________________
(સંવગની સમરાંગણ ભૂમિ)
અખિલ ભારતવર્ષમાં વિનશ્વર પદાર્થો પર સર્વોપરી સત્તાનો પ્રથમ સૂર કાઢનાર, સ્વપરાક્રમ પર નિર્ભર, ચોરાશી લાખ અશ્વો, ચોરાશી લાખ હાથી, છ— ક્રોડપાયદળ, અહોનીશ સેવા સારનારા બત્રીસ હજાર મુકુટબધ્ધરાજા, ચક્રરત્નાદિ દિવ્ય સંપત્તિથી રાજા મહારાજાઓને તો સહજમાં વશ કરનાર અને એ મશહૂર પ્રચંડ સત્તા સામે માથું ઊંચકવાને પણ હિંમતબાજોની હિંમતનેયે રણસંગ્રામમાં શૌર્યભેર રોકી રાખનાર એવા પ્રથમ ચક્રવતી ભાગ્યવાન ભરત મહારાજા સમા સર્વોપરી સત્તાધીશ બનેલા ચક્રવર્તીઓ, વાસુદેવ પદથી વ્યામોહિત વાસુદેવો અને એ જ વાસુદેવોથી પરાજ્ય પામેલા પ્રતિ વાસુદેવો વિગેરે તેમજ કપટ કૌશલ્યાદિમાં કારમાં કુનેહબાજ એવા કૌરવોની સાથે કાળ સમા કોલકરારોની પરિસમાપ્તિમાં યુધ્ધકલા વડે અભિન્ન વિજ્ય પ્રાપ્ત કરી પ્રસિદ્ધિને પામેલા, એટલે કે એ ભયંકર પાણીપતના મેદાનમાં ખેલાતી કૌરવોની કુટનીતિઓ સામે પણ સત્યના પવિત્ર નિયમોને સંપૂર્ણ તથા વળગી રહીને જ પુરૂષાર્થની પરાકાષ્ઠાએ પહોંચેલા પુણ્યવાન પાંડવાદિ અનેકાનેક મહાપુરૂષો, અને વર્તમાન વીરવિભુના વિશાળ શાસનમાં વિજયમાળને વરેલી વિરતી સ્વરૂપ શ્રી ભાગવતી દીક્ષા અંગીકૃત કરનાર અને ચારબુધ્ધિના નિધાન એવા શ્રી અભયકુમારની દીક્ષા પછી તુરત જ ભાઈચારાનો પણ દ્રોહ કરવા રણે ચઢેલા કોણિક વિગેરેના હૃદયભેદક વૃત્તાંત તો ખરેખર વિવેકીના હૃદયને પણ હચમચાવી મૂકે છે !!!
આદ્ય તીર્થંકરદેવથી અદ્યાપિ પર્યત જડ અને ચેતન સંબંધના ઐતિહાસિક બનાવોની સમાલોચના કરતાં અદભુત અને અગમ્ય અનુભવ તો સ્મરણ પથમાં એ જ આવે છે કે ચક્રવતીઓ, વાસુદેવો, બળદેવો અને પ્રતિવાસુદેવાદિ રાજા મહારાજાઓ જેમ અર્થની પ્રાપ્તિને માટે-તેમ સર્વ વિરતિના સુંદર વેષથી વિભૂષિત થયેલ તીર્થકરો, ગણધરો, કેવળીઓ, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિ જ્ઞાનીઓ, અને શ્રુતકેવલીઓ વિગેરે મોક્ષને માટે એ બન્ને વર્ગને અનુક્રમે વિનશ્વર તથા અવિનશ્વર પદાર્થોની સર્વોપરી સત્તા હાથ કરવા સમગ્ર દળબળ સાથે પોત પોતાના રણ સંગ્રામમાં ઝુકાવી વાવ જીવ બહાદુરીથી લડવું જ પડ્યું છે. કારણ એ જ કે ગમે તે દિશાની પણ વિજયની પ્રાપ્તિ તો સમરાંગણ ભૂમિમાં જ છે.
બીજી વાત એ છે કે વિનશ્વર પદાર્થો હરપળે મેળવી મેળવીને પણ મૂકવા જ પડે છે, જ્યારે અવિનશ્વર પદાર્થો તો મેળવ્યા તે મેળવ્યા જ ! એને ફરીથી છોડવા (મૂકવા) પડે જ નહીં ! માટે તો હર વખત કહેવાય છે કે જે કાંઈ કરવાનું છે તે તેને માટે જ કરવાનું છે બલ્ક એને માટે જેટલું દાન, જ્ઞાન અને ધર્મ ધ્યાન થાય તેટલું ઓછું જ છે ! આવા સર્વોત્તમ વીરરસની વિશિષ્ટતાને પ્રતિપાદન કરનાર યુદ્ધ ભૂમિના સ્થાનોના પવિત્ર નામ શ્રવણ માત્રથી
(અનુસંધાન ટાઈટલરેજ ૩ જા પર જુઓ)