોકદત્ત શ્રેષ્ઠિના અશોક વનમાં દીઠા છે. રાજાએ કહ્યું હવે સવારે જોઇશું સવારે મુનિને વાંદવા જઇશું હવે પછી મુનિ પોતાનું ચરિત્ર કેવી રીતે કહે છે તે જાઓ.
अथ प्रातः कृत प्रातः कृत्य कृत्यविदांवरः॥ कद्याने शिष्यताराढ्य तमुनीन्दु मवैक्षत॥२३७॥ સૂરિશ્વરજીએ દીધેલી દેશના
આપણે પ્રથમ જોઈ ગયા કે અગ્નિશર્માએ ક્રોધમાં આવી એક ષની ખાતર તમને નિયાણામાં વેચી દીધું. ગુણસેન રાજા પણ પારણું મુનિને ન થયું ને પોતાને કારણે મુનિને દુઃખ થયું તેથી મિથ્યાદ્રષ્ટિ હોવા છતાં પણ હૃદયની અંદર ઘણો પશ્ચાતાપ કરવા લાગ્યો. ત્યાં પણ એકલો ખાલી પશ્ચાતાપ નહીં પણ તેની સાથે તેવા પ્રકારના પશ્ચાતાપની ક્રિયા (આલોચન) મિથ્યદુષ્કૃત (દેવા રૂ૫) હોય ત્યારે તે પશ્ચાતાપ કહેવાય તેવા પ્રકારનું અહીં પણ એ જ રીતે રાજા મુનિને ખમાવવા જાય છે. ને ત્યાં શું થયું ? એ સર્વ જોઈ રહ્યા છીએ.
ઉપર આપણે વિજયસેન સૂરીશ્વરજી મહારાજના ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં આગમન સુધીનો અધિકાર જોઈ ગયા ત્યારબાદ પ્રાતઃકાલે રાજા મુનિને વાંદવા ગયો ને ત્યાં આગળ જઈ મુનિને વાંદી આ પ્રમાણે પ્રશ્ન પૂછયો કે હે ભગવન્ આપને આ યૌવન વયે વ્રત ગ્રહણ કરવાનું કારણ શું? આનો ઉત્તર મુનિવર કેવો આપે છે એ પહેલાં આપણે આ વિષય ઉપર વિચાર કરીએ કે....અનેક સમૃદ્ધિનો માલિક રાજા હોવા છતાં પણ કેટલા નમ્રભાવે પ્રશ્ન પૂછે છે એ વસ્તુ વિચારો ? ત્યારે આજકાલની કઈ દશા છે. એક લાખ કે કરોડની મિલકત થઈ એટલામાં તો અભિમાન તો એટલું આવી જાય. ભોંય પર પગ મુકવો એ મુશ્કેલ ત્યારે જે વસ્તુનું કાર્ય સાધવું હોય તેના માટે ચાહે પછી પૌલિક હોય વા આત્મીક હોય. પ્રયત્નશીલ તો દરેકે દરેક પ્રાણીએ બનવું તો જોઈએ જ. કારણ અર્થના અથઓ અર્થ માટે પ્રયત્ન કરે. કામાર્થીઓ કામને માટે ઉદ્યમવંત બને ધર્માર્થી પુણ્યાત્માઓ ધર્મને માટે પ્રયાસ કરે એ સ્વાભાવિક છે. આ ત્રણમાં પ્રથમના બે તો પીગલિક છે ને એક આત્મિક છે ને સ્થિર છે. અર્થને કામ એ જીવને આ ગતિ છોડ્યા પછી સાથે આવનાર નથી આ જીવનમાં સ્થિર નથી ત્યારે જે વસ્તુને સાથે લાવ્યા નથી સાથે લઈ જવાની નથી ને આ જીવનમાં પણ જેનું ઠેકાણું નથી. એવી વસ્તુ ઉપર ચોંટયા રહેવું, એ વસ્તુને પ્રાપ્ત કરવા આખી એ જીંદગીનો વીમો ઉતારી દેવો તેના જેવી બીજી કઈ મૂર્ખતા કહેવાય ?
ત્યારે જે વસ્તુ સ્થિર છે એકાંતે આત્માને કલ્યાણકારી છે. ભવાંતરમાં પણ આત્મા સાથે આવી સુખ આપે છે તે વસ્તુ પ્રત્યે તેની આરાધનામાં તેને પ્રાપ્ત કરવામાં બેદરકારી રહે તે તો ખરેખર સુખની ઇચ્છા ધરાવીને દુઃખને આમંત્રણ આપવા જેવું છે.