________________
૩૧૫
શ્રી સિદ્ધચક
તા. ૨૪-૪૩૩
દટાયેલું, અડનું મૂળ કેટલું ઊડું ગયું છે તે પણ સમજી શકીએ છીએ. અનુમાન કરી શકીએ છીએ તેમ આત્મામાં રહેલો ધર્મ થડ, ડાળાં વિગેરેની જેમ બહાર દેખાતાં ચિહ્નોથી જાણી શકાય તેમ છે. શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી-ડાળાં પાંખડા વિગેરે દ્વારાએ ધર્મ તપાસવાનું, (આત્મામાં ધર્મ છે કે નહિ તે નિહાળવાનું) કહે છે તે ડાળ, પાંખડાં કયાં? ઔદાર્ય દાશિલ્ય વિગેરે; આ જગતમાં અનાદિકાલથી આ આત્માને “અહીંથી લઉં કે તહિંથી લઉં' એવો સંસ્કાર પડેલે છે. બે ત્રણ વર્ષનું બચ્ચું હાથમાં રૂપિયો લઈ માલ લેવા જાય તોયે તેને કોઈ આપે નહિ છતાં તેના હાથમાંથી રૂપિયો લ્યો તો ખરા ! એ રૂપિયો છોડાવવો સહેલો નથી; ઘણો મુશ્કેલ છે. રૂપિયા માટે (રૂપિયો ન છોડવા માટે) વહુરા ભરે, બચકાં ભરે, પગ પછાડે, ચીસો નાંખેઃ બધુંયે કરે પણ રૂપિયો છોડે નહિ; હા! રોતાં રોતાં થાકે, સુએ, ઊંઘી જાય પછી રૂપિયો કે ઢબુ જે હોય તે એના હાથમાંથી લઈ લ્યો તેનું તેને ભાન નથી, જાગ્યા પછી તે રૂપિયા કે પૈસાને સંભારતું પણ નથી. બાલ્યવયમાં રૂપિયો છૂટતો નથી એટલે કે એવા તીવ લોભના અનાદિ સંસ્કારનો પ્રત્યક્ષ પ્રભાવ છે. ધર્મનું પહેલું ચિહ્ન! ઔદાર્ય !
હવે લની જગ્યાએ “દ” મૂકો, અર્થાત્ “લઉં' ને સ્થાને “દઉં” આવી ભાવનાથી ભરપૂર બનો, લેવા દેવાના કાટલાં જુદા રાખવાનું કાર્ય કોને ન શોભે? આવો સંસ્કાર થાય, વધે, જાગે તો માનો એમાં કલ્યાણ. ધર્મનો એ પ્રણામ અંકુરો. દેવની ભાવનામાં કલ્યાણની બુદ્ધિ કેટલે? એ બુલિનું જેટલું પ્રમાણ તેટલો ધર્મ. દેવાની ભાવનાને બદલે લેવાનું તથા સંઘરવાનું મન તેટલી કલ્યાણ બુદ્ધિ ઓછી, તેટલો ધર્મ ઓછો. ધર્મનું પહેલું ચિત ઔદાર્ય, દેવામાં કલ્યાણ બુદ્ધિ માને પછી દે પોતાની શક્તિ પ્રમાણે દાનને ધર્મનું ચિત ન કહ્યું પણ દાર્યને ચિત કહ્યું. કારણ કે દેવાનો આધાર તો શક્તિ પર અવલંબેલો છે. ઔદાર્યની ભાવના છતાં પ્રવૃત્તિ બધાની સરખી થવી મુશ્કેલ છે, તેમજ જગતમાં બધા કાર્યમાં બધાની તેવી ભાવનાવાળાની બુદ્ધિ સરખી ચાલે તેમ નથી. ઘણા છોકરાને માબાપ દોરીને, રોવડાવીને, ટાંગાટોળી કરીને નિશાળે લઈ જાય છે, રમત છોડવી પડે છે તે છોકરાને આકરું લાગે છે તેવી રીતે આ જીવને સ્વાર્થ છોડવો અને પરમાર્થ આગળ કરવો તે પણ ઘણું જ આકરું લાગે છે. ધર્મનાં ચાર ચિહ્નો !!!
છોકરાં નિશાળે માબાપનાં કહેવાને અંગે જાય છે. તેમ ધર્મના તમામ રસ્તા આપણે સમજી ગયા હોઇએ એવું બને નહિ. પહેલ વહેલાં આપણે અજ્ઞાન હોઈએ તો કઈ રીતિએ ધર્મ કરવો? છતાં ધર્મિષ્ઠોના કહેવાથી ધર્મ કરાય, તેમને ધર્મ કરવાનું ના કહેતાં મનમાં સંકોચ થાય તેનું નામ