________________
૩૫૯
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૪-૫-૩૩ “યથાવાદી તથાકારી”માં કશી અડચણ આવતી નથી. તત્વ, ધર્મ, અને શાસનને જીનેશ્વરને ભરોસે જ માનીએ છીએ. જો જીનેશ્વર કહે નહિ તો ધર્મ અધર્મનો ભેગો ભાંગડો વટાઈ જાય અગર ધર્મનું અધર્મરૂપે પ્રવર્તન થઈ જાય? ત્યારે અહીં જે જે કલ્યાણ કરનારું છે તે તે જીનેશ્વર કહે છે અર્થાત જે જે કલ્યાણ કરનારું હોય તે જીનેશ્વર જ કહે છે. ચાર્ટર બેંકની છાપ જેવું ન રાખો જ્યાં ચોખું હોય ત્યાં એમ નહિ તે અવધારણની બને ઢાલ તપાસો. જે જે જીનેશ્વરે કહેલું છે તે ધર્મ તરીકે સાચું જ છે. ઉભય નિર્ણય સ્વરૂપે કહેલું તે તત્વ, ધર્મ અને શાસનરૂપ છે અને તે બધું કહેલું છે, અને તેથી “ગીન પતિ તત્ત” “વત્ની પવિપુ' આવી માન્યતાનો આધાર રાખીએ છીએ. એવી માન્યતાવાળાનું વચન અધર્મને ધર્મરૂપ યા ધર્મને અધર્મરૂપે બનાવતું નથી. તો પછી તે શા માટે કહેવું? કેવળીએ કહેલો ધર્મ, તત્વ, શાસન શા માટે કહેવું? જે ધર્મ તત્વ શાસનમાં ઓતપ્રોત છે તે છે જ. એટલા માટે જ કહેવું અને તેથી જ શાસનની મહત્તા છે. ત્રણ વસ્તુ
આપણે ઓળખવાની તાકાત ત્રણે વસ્તુ માટે ધરાવતા નથી. અને એ ત્રણ ધર્મ, તત્વ અને શાસન ને ઓળખવાની તાકાત આપણામાં નથી. જેમ સોનું ન પારખી શકે તેણે કસોટીનો પથ્થર ન લેતાં સીધી ચાર્ટર બેંકની છાપ જોઈ લેવી. આપણે કેવળ જ્ઞાન, મન:પર્યવ જ્ઞાન, અવધિ જ્ઞાન અને ચૌદ પૂર્વનું પણ જ્ઞાન થયું નથી, ત્યાં સુધી સ્વતંત્ર ધર્મ, તત્વ, અને શાસનને પારખી શકીએ એવા નથી. કહો ! હવે વસ્તુ કયા ભરોસે લેવી? સોનું લેવું છે ને પારખવાની તાકાત નથી તો સીધી છાપ જોઇએ છીએ. એક પક્ષનો નિયમ કરનાર વસ્તુની છાપ જોઈ લઇ લો છો. ઉભયપક્ષનો નિશ્ચય કરનાર જે ચોખ્ખું તત્વ ધર્મ અને શાસન તે ઉપર જૈનની છાપ જીનેશ્વર કથિત તે ધર્મ, તત્વ, અને શાસન ગણાય અને જ્યાં ધર્મ તત્વ અને શાસન છે ત્યાં જીનેશ્વર કથન ઉભય પક્ષનો નિયમ સ્વીકારનાર પ્રભુ માર્ગમાં આ ત્રણ વસ્તુ તત્વ ધર્મ અને શાસન છે. ન કર્યો તે અધર્મ
જીનેશ્વરે કહેલા જૈન શાસનમાં ધર્મ અને તત્વમાં બે પ્રકારનો નિયમ છે. આ ચોખ્યું છે આજ ચોખ્યું છે. એવામાં છાપને આધારે છોડે એમાં નવાઈ શી ! આપણા સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્ર ઉપર છાપ છે. આપણી માલિકીનો કબજાનો આ ધર્મ છે. પણ પરીક્ષા કર્યા વગર આપણા માલને શુદ્ધ કરવા દોરાઈએ તે અસ્થાને છે, માલિકીનો છે. છતાં વાસ્તવિક તેનો સદુપયોગાદિ કાર્યવાહીઓ આપણે સમજી શક્યા નથી. સદુપયોગ કરવાનો દુરૂપયોગ રોકવાનો એ વિગેરે સમજી શકીએ તો જ લાભ થાય. અહીં જેમ ચાર્ટર બેંક માટીમાં મળેલું સોનું ખાણમાંથી કાઢયું પણ શોધવાની રીતિએ શોધીને ચોખ્ખું કર્યું ને પછી છાપ લગાડી. આપણી આ ખાણમાં સોનું તૈયાર છે. માત્ર ચાર્ટર બેંકની રીતિનો અમલ કરીએ તો ચોખ્ખું સોનું બનાવી શકીએ. રીતિ કઈ? બીજાં બધાં કાર્યો કરતાં એની પાછળ લક્ષ્યપૂર્વક