________________
૨૭૨
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૬-૩-૩૩ આ પ્રશ્ન. શäભવસૂરિ સિવાય બીજાએ દીક્ષા આપી હોત તો નિષ્ફટીકા દોષ લાગત? ' ઉ. જરૂર લાગે, આ ઠેકાણે શયંભવસૂરિ આજની પેઠેના વિચારોવાળા નથી, તેમજ માતાની
દયા ચતવતા નથી. તેથી તેમને વિચાર શુન્ય કે કેવા કહેવા? જે માતાને એકને એક પુત્ર ઉપર જીવન છે તેને નિરાધાર કરવી. શäભવસૂરિની પોતાની ૩૦ વર્ષની દીક્ષા માટે લુચ્ચા ધુર્ત સાધુએ ભરમાવાનું કહેનારી સ્ત્રી આઠ વર્ષના પોતાના એકના એક
પુત્રને તો રજા શાની જ આપે ! મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ તેવો આજનો ન્યાય છે.
જ્યાં શાસ્ત્રકાર મહારાજાઓ કુટુંબની રજા ઉપર નિયત થતા નથી ત્યાં આજકાલ શ્રાવકો કહે છે કે અમારી રજા લો. જો તમે તમારાં પુત્રપુત્રીને અમારી રજા સિવાય પરણાવવા નહીં તેવું કબુલ કરવા તૈયાર હો તો આ માગણી હજુએ વાસ્તવિક છે. “આ તો મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ.” અમારા કામમાં તમને ગુરુને ન પૂછીએ અને અમે ચેલા, પણ તમારા કામમાં અમારી રજાની જરૂર. વિચારો, રજા શી રીતે મળે. જે બિચારા ભોગના કચરામાં ખૂંચેલા, રમા અને રામામાં આસક્ત થયેલા, નામ અને નાક માટે સર્વસ્વ હોમનારા, આવી સ્થિતિના મનુષ્યોની રજા ત્યાગ માર્ગ માટે શી રીતે હોઈ શકે ? આઠ વર્ષ પહેલાંના બાળકની દીક્ષાની મનાઈ કયા કારણે ?
વળી, કેટલાક તો સગીરની દીક્ષામાં દેનાર અતિશય જ્ઞાનીને ઉપયોગ મૂકનારા હોવા જોઈએ, કે જેનું ભવિષ્ય મહાન થવાનું હોય, તો તેવાને જોઈને આપે. પણ આ ક્યાં? માબાપ સિવાય એકલા ચાર કે પાંચ વર્ષના બાળકને દીક્ષા આપવાની હોય કે જેની પણેજ માતાની માફક કરવી પડે. શાસ્ત્રકારે ક્યાં કારણો કહ્યાં છે? જેવાં કે દોડાદોડ કરે, છ કાયની, વિરાધના કરે, એક ઠેકાણે બેસી ન રહે, રોકવા જાઓ તો રોવા બેસે; માતાની પેઠે. ઠલ્લા માત્રાનું સંભાળવું પડે, તેને પકડી રાખવો પડે. ત્યારે લોકો બંદીખાનું કહે તે કારણો કહ્યાં. પણ જ્યાં છોકરો સંસ્કારવાળો હોય. એકલો રહી શકે તેવો હોય ત્યાં બંદીખાનું ન કહેવાય પણ જેઓને શાસ્ત્રની આગળ પાછળની પંક્તિ ઇરાદાપૂર્વક જોવી નથી તેઓ સામાન્ય જનતાને આડે રસ્તે દોરવા મન માન્યુ બોલે. નિમિત્ત, અતિશય જોવાનું પણ ક્યાં?
શાસ્ત્રકાર મહારાજા આઠ વર્ષ પછીની દીક્ષામાં નિમિત્ત જોવાનું કહેતા નથી. તે પહેલાં અગર ૭૦ વર્ષની ઉંમર ઉપરાંત જોવાની જરૂર બળાત્કારે રાખવો પડતો હોય ત્યાં ઉપયોગની જરૂર. અહીં શäભવસૂરિ મહારાજા ચૌદપૂર્વી હતાં છતાં ઉપયોગ દીક્ષા આપ્યા પહેલાં મૂકતા નથી.
પ્રશ્ન. શા ઉપરથી જાણી શકાય કે ઉપયોગ નહીં મૂક્યો હોય ? ઉત્તર.આ પ્રશ્નનો જવાબ તેમાંથી જ નીકળે છે. દીક્ષા દીધા પછી આયુષ્ય તપાસ્યું ત્યારે માલુમ
પડ્યું કે છ મહિનાનું આયુષ્ય બાકી છે. એટલે દીક્ષા આપતાં પહેલાં ઉપયોગ મૂક્યો જ નથી.