________________
૧૫૧
શ્રી સિદ્ધચક્ર
તા. ૧૧-૧-૩૩ ત્યાંથી છૂટે એટલે ઓછા દુઃખવાળા સ્થાનમાં જ જાય. આ સ્થિતિ વિચારીએ તો લાંબા આયુષ્યવાળો નારકી મરવાની ઇચ્છા સાથી કરે છે તે સહજ સમજાય તેમ છે. નારકી પોતાનું આયુષ્ય પણ પ્રતિકૂળતાએ ભોગવે છે. ત્યાં મરવાનાં સાધનો મળે, તેવી સ્થિતિ આવી જાય, છેદાય, ભેદાય, વિંધાય, ચીરાય, તળાય, છતાંયે એ (નારકી) મરી શકતો નથી. મરવાની ઈચ્છા થાય છતાં મરીયે શકતો નથી અર્થાત્ એના આયુષ્યનો ભોગવટો કેટલો અનિષ્ટ છે, કેટલો પ્રતિકૂળ છે તે વિચારો ! મનુષ્ય તથા તિર્યંચને ગમે તેટલું દુઃખ હોય છતાંયે જો મરણનો સંભવ દેખે તો એ ઊંચોનીચો થાય છે. મનુષ્ય તથા તિર્યંચ દુઃખને ખસેડવા ઇચ્છે છે પણ મરણને ઇચ્છતા નથી. તિર્યંચની ગતિ તથા અનુપૂર્વી અશુભ છતાં, પ્રતિકૂળ છતાં આયુષ્યના ભોગવટા તેને અનુકૂળ છે કારણ કે તિર્યંચો સ્વાભાવિક, કૃત્રિમ કે સંયોગિક દુઃખોથી પીડાયેલા હમેશાં હોતા નથી માટે તેમને જીવવાની અભિલાષા હોય છે, જ્યારે નારકીના જીવો હંમેશાં પીડાથી જ ઘેરાયેલા હોય છે એટલે એમને જીવવાનું પણ મન હોતું નથી. તિર્યંચના આયુષ્યને પુષ્યમાં આથી જ માનવું પડે છે. કીડાથી માંડીને ઇંદ્ર પર્યંત, એકૅન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યંતના દરેક જીવો મરણથી ડરે છે. દેવતાઓ પણ મરણથી થરથરે છે !
દેવતાઓ પણ મરણથી થોડા ડરતા નથી ! છ ખંડનો માલિક ચક્રવર્તી, એમ દેખે કે આ તમામ ઠકુરાઇથી, આવા વિપુલ વૈભવથી પોતાને છ મહિના બાદ પદભ્રષ્ટ કરવામાં આવશે તો એના હૃદયમાં શું થાય? તેવી રીતે દેવતાઇ વિમાનોના તથા સ્વર્ગીય સાહ્યબીના સ્વામી દેવો છ મહિના અગાઉથી પોતાનું ચ્યવન દેખે ત્યારે એને ઓછી વેદના થાય ? શાસ્ત્રકાર કહે છે કે ઔદારિક શરીરવાળાથી એ વેદના ક્ષણભર પણ સહન થઈ શકે નહિ. એ તો દેવતાઓને વૈક્રિય શરીર છે. વજીઋષભનારાચ સંધયણ જેવું સામર્થ્ય છે. માટે આવી અતિ કરુણાજનક પરિસ્થિતિમાં પણ તે દેવતાઓ જીવી શકે છે. જગતમાં કોઈ આબરૂદાર માણસ પર જઠું કલંક આવેલ હોય, તેને માલુમ પડે છે તેવો જ નિર્ણય જાહેર થશે તો તેની દશા કેવી થાય છે ? હાર્ટ ફેઇલ થઇ જાય છે ? દેવતાઓ પણ પોતાની ભવિષ્યની ભયંકર હાલત નજરોનજર દેખે છે, પણ એમને ઔદારિક શરીરવાળાની જેમ હાડકાંનું હાડપિંજર કે માંસના લોચા નથી કે જેથી હાર્ટ ફેઈલ થાય ! ન નિવારી શકાય તેવી પતિત દશામાં પણ છ મહિના તેઓ જીવન નિભાવે છે તે વૈક્રિય શરીર તથા વજ8ષભનારાચસંઘયણ સામર્થ્યને જેના લીધે જ ! એ ગટર કઇ ?
એક મનુષ્ય સુંદર શણગાર સજીને બેઠો હોય, ચોમેર સુગંધ મહેકી રહી હોય, સમીર (વાયુ) પણ સુગંધી હોય ત્યાં એને માલમ પડે કે પોતાને કોઈ આવીને ગળચીમાંથી પકડીને મોઢેથી અને માથેથી વિષ્ટામાં ખોશી ઘાલશે તથા તે વખતે પોતે કાંઈ કરી શકે તેમ નથી તો તેના કાળજામાં શું થાય તે વિચારો.
દેવતા પોતાનું ચ્યવન દેખે છે ત્યારે બરાબર આ સ્થિતિ અનુભવે છે. આ ર્તિરછાલોક તો દેવતાઓના હિસાબે પૂરેપૂરી ગટર છે. અરે ! તમારી દુન્યવી ગટરની ગંધ તો પા કે અરધો