________________
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૭-૧૧-૩૨ ભાડે શું નથી મળતું? ક્રિયા ! “ભાડે” એ શબ્દ સાંભળી નવાઈ લાગશે ! તમે સાંભળ્યું હશે કે સાધુપણું બે પ્રકારનું છે, એક ગીતાર્થનું અને બીજું તેની નિશ્રાનું ! ક્રિયામાં તેમ નથી ! જ્ઞાન એ બજારમાં રહેલું કામ કરે છે, રાજ્યના બધાએ કાયદા જાણો છો ? નહીં ! તો ઘરના દસ્તાવેજ શી રીતે કરો છો ? કહો કે અક્કલ વેચાતી લઈને ! અક્કલ વેચાતી લો છો પણ દસ્તાવેજ ભાડુતી લેતા નથી ! કોર્ટમાં બેરિસ્ટર સોલિસિટર દ્વારા બચાવના રસ્તા લેવાય છે, તેથી પણ સિદ્ધ છે કે અક્કલ તો ગુન્હેગાર પણ ભાડે લાવી શકે ! પણ તે પોતે કરેલી ગુન્હેગારી કોઈને ભાડે આપી શકતો નથી. એવી રીતે જ્ઞાન ભાડૂતી ચીજ હોઈ શકે છે. બેરિસ્ટર વિગેરે પોતાનો કેસ પોતેજ ચલાવે તેના જેવું તો સારું એકે નથી, પણ પોતે બેરિસ્ટર ન હોય તો ભાડુતી બેરિસ્ટર લાવીને પણ ચલાવી શકે છે તેમ જો ભાડુતી ગુન્હેગાર લાવે તો તે રાજ્યનો પણ ગુન્હેગાર થાય ખરો કે? તેવી રીતે અહીં જ્ઞાન એ એવી વસ્તુ છે કે તેને જ્ઞાનીની નિશ્રામાં રહી ભાડુતી પણ લઈ શકીએ પણ સદાચાર ભાડુતી લેવાતો નથી. જ્ઞાન એ આત્મારૂપી ઘરમાં પહેલે નંબરે છે ખરું પણ તે આપણે જોઈ ગયા તેમ ઘરનું ન હોય તો ભાડુતી લેવાય છે તેથી “ચક્ષુષ્માન્” પણ ભલે આંધળો હોય પણ બીજો દેખતો હોય તો તેને વળગીને આંધળો જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે; વળી બંને એકી સાથેજ ગામમાં પેસે છે. તેવી રીતે અગીતાર્થ એવો પણ આત્મા ગીતાર્થની નિશ્રામાં રહેવાથી સરખું જ ફળ પ્રાપ્ત કરે છે ! અને તેથી તો ત્રણ ત્રણ જ્ઞાનવાળા મહાત્માઓને પણ વ્રત પચ્ચખાણ કરવા જ પડે છે. કચરો તો હાથે જ કાઢવો પડશે
જેમ અવિરતિની ગુન્હેગારી કોઈ પર નંખાય તેમ નથી ? તેમ વિરતિનો ફાયદો પણ કોઈની પાસેથી લેવાય તેવો નથી ! અગીતાર્થની નિશ્રામાં રહેલ સાધુનું સાધુપણું અગીતાર્થમય કહ્યું પણ વિરતિની નિશ્રામાં રહેલ અવિરતિ સાધુનું એ સાધુપણું તો વિરતિમાં જ કહ્યું તે તો જાણો છો ને? જ્ઞાન બીજામાં રહેલું હોય તો પણ કામ કરી દે ! બીજી પણ વાત એ છે કે, દીવો અજવાળું કરી દે, પણ મકાનમાં પડેલો કચરો સાફ કરી ન દે; તેને માટે તો ઉદ્યમ કરે તો જ બને. તેમ જ્ઞાન-એ કર્મોને ઓળખાવે ખરું, પણ તેનો નાશ કરવા તો ક્રિયારૂપ ઉદ્યમ કરવોજ જોઈએ ? તેથી તો જૈનશાસનમાં દેવગુરુ અને ધર્મને આચાર ઉપર જ રાખેલા છે. જ્યાં દેવ કુદેવનાં લક્ષણ જણાવ્યા છે ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે જે દેવ હથિયાર સહિત હોય તો તે કુદેવ છે. સાથે હથિયારાદિક ન હોય તોજ સુદેવ. કુદેવનું દેવપણું પણ આચારની પાછળ જ જણાવ્યું છે. સુગુરુ અને કુગુરુનો ફરક એ જ છે કે પંચ મહાવ્રતના પાલક હોય તે સુગુરુ અને પાંચે આશ્રવમાં પ્રવર્તેલા હોય તે કુગુરુ! તેમાં પણ આચાર તો બંને માટે પહેલાં જ જણાવ્યો છે ! વળી ધર્મમાં પણ આચાર પ્રથમ જ છે. જેમ કે દયા લક્ષણધર્મ, સત્ય અધિષ્ઠિત ધર્મ, વિનય મૂળ ધર્મ. તેવી જ રીતે અધર્મમાં હિંસામય અધર્મ, અવિનયમય અધર્મ, ઉદ્ધતનારૂપ અધર્મ વિગેરે !!! આ બધીએ બાબતોમાં આચાર તો મુખ્ય જ હોવાથી દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે તત્વનું ક્રિયા (આચાર) સાથે જોડાણ કર્યું છે !!
શંકા-શું આ બધું કહીને જ્ઞાનને ઉડાવી દો છો ? ના ! કોર્ટમાં જેમ પોતાનામાં બુદ્ધિ ન હોય તો ભાડુતી લાવવી જોઈએ, નહીંતર ફાંસીને માંચડે લટકે ! તેવી રીતે એકલા આચારવાળાને પણ ગીતાર્થની નિશ્રાતો લાવવી જ પડે ! ત્રીજી વાત ઉપશમ અને ક્ષેપક શ્રેણીએ બંને વર્તનના મૂળની