________________
વિષયાનુક્રમ ધર્મના ચિન્હો !!!
પાનું-૩૧૩ આગમોદ્ધારકની અમોઘ દેશના. સાગર સમાધાન...............
..પાનું-૩૨૪ સુધા-સાગર........
...પાનું-૩૨૮ સંવેગની સમરાંગણ ભૂમિ.. ........................... પાનું-૩૩૨ સમાલોચના. ............................પાનું-૩૩૬
સાધન મળ્યાં તો સાધી લે ! માનવ જીવન આરાધી લે !!
(હરિગીત) આત્મા અનાદિકાલથી રખડી રહ્યો સંસારમાં ! શા કારણે એ શોધવાની લેશ પણ દરકાર ક્યાં ? રખડી રહ્યાનું ભાન પણ છે કે નહિ એ પ્રશ્ન છે, સંસાર કેરા કાર્યમાં લયલીન ત્યાં ક્યાં પ્રશ્ન એ ? ૧ ધન ધાન્ય ધરણી ધામ ધીંગાણા વિષે મશગુલ છે, પરિવાર સુત પત્નિ વિગેરે સ્વાર્થ કાજ પ્રફુલ્લ છે, સંસાર કેવળ દુઃખમય છે, કોઈનું છે, કોઈના ! માનવજીવન પુણ્ય મળ્યું, જ્યાં સાધ્ય સિદ્ધિ-સાધના. ૨ ક્ષણ જાય સોનેરી ગુમાવે જીવન હેતું પૂર છે, "મરવું છે નક્કી માનવી ! આયુષ્ય ક્ષણ ભંગુર છે, મનના મનોરથ મન રહી, વળશે ન પશ્ચાતાપથી, આખર શરણ જો ધર્મનું, વંચિત કયમ તસજાપથી! ૩ બાજી ગઈ જ્યાં હાથથી પછી બોલવું શા કામનું ? તિર્યંચ નર્કનિગોદમાં ના સ્વપ્ન પણ આરામનું ! સુખશાંતિ શાશ્વત્ પ્રાપ્તિનાં સાધન મળ્યાં તો સાધી લે. આનંદ-સાગર ધર્મથી માનવજીવન આરાધી લે. ૪
ભીખાભાઈ છગનલાલ શાહ. ૧. સાક્ષર ડાહ્યાભાઈ કહે છે :
મરવું છે નક્કી માનવી ફોગટ પડો છો પાપમાં, સમજુ થઈ શીદ ઉતરો સંસારના સંતાપમાં, બાંધે હવામાં બાપડા, પાપી બરફના માળી, કાળનો ઉકળાટ થાતાં, હાય વહેતાં ચાલી.
૨. આખરે (મરણ વખતે) પાસે બેઠેલાઓ પણ ધર્મને જ ભળાવે છે તો પછી એના જાપથી અત્યારથી જ વંચિત શા મ