________________
૧૭૨.
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૫-૧-૩૩
આજે શાસન ઉપર આવાં આક્રમણો છાશવારે ને છાશવારે ચાલુ રહ્યા છે તેમાં આપણને હવે સમજાવું જોઈએ કે તેમાં આપણી પણ કાયરતા જ છે ! વ્યવસ્થિત સંચાલકપણું સવેળા પ્રાપ્ત કરવાની અત્યારે સંપૂર્ણ જરૂર છે, કાયર પ્રજાને જીવવાનો અધિકાર નથી એ કથનનો સાક્ષાત્કાર આરાધક તો કરાવી શકે જ નહીં ! પ્રભુ શાસનના સંતાનો જેઓ હજારોની સંખ્યામાં હયાતિ ધરાવે છે તેઓ જો સર્વથા જાગૃત હોય તો કોની તાકાત છે કે શાસન તરફ આંગળી પણ ચીંધી શકે? પણ ક્યાં છે તેવી જાગૃતિ? કાયરતાથી કાયાને જકડાવવી એ ધર્મને તો પાલવે જ નહીં ! શાસન સંતતિના બે વિભાગમાંથી પોતાને સુધારક મનાવનારાઓને સન્નિપાત થાય અને ધર્મી મનાવનારાઓને લકવો થાય ત્યાં શાસનની દશા શી ?
શાસન પ્રત્યે બેપરવાઈ ધરાવનારા કેટલાકો કહી નાખે છે કે હશે હવે ! આપણે શું કરીએ? કજીયાનું મોં કાળું” આવા પ્રલાપોરૂપી કાયરતાવહેંક મલમ ચોળીને કાયામાં કાયરતાને દાખલ કરે છે. તેવાઓ પણ અંગત આફત વખતે કદીએ તેમ વર્તતા નથી. યાદ રાખજો કે એક વખત પણ કાયર તરીકે ગણાયેલી પ્રજાના કર્મમાં કનડગત નો કાયમ જ સંજાયેલી છે. એક જ વખત પણ જાગૃત તરીકે ગણાયેલ પ્રજા સામે નજર માત્ર નાખવાનીયે, બહુ બહુ તપાસો અને વિચારો કે ભૂલ કોઈએ પણ કરી છે?
યદ્યપિ શાસન તો પોતાના જ સમાÁપર નિર્ભર છે અને તેથી તો કાયરતાથી જકડાયેલા આરાધકોને પણ ભૂલા પાંગળા પ્રયત્નની પ્રેરણા થાય છે પણ અમારો તો એક જ પ્રશ્ન છે કે શાસનનો કોઈપણ આરાધક તે ભાવે જ જીવતો હોય ત્યાં સુધી એને કાયરતા કેરરૂપે કેમ ન ભાસે ? અમે ફરી ફરી કહીએ છીએ કે મન, વાણી, તન તથા ધન સર્વસ્વના ભોગે શાસન રક્ષા કરવી, આક્રમણોની જડને નિર્મુલ કરવી અને કાયરતાના બદલે જાગૃતિનું સામ્રાજ્ય સ્થાપવું એ જ ખરી આરાધના છે. જાગ્યા ત્યાંથી સવાર સમજી હજી પણ શાસનને જો નિષ્ફટકપણે જ નિભાવવું હોય તો કાયરતા દૂર કરી, અત્યારની આફતો દૂર કરવા તથા ભવિષ્યમાં તેવી અણધારી આફતો ન આવે તે માટે બનતી તૈયારીઓ સવેળા, અરે ! આજે જ કરવાની પરમ આવશ્યકતા છે.
દરેકે દરેક જણ કાયરતાને તો પ્રથમ તકે જ દેશવટો આપો ! ભાવિ પ્રજાને એટલે બાલવર્ગને સાચા જૈન બનાવનારા, શાસનના શત્રુ નહીં પણ પરમભક્ત તેમજ સંરક્ષક બનાવનારા સંસ્કાર આપો! આક્રમણોને તો આંખના પલકારે દબાવી દે તેવી તેને તાલીમ આપો !!!