________________
૧૯૬
શ્રી સિદ્ધચક્ર.
તા. ૧૦-૨-૩૩
.
.
.
.
.
.
.
.
.
.
.
. .
આ રીતે વ્યવસ્થિત બંધારણપૂર્વક સમાજની સ્થાપના થયા પછી પણ પ્રથમ આરાધના તે જ તીર્થાધિરાજ, એ જ શાશ્વગિરિરાજ શ્રીસિદ્ધગિરિજીએ કરવામાં આવી. પછી સુરત, વઢવાણ અને છેલ્લે ભોયણીજી (શ્રીમલ્લીનાથજીની શીતળ છત્ર છાયામાં, મુનિ મહારાજાઓની વિશાળ સંખ્યા સમક્ષ)માં, એ ચારે સ્થળે હજારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધતા ઉલ્લાસે, આરાધના કરવામાં આવી છે જેમાં તે તે પ્રદેશના આજુબાજુના સંખ્યાબંધ ભાવિક શ્રાવક-શ્રાવિકાઓએ સારો લાભ લીધો છે.
એ બિના તો જાણીતી છે કે જૈનદર્શનની એક નાનામાં નાની ક્રિયા પણ સર્વવિરતિના ધ્યેયવાળી છે, અને જરૂર એ ધ્યેયથી થતી નાની (અલ્પ) ક્રિયા પણ પ્રાંતે સર્વવિરતિ સંપ્રાપ્ત કરાવે છે તો વિદનમાત્રના વિનાશક, ઐહિક પારમાર્થિક સંપત્તિ માત્રને દેનાર એવી શ્રીનવપદજીની આરાધના જે સમાજ સુંદર રીતે અસ્મલિત ચાલુ હોય ત્યાં સર્વવિરતિ સાંપડે એમાં નવાઈ શી ? અને એ જ રીતિએ, આ રીતિએ તીર્થસ્થળે થતી આરાધનાની પ્રથાના પ્રારંભનું અદ્વિતીય માન જેઓને ઘટે છે તેઓ શ્રીયુત્ ચીમનલાલ જેશંગલાલ પટવા હાલ શ્રી ચંદ્રસાગરજી થયા છે, અને વ્યવસ્થિત બંધારણ થયું ત્યારબાદ શ્રીયુત્ મુલચંદ નહાલચંદ શ્રી ધર્મસાગરજી થયા છે, શ્રીયુત્ ભગવાનદાસ હાલાભાઈ શ્રી ભદ્રંકરવિજયજી થયા છે. સંસ્થાની આ સંચાલક ત્રિપુટીએ (એક પછી એક થયેલા સંચાલક મહાશયોએ રત્નત્રયીનું સાધ્ય સંપ્રાપ્ત કર્યું છે, સિવાય અન્ય પુણ્યાત્માઓએ પણ આ સમાજમાંથી પારમેશ્વરી પ્રવ્રજ્યા અંગીકાર કરી છે. (જેની સંખ્યા આશરે અગીયારની છે.) આ પ્રત્યક્ષ પરિણામ !
એવી રીતે સ્વર્ગાદિ સંપત્તિ તથા છેલ્લે શિવપદ આપનાર, મોક્ષના મુખ્યમાર્ગ રૂપ સર્વવિરતિને સમર્પનાર શ્રી નવપદજીની ચાલુ વર્ષની ચૈત્રમાસની ઓળીની આરાધના શ્રી તાલધ્વજગિરિ (શ્રીતળાજા) તીર્થે કરવાનું આ સમાજ (શ્રીનવપદ આરાધક સમાજ) તરફથી નિશ્ચિત થયું છે. શ્રી તાલધ્વજગિરિ શ્રી સિદ્ધગિરિજીની એક ટૂંક છે, તળાજા એ સૌરાષ્ટ્રનો સુંદર પ્રદેશ છે, ત્યાંની ટેકરી પરના પરમ આલ્હાદક ગગનચુંબી શ્રી જિનમંદિરોની શોભા અપ્રતિમ છે. આ વખતની ત્યાંની આરાધનામાં અનેક પ્રકારના લાભો પ્રત્યક્ષ છે. શ્રી સીમંધરસ્વામિ ભગવાન સ્વમુખે જેની પ્રશંસા કરે છે એ સિદ્ધગિરિજી સમીપમાં છે, તાલધ્વજગિરિ પણ એ ગિરિરાજની